કોરોના વોરીયર્સ તબીબોની નિષ્ઠા પર સવાલો ઉઠાવવા કેટલા વ્યાજબી?

ભીષણ આગ ઘટના આક્ષેપો વચ્ચે આઈ.એમ.એના ડોકટરઓના મોરલ ડાઉન

રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે જે ભિષણ આગની ઘટના નો બનાવ સામે આવ્યો ત્યારબાદ ઘણાખરા તર્ક વિતર્કો શરૂ થઈ ગયા એક બાજુ સમાજની અંદર કોરોના વોરીયર્સ નું બિરુદ મેળવી પોતાના પરિવારની અને પોતાની જીવની ચિંતા કર્યા વગર સમાજનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેની દિવસ-રાત એક કરી લોકોના નિદાનમાં કાર્યરત રહેતા ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ ને આજે સમાજ વોરીયર્સ તરીકે જોઇ રહી છે ત્યારે બીજી તરફ આવા અનિચ્છનીય બનાવ બનતા સમાજ પણ અસમંજસમાં મુકાઈ જતું હોય છે ખરેખર તો સત્ય શું છે તેની ખબર ત્યારે જ પડે જ્યારે સંપૂર્ણ સ્થિતિ નો ઉકેલ આવે ત્યારે આ ઘટના બાદ આજે ડોક્ટર ડોક્ટર વ્યવસાયને લોકો કંઈક અલગ રીતે જોઈ રહ્યા છે તેમજ વિશ્વસનીયતાની જો વાત કરી તો ક્યાંક સમાજને પણ પોતાની ભૂમિકા ભજવી જરૂરી હોય છે આજે આ ઘટના બાદ આઈ એમ એ ના તમામ ડોક્ટરો દિવસ-રાત એક કરી નિષ્ઠાપૂર્વક કાર્યમાં વળગી ગયા છે કે ફરીવાર આવા અનિચ્છનીય બનાવો કે ઘટનાઓ ઘટે નહીં તેની તકેદારીઓ લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ જે રીતે આ ઘટનામાં જે ડોક્ટરો સાથે વર્તન કરવામાં આવ્યા તેમજ જે રીતનું એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યા તેને લઇ ક્યાંક આઇએમએના ડોક્ટરના મોરલ ડાઉન થઈ રહ્યા છે તો બીજી તરફ સંપૂર્ણ ઘટનાને અલગ રીતે જોવામાં આવી રહી છે ખરેખર તો જે પરિસ્થિતિ અત્યારે વણસી છે કોરોના મહામારીની જો વાત કરી એ આપણા સમાજ અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં ડોકટર પોતાની યોદ્ધા તરીકેની ભૂમિકા પણ ભજવી રહ્યા છે ભિષણ આગની ઘટના બાદ ડોક્ટર હવે કાળજીપૂર્વક પોતાના હોસ્પિટલમાં દર્દીઓની ચકાસણી કરી સાર સંભાળ લઈ રહયા છે તેમજ ગોકુલ હોસ્પિટલ ની જો વાત કરીએ તો છેલ્લા ૩૦ વર્ષથી હજારો દર્દીઓને સેવા આપી તેમજ તેમના પરિવારોનું પણ ખ્યાલ રાખી રહ્યા છે બીજી તરફ  દર્દીઓને વિનામુલ્યે સારવાર આપી પોતાના સેવાનું ધર્મ નીભાવતા ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટર હંમેશા કાર્યરત રહેતા હોય છે ઘટના બાદ ફરીવાર ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટર તેમના આ કર્મ અને દર્દીઓની સેવાને અવિરથ ચલાવવા આ કાર્યમાં જોડાઇ ગયા છે અને પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.

ક્રિટિકલકેર ફિલ્ડ માં ફરી જોડાય સેવાની નિષ્ઠાપૂર્વક તૈયારીઓ શ‚ કરી દીધી છે: ડો. દિગ્વિજયસિંહ જાડેજા (ગોકુલ હોસ્પિટલ)

ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટર દિગ્વિજય સિંહ જાડેજા અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે દુ:ખદ ઘટના માંથી બહાર આવી અમે અમારા કર્મ તરફ ફરી આગળ વધ્યા છી ડોકટરની ફરજ છે દર્દીઓની સેવા કરવી તેમને સારવાર આપવી એ કાર્યમાં અમે ફરી જોડાઈ ગયાછી બીજા કોઈ પણ વિચારો વગર અમારીજે ફરજ છે જેના માટે અમે પ્રતિજ્ઞા લીધી છે ડોક્ટર બન્યા દર્દીના દર્દને દુર કરવાનું તેમજ ગોકુલ હોસ્પિટલ દરેક પ્રકારના દર્દીઓ ને છેલ્લા ૩૦ વર્ષથી સારવાર આપી રહી છે શરૂઆતમાં મગજને અકસ્માતના દર્દીઓની સારવાર થતી છેલ્લા ૧૫ વર્ષથી ક્રિટીકલ કેર યુનિટ અને દરેક પ્રકારની સ્પેશિયાલિટી હવે બંને ગોકુલ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે ત્યારે અમે અમારા ક્રિટિકલ કેર ફિલ્ડ તરફ  હિંમત અને મહેનતથી જોડાઈ ગયાછી અમારી ટીમ ઘણી વિશાળ છે કોરોના ના શરૂઆતના કપર સમયથી જ અમારી ટીમ  કાર્યરત છે  આ યુદ્ધ સામે અમારા શસ્ત્રો ઉઠાવી અમે આમરા કર્મો તરફ આગળ વધી રહ્યા છી.

આઈ.એમ.એ રાજકોટ ભીષણ આગની ઘટનાથી બોધપાઠ લઈ આગળના પગલાંઓ લેવાની પ્રક્રિયા શ‚ કરી છે: ડો. જય ધીરવાણી (આઈ.એમ.એ પ્રેસિડન્ટ) રાજકોટ

આઈ.એમ.એ પ્રેસિડન્ટ ડો.જય ધીરવાણીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે જે ભીષણ આગ ની ઘટના ઘટીતે ખુબજ હૃદયદ્રાવક છે જો સંપૂર્ણ ઘટના ની વાત કરવામાં આવે તો દરેક વખતે આવા અનિચ્છનીય બનાવો બનતા હોય ત્યારે તાપસ ની તાકીદ તંત્ર દ્વારા લેવામાં આવતી હોય છે સામાન્ય રીતે દર્દીને જ્યારે ઓક્સિજનની જરૂર પડતી હોય છે ત્યારે દર કલાકે એક થી બે લીટર ઓક્સિજન ની માત્રા આપવામાં આવતી હોય છે ત્યારે જે કોરોના સંક્રમિત દર્દી હોય છે તેને આઈ સી ઓ ની અંદર દર કલાકે ૫૦ લિટર ઓક્સિજનની માત્રાની જરૂર રહેતી હોય જ્યારે કોઈ અકસ્માત બનતો હોય છે ત્યારે તેને અકસ્માતને અકસ્માત રીતે જ જોવાય ડોક્ટર એવું આ ઇચ્છા હોય કે કોઈ દિવસ એના દર્દી કે તેના હોસ્પિટલમાં આવા અનિચ્છનીય બનાવ બને અમે હંમેશા સમાજ માટે એક આરોગ્યની ઝુંબેશ શરૂ કરી આગળ વધારી રહ્યા હોય છે અમારી શરૂઆતમાં પ્રતિજ્ઞા એ હોય છે કે જ્યારે આ વ્યવસાયમાં આવીએ ત્યારે હંમેશાં દર્દીઓની સારવાર ને જ અમારું કર્મ અને ધર્મ બનાવી કાર્ય કરતા રેહસું ભીષણ આગ ની ઘટના બાદ અમને એક બોધપાઠ ડીસા આગની ઘટનાથી બોધપાઠ લઈ અમે પરિવાર આવી ઘટનાઓ ના ઘટે તે માટે યોગ્ય પગલાં લેવાના શરૂ કરી દીધા છે તેની પ્રક્રિયા શરૂ છે અમારો માત્ર એક જ પ્રયાસ રહે છે હંમેશા સ્વસ્થ સમાજ સુરક્ષિત સમાજ.

દર્દીઓની સેવામાં હંમેશા કાર્યરત રહેવા તત્પર: ડો. તેજસ કરમટા (ગોકુલ હોસ્પિટલ)

