Abtak Media Google News

આજે વિશ્વ કિડની દિવસ

શરીરમાં  લોહીનું શુધ્ધિકરણ કરી કિડની  પેશાબ બનાવીને શરીરમાંથી બિન જરૂરી અને ઝેરી પદાર્થોને  દૂર કરે છે: તે શરીર માટે જરૂરી પ્રવાહી જાળવીને વધારાનું પ્રવાહી જ  બહાર મોકલે છે: વૈશ્વિક સ્તરે દર 10માંથી એક વ્યકિત અમુક અંશે તે કિડની રોગનો શિકાર

લોહીમાં ના રકતકણોના ઉત્પાદનના નિયમન માટે આવશ્યક પદાર્થ એરીથ્રોયોએટીન કિડનીમાં બને છે: દર મિનિટે 1200 મિ.લી. લોહી શુધ્ધ કરીને   હૃદયને સતત ધબકતું રાખે છે: કિડની 24 કલાકમાં 1700 લીટર લોહી શુધ્ધ કરે છે

માનવ શરીરનું સૌથી મહત્વનું અંગ એટલે કિડની પણ આપણે બહુ ઓછી તેના તરફ દરકાર કરીએ છીએ. દરેક મનુષ્યને બે કિડની હોય છે. અપવાદ રૂપને  જન્મથી જ તે એક પણ હોય છે. તે આપણા શરીરનું  સુપર કોમ્પ્યુટર છે.તેની સાવચેતી સાથે સંભાળ લેવી જરૂરી છે. આજે વિશ્વ કિડની દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વ ભરમાં તેની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે.

Advertisement

આ વર્ષની ઉજવણી થીમ બધા માટે કિડની આરોગ્ય અણધાર્યા માટે તૈયારી, નબળા લોકોને ટેકો આપવો છે. વિશ્વ ની વિનાશક ઘટનાઓ, કુદરતી અને માનવ સર્જીત, આંતરરાષ્ટ્રીય કે સ્થાનીક અને કિડનીના રોગોની જાગૃતિ માટે  ઉજવાય છે. તેનો આકાર કાજુ જેવો હોય છે.

કટોકટીની આપતિ વખતે, કિડની બીમારી ધરાવતા લોકોની સંભાળ માટે તે વસ્તી માટે વધુ સંવેદનશીલ છે. ઘણીવાર સમસ્યા આજીવન પણ હોય છે. દર વષે બીજી માર્ચે ઉજવાતી આ વૈશ્ર્વિક આરોગ્ય સંભાળ આ વર્ષે આજે 9મી માર્ચે ઉજવાય રહી છે. આના રોગથી પીડિત દર્દીઓની સંભાળ અને આરોગ્ય જાળવણીમાં જનસમુદાયની ભાગીદારીને શિક્ષીત કરવાની છે.

તમામ પ્રકારની ક્રોનિક ડિસીઝ ખાસ કરીને હાયપર ટેન્શન અને ડાયાબીટીસના દર્દીઓની તપાસ મહત્વની છે. કિડની ફેલ્યોર માટે શ્રેષ્ઠ વિકલ્પ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે. વિશ્વ ભરમાં દર 10માંથી એક વ્યકિત અમુક અંશે ક્રોનિક કિડની રોગથી પીડાય છે. કારણ કે તે કોઈપણ ઉંમરે વિકસીને જોખમીપરિબળોનો વેગ આપી શકે છે.વારસાગત રીતે દક્ષિણ એશિયાના ભૌગોલિક વિસ્તારોના લોકો એટલે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના લાકેો ખાસ કરીને ડાયાબીટીસ અને  હાયપર ટેન્શનના વધતા દર સાથે રોગ થવાનું વધારે જોખમ છે.
આપણા દેશમાં તેનો દર 10 લાખ લોકોમાં  800નો છે. આના રોગોનો સામનો માત્ર જાગૃતિ અભિયાન  દ્વારા થઈ શકે છે.

કિડનીના  રોગોથી બચવા શું કરવું ??

કિડનીના રોગોથી બચવા ફીટ રહો.બેઠાડુ જીવન ટાળો,સંતુલીત આહાર લો, બ્લડ સુગર લેવલ તપાસો, યોગ્ય પ્રમાણમાં પ્રવાહીપીવો, તમાકુના સેવનથી દૂર રહો, પગમાં સોજો, ભૂખ ન લાગવી તે કિડની ખરાબની નિશાની છે.

રાત્રે વધુ પડતો પેશાબ કે વારંવાર હિમોગ્લોબીન ઘટી જવું પર કિડનીના રોગોનું લક્ષણ ગણી શકાય છે. માણસ એક કિડની પરપણજીવન જીવી શકે છે.શરીરમાં બનતા ટોકિસનને બહાર લાવવાનું કાર્ય કરતી કિડની શરીરનો ફિલ્ટર પ્લાન્ટ છે. બીપી કે શુગરની સમસ્યા કિડની માટે ગંભીર ગણાય છે. યુરીન વખતે વધુફિણ પર ઈન્ફેકશનનો સંકેત છે. તેબોડીમાં લોહી બનાવવાનું કામ કરે છે.40 વર્ષ પછી તે બગડવાના ચાન્સ વધુ રહે છે. પેઈન કિલર્સનું વધુસેવન પણ કિડની બગાડે છે. આની બિમારીને   સાયલન્ય કિલર પણ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.