Abtak Media Google News

હરી કૃષ્ણ રાસ અને સેવા મંડળ દ્વારા તલવાર રાસ, લાઠી રાસ, મણીયારો રાસ, અઠંગો રાસ, કરતાલ રાસ, દિવડા રાસ, ટીપ્પણી અને ભાલા રાસની તાલીમ બહેનોને અપાશે ૨૦૦૦ દિકરીઓને જુડો, કરાટે, લાઠી દાવ અને તલવાર બાજીની ટ્રેનીંગ પણ અપાશે

તા. ૧૦ થી ૧૮ ઓકટોબર ૨૦૧૮ દરમ્યાન નવરાત્રી શૌર્યગીત રાસ મહોત્સવનું આયોજન સોમનાથ ગરબી મંડળ શ્રી હરી કૃષ્ણ રાસ અને સેવા મંડળ તથા ઓલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડમીના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું છે.

આ આયોજનમાં બહેન દિકરીઓને માત્ર દાંડીયા શીખવાડતા તેનામાં હિંમત સાહસ અને આત્મવિશ્ર્વાસ જેવા ગુણોની ખીલવણી કરી તેમને માં દુર્ગા માં અંબા ની જેમ શૌર્યગીત બનાવી નારી શકિતના આ પર્વની યથાર્થ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેવું અબતકની મુલાકાતે આવેલા આયોજકોએ કહ્યું હતું.

મહોત્સવમાં બહેનોને તલવાર રાસ, લાઠી રાસ, મણીયારો રાસ, અઠંગો રાસ, કરતાલ રાસ, દિવડા રાસ, ટીપ્પણીરાસ, ભાલા રાસ વગેરેની તાલીમ હરી કૃષ્ણ રાસ અને સેવા મંડળ દ્વારા અપાશે.

આ મહોત્સવની સાથે સાથે નવરાત્રીના દિવસો દરમ્યાન બે હજાર થી વધુ બહેનોને શૌર્યવાન બનાવવાના હેતુથી તેમને જુડો-કરાટે, લાઠીદાવ, તલવારબાજી, રાઇફલ શુટીંગ તથા બહેનોને જરુરી એવા કાયદાઓની પણ તાલીમ આપવાનું આયોજન બ્લેક બેલ્ટ વૈશાલીબેન જોષી તથા એડવોકેટ રુપલબેન ઝાલાવડીયા દ્વારા કરવામાં આવેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.