Abtak Media Google News

ડાયાબિટીસની સારવાર માટે ના ઇન્સ્યુલિનના નવા વેરિયન્ટ થર્મોસ ટેબલનું વેધર પ્રુફ બંધારણ કોઈ પણ વાતાવરણમાં રહે તેવું અને દર્દીઓ મુસાફરીમાં પણ સાથે રાખી શકશે

ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક ઉપચાર અને ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે આવશ્યક એવા ઇન્સ્યુલિન ને ફ્રીઝ માં જ રાખવાની કડાકૂટમાંથી મુક્તિ આપતી વૈજ્ઞાનિકોની શોધ એસિડન આધારિત ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે,

Advertisement

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી આઈ આઈ સી ટી હૈદરાબાદ ના અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ બાયોલોજી આઈસીડી ના બે વિજ્ઞાનિકોએ ઇન્સ્યુલિન ની નિશ્ચિત વાતાવરણમાં રાખવાની મર્યાદાઓનો અંત લાવી નવી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા ઈન્સ્યુલીન ના નવા થર્મોસટેબલ વેરિએન્ટની શોધ કરી છે.

અત્યાર સુધી ઇન્સ્યુલિન ને ફ્રીઝ માં રાખવાની પરંપરા છે બદલાતું જતું વાતાવરણનું તાપમાન ઇન્સ્યુલિનને માફક આવતું નથી પરંતુ હવે હૈદરાબાદના આ બે વૈજ્ઞાનિકોએ સામાન્ય વાતાવરણમાં રાખવાનો માર્ગ મોકલો કરી દીધો છે, આઈ આઈ સી બી ના વૈજ્ઞાનિકો ચેટરજી અને પાર્થ ચક્રવર્તીએ સાયન્સ જર્નલમાં આપેલી વિગતો મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી ના જ બી જગદીશ અને જે રેડી એ ઇન્સ્યુલિન ના પરમાણુઓ પર એક ખાસ પ્રક્રિયા દ્વારા ઇન્સ્યુલિનની નવી વેરાઈટી નુંનિર્માણ કર્યું છે, જે કોઈ પણ વાતાવરણમાં રાખી શકે રાખી શકાશે ૦૪ ડિગ્રી થી ૬૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ના વાતાવરણ માં હવે સાચવી શકાશે ,

વૈજ્ઞાનિકોની ચાર વર્ષની મહેનત બાદ ઇન્સ્યુલિનનું આનવું થર્મોસટેબલ વેરિયન્ટ ૧૨કલાક સુધી સામાન્ય તાપમાનમાં રાખી શકાશે દુનિયાભરના ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ નું નવું વેરિઅંટ મુસાફરીમાં પણ સાથે રાખી શકાશે ,ઇન્સ્યુલિન ને સાચવવા માટે અત્યારે ફ્રીજ જરૂરી છે, હવે ૧૨ કલાક સુધી સામાન્ય તાપમાનમાં ફેન્સી રાખી શકાશે તેનાથી મુસાફરો પણ તેમની સાથે રાખી શકશે ભારતીય વૈજ્ઞાનિકોની આ શોધ સમગ્ર દુનિયાના ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.