Abtak Media Google News

માનવામાં આવ છે કે બાળકની પહેલી સ્કુલએનું ઘર હોય છે. અને તેના માતાપિતાથી આગળ એના ટીચર હોય છે. જેમા બાળકને જીંદગીના અનેક  સારા ખરાબ અનુભવોનું જ્ઞાન આપે છે. માતા-પિતા બાળકને દરેક વસ્તુ શીખવા તેમજ દેખાડવા ઇચ્છતા હોય છે તેના ભવિષ્ય માટે ચિંતીત હોય છે પરંતુ સૌથી મોટી વાત બાળકને પૈસાનું મહત્વ શીખવાનું જરૂરી બની ગયુ છે.

– પોતાના બાળકને પૈસાનું મહત્વ શીખવાડવાની જવાબદારી મુખ્યત્વે માતાપિતાની હોય છે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે પોતાના બાળકને સરળ રીતે પૈસાની બચત અને તેનો ઉપયોગ કરતા ૪ રીતોથી શીખીશું…

(૧) પિગ્ગી બેંક :-

પિગ્ગી બેંક આપવાથી ,બાળક પોતાના પૈસાનું બચત સરળ રીતે કરી શકશે જેથી તેને એના પસંદનું માતાપિતાએ પિગ્ગી બેંક લઇ આપવું જોઇએ.

(૨) હિસાબનું ટોટલ :-

મહિને થતા હિસાબોનું લિસ્ટ અને બજેટ તેની સમક્ષ રજુ કરવુ અને હિસાબનું ટોટલ કરાવું જોઇએ.

(૩) બોર્ડ ગેમ :-

બાળકને એક એવી બોર્ડ ગેમ ખરીદી આપવી જેમા તે પૈસાનું સિદ્ધાંત સમજી શકે.

(૪) મની કપ્સ :-

જેમા ત્રણ કે ચાર કાગળના ટુકડા, માર્કર કે પ્લાસ્ટીક કપ તેમા થોડા સિક્કા ક્રમ અનુસાર રાખીને દરેક મુલ્યની માહિતી પુછો તેમજ સમજાવો.

– આમ બાળક પૈસાનું મહત્વ ,બચત અને તેની ઉપયોગીતા સમજી શકશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.