ગોકુલ હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમટા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ઉદય શિવાનંદ હોસ્પિટલ ની ભીષણ આગની ઘટનામાં  જે  દર્દીઓએ જીવ ગુમાવ્યો તેને હૃદય પૂર્વક ભાવભરી શ્રદ્ધાંજલિ તેમના પરિવારો પ્રત્ય અમે અનુકંપા અનુભવીએ છી ઘટના બાદ આજે અમે ફરી અમારા કોરોના સામેના યુદ્ધમાં જોડાયા છી સમાજના આરોગ્ય અને સ્વાસ્થ્યની તકેદારીઓ ને ફરીવાર કાર્યરત બનાવી  બે દિવસથી અમે અમારા વ્યવસાયમાં ફરી વળગી અને દર્દીઓની સેવામાં તત્પર થયા છી ગોકુલ હોસ્પિટલએ હજારો દર્દીઓની સેવા કરી તેમને સ્વસ્થ અને સલામત રીતે  તેમના ઘરે મોકલ્યા છે  તેમજ ઘણી વખત માત્ર સેવાના ભાગરૂપે જ વિનામૂલ્યે હજારો દર્દીઓની સારવાર કરી છે. ભિષણ આગની ઘટના બાદ અમને સમાજ પાસેથી હૂંફની અપેક્ષા છે અમે ફરી અમારા કામ પ્રત્યે વળગ્યા છી માત્ર સમાજની આરોગ્યની સ્વાસ્થ્યની જાળવણી જળવાઈ રહે એ જ અમારી કોરોના સામે ના યુદ્ધમાં નિષ્ઠાપૂર્વકની કામગીરી રહેશે.

ભીષણ આગની ઘટના બાદના આક્ષેપોએ રાજકોટ આઈએમએ ડોકટરઓના મોરલ ડાઉન કરતી સ્થિતિ સર્જી: ડો. રૂકેશ ઘોડાસરા (આઈ.એમ.એ સેક્રેટરી) રાજકોટ

આઈ.એમ.એ ના સેક્રેટરી  ડો. રૂકેશ ઘોડાસરા એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જણાવ્યું હતું કે ભિષણ આગની ઘટનાની જો વાત કરીએ તો આની પહેલા પણ જ્યા આગના બનાવ બન્યા છે કોરોના દર્દીઓની સારવાર જ્યાં થતી હોય ત્યાં ખુબજ મોટી માત્રામાં ઓક્સિજનની જરૂર રહેતી હોય છે તેમજ ખૂબ જ પ્રેશરથી ઓક્સિજન જતું હોય છે દરેક દર્દીને ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે આવા સંજોગોમાં થોડો ઘણો ઓક્સિજન હવામાં રહેતો હોય છે ત્યારે મશીન ૨૪ કલાક સતત કાર્યરત રહેતા હોય છે ત્યારે આટલા વેગથી ઓક્સિજન જતું હોય અને મશીન સતત કાર્યરત રહેતું હોય ત્યારે મશીનમાં નાનકડું પણ સ્પાર્ક થવાથી આગ ઝડપથી પ્રસરતો હોય છે ત્યારે ખૂબ જ વધારે માત્રામાં આગ લાગી જતી હોય છે સામાન્ય રીતે દર્દીને દર કલાકે એક થી બે લીટર ઓક્સીજનની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે કોરોના માં જે દર્દી આઈ.સી.યુમાં હોય તેમને દર કલાકે ૫૦ લિટર ઓક્સિજનની માત્રા ની જરૂર રહેતી હોય છે ત્યારે એક જ રૂમમાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે અને ખૂબ જ પ્રેસરથી ઓક્સિજનની માત્રા પ્રસરતી હોય છે ત્યારે અનિચ્છનીય બનાવ બનતા આવી ઘટના ઘટતી હોય છે  આવી ઘટનાઓ ઘટયા બાદ જ્યારે મદદ કરવા કોઈ વ્યક્તિ અંદર દોડી આવતું હોય તેને પણ ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે  ઓક્સિજન અને બ્લાસ્ટ નો ધુમાડો ખૂબ જ ભયંકર રીતે ફેલાઇ ચૂક્યું હોય છે જેના કારણે ઘણી વખત કોઈને બચાવવામાં તકલીફ પડતી હોય છે આઇ.એમ.એ ના ડોક્ટરોનું ઘટના બાદ ના આક્ષેપોને લઈ થોડુંક મોરલ ડાઉન થયું છે કામ કરવાનો ઉત્સાહ ડાઉન થયો છે આકસ્મિક ઘટનાને કારણે આજે ડોક્ટરોને જે રીતે જોવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી આ કોરોના ના કપરા સમયની અંદર સમાજ માટે અમે કોરોના વોરિયર્સ ની ભૂમિકા ભજવી રહ્યાછી ડોક્ટર હંમેશા તંત્રની માર્ગદર્શિકા મુજબ કાર્યરત રહેતા હોય છે અને હોસ્પિટલોમાં સરકારની માર્ગદર્શિકા હેઠળના જ નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે અમે પણ સમાજ પાસે અપેક્ષા રાખીએ છીએ અમે જે નિષ્ઠાપૂર્વક દર્દીઓને સેવ આપી તેની સારવારની સંભાળ લેવી  તેને ધ્યાનમાં રાખી અને અમારી તરફ પર સારા વર્તનની અમને અપેક્ષા મળી રહે તે ઇચ્છી રહ્યા છીએ.