Abtak Media Google News

વિશ્વના મોટાભાગના દેશોમાં નાતાલના તહેવારની ઉજવણી મુખ્ય તહેવાર અને જાહેર રજા તરીકે કરવામાં આવે છે. એવા દેશોમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે કે જે દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી નથી હોતી. ભૂતકાળમાં સંસ્થાકીય શાસનના સમયગાળા દરમિયાન કેટલાક બિનખ્રિસ્તી દેશો જેવા કે હોંગકોંગમાં નાતાલની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અન્ય દેશોમાં લઘુમતિ ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ તહેવારની ઉજવણી કરતા થયા છે.

જે દેશોમાં નાતાલના તહેવારને જાહેર રજા નથી ગણવામાં આવતી તેવા અપવાદરૂપ દેશોમાં ચીની લોકગણ રાજ્યો (હોંગકોંગ અને મકાઉ સિવાય), જાપાન, સાઉદી અરેબિયા, અલ્જિરિયા, થાઇલેન્ડ, નેપાળ, ઇરાન, તુર્કી અને ઉત્તર કોરિયાનો  સમાવેશ થાય છે.

વિશ્વભરમાંનાતાલની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે. જેના થકી વિવિધ સંસ્કૃતિ અનેરાષ્ટ્રીય પરંપરાઓ પ્રતિબિંબિત થાય છે. જાપાન અને કોરિયા જેવા દેશોમાં ખ્રિસ્તીઓનીસંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ ત્યાં ક્રિસમસનો તહેવાર ખૂબ જ લોકપ્રિયથયો છે. આ દેશોએ નાતાલના ભેટ-સોગાદોની આપ-લે, સજાવટઅને નાતાલનાં વૃક્ષ જેવી બિનસાંપ્રદાયિક પરંપરાઓને અપનાવી છે.

જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. ઘણા ખ્રિસ્તીઓ માને છે કે આ મોસમ દરમિયાન ધાર્મિક નાટકોમાં ભાગ લેવો તે નાતાલનો એક અગત્યનો હિસ્સો છે. નાતાલ અને ઇસ્ટરના તહેવારો દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે.

ઘણાં કેથલિક રાષ્ટ્રોમાં નાતાલના દિવસ પૂર્વે લોકો ધાર્મિક સરઘસોનું કે પરેડનું આયોજન કરે છે. અન્ય દેશોમાં બિનસાંપ્રદાયિક ધાર્મિક સરઘસો કે પરેડનું આયોજન કરવામાં આવે છે જેમાં સાન્તાક્લોઝ અને નાતાલને લગતા અન્ય પાત્રોનો સમાવેશ કરવામાં આવે છે. કૈટુંબિક મેળાવડો અને ભેટ-સોગાદોનું આદાન-પ્રદાન આ તહેવારની સૌથી વધુ પ્રચલિત પરંપરા છે. મોટા ભાગના દેશોમાં નાતાલના દિવસોમાં ભેટ-સોગાદોની આપ-લે કરવામાં આવે છે. તારીખ 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ સંત નિકોલસ દિન અને તારીખ 6ઠ્ઠી જાન્યુઆરી મેજાઇને ઈશુનો કરેલો સાક્ષાત્કારના દિવસે પણ ભેટ-સોગાદોની આપ-લે કરવામાં આવે છે.

ઘણા લોકો માટે ખ્રિસ્તી કુટુંબનું ખાસ ભોજન આ તહેવારનું એક અગત્યનું અંગ છે. આ ભોજનમાં પિરસાતી વાનગીઓ દરેક દેશ પ્રમાણે ખૂબ જ અલગ અલગ હોય છે. સિસિલી જેવા કેટલાક પ્રાંતોમાં નાતાલના આગલા દિવસે ખાસ પ્રકારના ભોજનમાં 12 અલગ-અલગ જાતની માછલી પીરસવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને તેની સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા દેશોમાં ખાસ ભોજન તરીકે ઉત્તર અમેરિકાથી લાવવામાં આવેલી ટર્કી મરઘી, બટાકા, શાકભાજી, કુલમો અને તેનો રસો પીરસવામાં આવે છે

ત્યારબાદ નાતાલની મીઠાઇ, માંસની પાઇ અને ફ્રૂટ કેક પીરસવામાં આવે છે. પોલેન્ડ તેમજ પૂર્વીય યુરોપ અને સ્કેન્ડેનેવિયાના અન્ય ભાગોમાં નાતાલના ખાણાં તરીકે સામાન્યતઃ માછલી પીરસવામાં આવે છે. આ ઉપરાંત ઘેટાંનાં માંસ જેવું મોંઘું માંસ પણ પીરસવામાં આવે છે. જર્મની, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયામાં હંસનું અને ડુક્કરનું માંસ નાતાલનાં ખાસ ખાણાં તરીકે ઉપયોગમાં લેવાય છે. સમગ્ર વિશ્વમાં નાતાલનાં ખાસ ભોજન તરીકે ગૌમાંસ, પ્રાણીની જાંઘ કે કુલાનું માંસ અને મરઘી પીરસવાનો રિવાજ પ્રચલિત છે. ફિલિપાઇન્સમાં પ્રાણીની જાંઘ કે કુલાનું માંસ મુખ્ય ખાણું છે.

નાતાલના તહેવાર નિમિત્તે ખાસ પ્રકારની મીઠાઇઓ પીરસવામાં આવે છે માલ્ટા દેશના લોકો પરંપરાગત રીતે ઇમ્બુલજ્યુટા તાલ- ક્વાસ્તાન , નામની મીઠાઇ પીરસે છે. આ ચોકલેટ અને બદામ જેવાં એક ફળમાંથી બનાવવામાં આવેલું એક પીણું હોય છે જેને મધ્યરાત્રિની વિધિ કે નાતાલની સમગ્ર મોસમ દરમિયાન પીરસવામાં આવે છે. સ્લોવાક લોકો નાતાલની પરંપરાગત બ્રેડ પોટિકા બનાવે છે. બુચ દ નોએલનામની વાનગી ફ્રાન્સના લોકો બનાવે છે. ઇટાલીમાં પેનેટોન બનાવવામાં આવે છે તેમજ ઝીણવટભરી રીતે તૈયાર કરવામાં આવેલી ફળસુખડી અને કેક બનાવે છે.

નાતાલના દિન નિમિત્તે ચોકલેટ અને મીઠાઇઓ આરોગવી એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. નાતાલના દિવસે બનાવવામાં આવતી મીઠાઇઓમાં જર્મનીની સ્ટોલેન , માર્ઝિપાન કેક અથવા કેન્ડી અને જમૈકાના રમ પ્રકારના દારૂમાંથી બનાવવામાં આવેલી ફ્રૂટ કેકનો સમાવેશ થાય છે. પરંપરાગત રીતે ઉત્તરના દેશોમાં શિયાળાની મોસમમાં ખૂબ જ ઓછાં ફળો મળતાં હોવાને કારણે નારંગીનો સમાવેશ નાતાલના ખાસ ભોજનમાં કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.