Abtak Media Google News

ડાયાબિટીસની એક રોગ તરીકે આજથી 3 હજાર વર્ષ પહેલા ઓળખાણ થઈ હતી; કૃત્રિમ ઈન્સ્યુલીનની શોધે લાખો દર્દીઓનાં જીવ બચાવ્યા

આજે જેમ એક કોરોના ઘાતકી અને જીવલેણ મનાઇ રહ્યો છે એમ આજે સામાન્ય મનાઈ રહેલ ડાયાબિટીસનો રોગ વર્ષો પહેલાં અતિ ઘાતકી મનાતો. આજે સેંકડો લોકો ડાયાબિટીસનો ભોગ બની રહ્યા છે  કહેવાય છે ને કે કુદરતે ગોઠવેલું માળખું સહેજ આમથી આમ થાય તો પણ મસમોટી આંધી આવી જાય છે. બસ એ જ રીતે શરીરમાં કુદરતે ગોઠવેલું માળખું વિખાય તો શરીર શરીર નહીં પણ બીમારીનું ઘર બની જાય છે.

કુદરતે ગોઠવેલુ માળખું વિખાય એટલે શરીર, શરીર નહીં, બિમારીનું ઘર બની જાય

ડાયાબિટીસમાં પણ કંઇક આમ જ છે. શરીરમાં શર્કરા કે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો તુરંત મધુપ્રમેહનો શિકાર બની જઈએ છીએ. હજારો વર્ષ પહેલા ડાયાબિટીસને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે પરંતુ અવનવી શોધખોળ અને ટેકનિકલ નિદાનને કારણે આજે મૃત્યુઆંક ઘટાડવામાં ઘણી મદદ મળી છે. ડાયાબિટીસ એક રોગ છે એવી ઓળખાણ આજથી ત્રણ હજાર વર્ષ પહેલા થઈ હતી. આ રોગને જળમૂળ માંથી નાબૂદ કરવા 18મી સદીથી જ પ્રયાસો શરૂ થઈ ગયેલા.

ભારતમાં ડાયાબિટીસ અને તેની સારવાર સ્થિતિ

વિગતસંખ્યા
20થી79 વર્ષ997 મીલીયન લોકો
ઉંમર સંબંધિત ડાયાબિટીસનું પ્રમાણ10.40%
ડાયાબીટીસ સારવારનો પુખ્ત વ્યકિત દિઠ ખર્ચઅંદાજે  રૂ.6400
મૃત્યુઆંક (20થી 79 વર્ષ)1.15 મીલીયન
ડાયાબિટીસ દર્દીના નિદાનનું પ્રમાણ57%

કેનેડાના બે ફિઝિશિયનોએ આજથી 100 વર્ષ પહેલા એટલે કે 27મી જુલાઈ, 1921ના રોજ ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની શોધ કરી કુત્રિમ ઇન્સ્યુલિન બનાવ્યું. ઇન્સ્યુલિન બનાવી કેનેડિયન બંધુઓએ સેંકડો લોકોના જીવ બચાવ્યા અને દવા ક્ષેત્રે શોધખોળ માટે ઈતિહાસ રચ્યો. આ બંને મહાનુભવોનું નામ છે ફેબ્રિક બેન્ટિંગ અને તેના સહાયક ચાર્લ્સ બેસ્ટ. આ આ બંનેને ઇન્સ્યુલિનની શોધ માટે દવા શેત્રે નોબલ પ્રાઈઝ પણ એનાયત કરવામાં આવ્યો છે.

હવે જરા વિચારો… આ ઇન્સ્યુલિનની શોધ જ ના થઇ હોત તો..?? શરીરમાં વધતા જતા ગ્લુકોઝ કે શર્કરાના પ્રમાણને કઈ રીતે નિયંત્રિત કરી શકાત..? અને જો આ હોર્મોન્સને જ નિયંત્રિત ન કરી શકાય તો ડાયાબિટીસના રોગની સારવાર કઇ રીતે શક્ય બનત..? આમ કુત્રિમ ઇન્સ્યુલિનની શોધ અને ત્યારબાદ તબક્કાવારની સારવારની શોધખોળ ડાયાબિટીસના રોગને નાબૂદ કરવા માટે એક વરદાનરૂપ સાબિત થઈ છે.

Screenshot 2 66

ઈન્સ્યુલિન છે શું?કેવી રીતે કામ કરે છે?

ઇન્સ્યુલિન એક પ્રકારનો હોર્મોન છે જે આપણા સ્વાદુપિંડમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે અને લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા પર કામ કરે છે. સ્વાદુપિંડમાં ખોરાકમાં રહેલા સ્ટાર્ચ, ગ્લુકોઝનું આ ઇન્સ્યુલિનને કારણે જ થાય છે પરંતુ જો ઇન્સ્યુલિનનું નિર્માણ યોગ્ય રીતે  ન થાય અથવા તે તેનું કાર્ય યોગ્ય રીતે કરવામાં તે સક્ષમ નથી, તો શરીરમાં સરકાર આનું પ્રમાણ જળવાતું નથી.આથી ગ્લુકોઝ અને સરકારનું પ્રમાણ વધી જતાં મધુપ્રમેહને બીમારી લાગુ પડે છે.

ટૂંકમાં કહીએ તો ઇન્સ્યુલિન શરીરમાં ઉત્પન્ન થતો એક એવા પ્રકારનું પ્રવાહી છે જે શરીરમાં શર્કરાનું પ્રમાણ યોગ્ય સ્તરે જાળવે છે. કુદરતી રીતે ઉત્પન્ન થતું ઇન્સ્યુલિનમાં ખામી સર્જાય  એટલે બહારથી કુત્રિમ ઇન્સ્યુલિન આપવું પડે છે. લોહીમાં શર્કરાની માત્રાને અંકુશિત કરવા ઉપરાંત, ઇન્સ્યુલિન શરીરની અંદરની ચરબીને સંગ્રહ કરવાનું પણ કામ કરે છે. જેથી જરૂર પડે ત્યારે શરીર આ ચરબીનો ઉપયોગ કરી શકે. અને ચરબી શરીરને ઉર્જા પુરી પાડે છે. આમ,ઇન્સ્યુલિન શરીરના દરેક કોષમાં ઊર્જા પહોંચાડવાનું પણ કામ કરે છે. એટલે કે, દરેક કોષમાં મર્યાદિત માત્રામાં ગ્લુકોઝ પહોંચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.