Abtak Media Google News

કોરોનોવાયરસની ત્રીજી લહેર રોકવી નામુંમકીન છે, સરકારના ટોચના વૈજ્ઞાનિકોએ બુધવારે ચેતવણી આપતા કહ્યું કે, ’નવી લહેરને નથવા માટે રસીકરણ અભિયાનનો વેગ ખુબ વધારવા સાથે રસીને ’અપડેટ’ કરવાની જરૂર છે. આપણે બીજી લહેરમાં જોયું કે, ઘણા લોકો હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, અને હજારો લોકોનાં મોત થયા છે.’

ડો. કે વિજયરાગવાએ સરકારી મિટિંગમાં કહ્યું કે,  કોરોનાનો ત્રીજો તબક્કો અટકાવવો નામુંમકીન છે, તેનાથીજ આ વાયરસનો વ્યાપ વધ્યો છે. પરંતુ આ ત્રીજો તબક્કો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટ સમય નક્કી નથી. પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર માસમાં ત્રીજી લહેર શરૂ થાય તેવી શ્ક્યતા છે. આ ચેપી રોગની નવી લહેર રોકવા માટે રસીઓને અપડેટ કરવાની જરૂર રહેશે. ચેપનો વર્તમાનમાં થઈ રહેલો  વધારો ભારતીય “ડબલ મ્યુટન્ટ” કોરોનાવાયરસને કારણે થયો હોવાનું અનુમાન છે, જયારે યુકેમાં આ લહેરની સંક્રમણ ધીમું પડ્યું છે.

કોરોના સંક્રમણને રોકવા માટે  દેશવ્યાપી લોકડાઉન જ એકમાત્ર સમાધાન છે ? આ પ્રશ્નનો જવાબ આપતા ગઈંઝઈં આયોગના સભ્ય અને રસીકરણ પરના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથના વડા વી.કે. પોલે કહ્યું કે, ’તેઓ લોકડાઉન સિવાયના અન્ય વિક્લપો પર હંમેશા ચર્ચા કરે છે. રાજ્યોમાં પહેલેથી જ વાયરસની સાંકળને તોડવા માટે પ્રતિબંધો લાદવાની માર્ગદર્શિકાઓ આપી છે.’વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વભરમાં નોંધાયેલા લગભગ અડધા કેસોમાં કોરોનોવાયરસની બીજી લહેરના કારણે છે.  બુધવારે ઠઇંઘ એ કહ્યું હતું કે, ’છેલ્લા 24 કલાકમાં દેશમાં ઈજ્ઞદશમ-19ની મોતની સંખ્યા 3,780 એ પોહચી છે.’

બુધવારે કોરોનાનો આંકડો 3.82 લાખએ પોહ્ચ્યો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા સૂચવે છે કે ઘણા વિસ્તારોમાં પરીક્ષણ ધીમું થયું છે. દેશમાં છેલ્લા બે અઠવાડિયાથી ચેપની સંખ્યા દરરોજ 3 લાખથી વધુ આવે છે.

ચેપનું પ્રમાણ વધતા હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન માટે ઘણા લોકો તડપી રહ્યા છે, આ સાથે મુર્દાઘર અને સમશાન ઘાટ પર પણ કપળી પરિસ્થિતિ સર્જાય છે. ઘણા લોકો બેડ અને ઓક્સિજનની રાહમાં જ એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામ્યા છે.તબીબી નિષ્ણાતો કહે છે કે, ’ભારતના વાસ્તવિક આંકડા, જે હાલમાં આંકડા આવે છે તેના કરતા પાંચથી દસ  ગણા વધુ હોઈ શકે. પ્રથમ લહેરમાં 10 મહિનામાં એક કરોડ કેસ આવ્યા હતા, જયારે બીજી લહેરમાં માત્ર 4 મહિનામાં જ આંકડો એક કરોડે પોહચી ગયો છે.’બીજી લહેરને કાબુમાં લેવા માટે ઝડપથી કામ ન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વ્યાપક ટીકા થઈ હતી, કારણ કે ધાર્મિક તહેવારો અને રાજકીય રેલીઓમાં હજારો લોકો ચેપનો ભોગ બન્યા હતા.

વિપક્ષે દેશભરમાં લોકડાઉનની માંગ કરી છે. આર્થિક નુકસાનના ભયને કારણે સરકારે લોકડાઉન લાદવામાં અનિચ્છા બતાવી છે. પરંતુ ઘણાં રાજ્યોએ લોકડાઉન અને કર્ફયુ જેવા રસ્તાઓ અપનાવ્યા છે. રસીની સપ્લાય અને વિતરણની સમસ્યાઓના કારણે રસીકરણમાં ઘટાડો નોંધાયો જેથી દેશમાં ચેપની વૃદ્ધિ થઈ છે. ઓછામાં ઓછા ત્રણ રાજ્યો અને આ સાથે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં રસીકરણના અભાવે કેટલાક રસીકરણ કેન્દ્રો બંધ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.