Abtak Media Google News

Table of Contents

એક ટકા ને બાદ કરતાં તમારા મગજની બધા પ્રકારની શક્તિનો વિકાસ 25 વર્ષ પછી થાય : જેમ જેમ સમય જાય તેમ મગજનું કદ નાનું થાય છે : તમારા શરીરના કુલ વજનના 2 ટકા વજન મગજનું હોય

ઓક્સિટોસિન નામનો હોર્મોન મગજમાં પ્રેમની લાગણી ઉત્પન્ન કરે છે : તમારું મગજ દુનિયાના શ્રેષ્ઠ કોમ્પ્યુટરથી પણ વધારે કાર્યક્ષમ હોય છે : શ્વાસ મારફતે લીધેલા કુલ ઓક્સિજનનો 20 ટકા ભાગ મગજ વાપરે છે : ઊંઘ લેતી વખતે પણ મગજનો મોટો ભાગ સક્રિય હોય

આપણા મગજમાં 15-33 અબજ ચેતાકોષો હોય, મગજ માણસનો મિત્ર અને દુશ્મન પણ, આજની 21મી સદીનો મહારોગ એટલે મગજનો થાક : આજના માણસનું મગજ વિકસિત છે , પણ તેના ઉપયોગનું કામ અવિકસિત જેવું : મગજ નું વજન ત્રણ પાઉન્ડ હોય, તે શરીરની વપરાતી કુલ ઉર્જાનો 20 ટકા ભાગ વાપરે છે

આગળના મગજને ફોરબ્રેઇન વચ્ચેના મગજને મીડ બ્રેઇન અને પાછળના મગજને હાઇન્ડ બ્રેઇન કહેવાય છે. આ ત્રણેય ભાગને ઓક્સીપીટલલોબ પેરાયેટલલોબ અને ફ્રન્ટલ લોબ કહેવાય છે. આપણે સામાન્ય રીતે ‘મારો મગજ ઠેકાણે નથી કે તુતો મગજ વગરનો છે’ એવું બોલતા હોઇએ છીએ. મગજ સ્થિર રહેતો જ આપણું જીવન સ્થિર રહે તે એટલી નગ્ન સત્ય વાત છે. શરીરમાં નાનુ મગજ અને મોટું મગજ એમ બે અંગો આવેલા છે. મગજ સાથે ચેતાતંત્રની વિવિધ દિશા સુચન ઘડીના છઠ્ઠાપળમાં અમલ થાય છે. ઝાડા-પેશાબના દબાણ કરવામાં પણ તેની ભૂમિકા અગત્યની છે. મગજ બરોબર કામ ન કરે તો બુધ્ધિમંદ પડેને તે અસ્થિર થાય તો મગજ અસ્થિર ગણાય છે. મગજ આપણાં શરીરનાં કોઇપણ અંગ કરતાં વધુ જટિલ છે.

એક માનવ મગજનો આચ્છાદાન આશરે 15 થી 33 અબજ ચેતા કોષો છે. માનવ શરીરનાં અસંખ્ય કાર્યોને કંટ્રોલ કરનારું આપણું મગજ અદ્ભૂત છે. ઇશ્ર્વરે આપેલા આ મગજના કાર્યોની વાત કરીએ તો અસંખ્ય પુસ્તકો ભરાય જાય, માનવને થતી બધી અસરો જેવા કે સ્પર્શ, સ્વાદ, દબાણ અને શરીરનું ઉષ્ણતામાન તેમજ ભાષા જાણવાનું કે શિખવાનું તેનાથી થાય છે. મગજમાં 60 ટકા ચરબી છે અને 86 ટકા પાણીનો સમાવેશ થાય છે.

આપણું મગજ શરીરના બીજા અંગોને કલાકના 270 કિ.મી. ઝડપે સંદેશા મોકલાવે છે. યુગોથી માનવ મસ્તિષ્કે લોકોને અચરજમાં રાખ્યા છે. આપણાં શરીરનું સૌથી જટિલ અંગ આપણું મગજ છે. જેને હજી પૂરેપુરૂં સમજી નથી શકાયું. વિશ્ર્વનાં ઘણા વૈજ્ઞાનિકોએ ડોક્ટરે મગજ કેમ કામ કરે છે તે સમજવામાં જિંદગી પુરી કરી નાખી. કુદરતની કરામતનો અદ્ભૂત નમૂનો છે. આપણું મગજ શરીરનું નિયંત્રણ ઊંઘ, સપના જોવા, યાદ રાખવું જેવી વિવિધ કામગીરી કેવી રીતે કરે છે તે એક રસપ્રદ બાબત છે.

આપણું મગજ માત્ર 10 વોટના લેમ્પ જેટલી જ શરીરની ઉર્જા વાપરે છે. તે શરીરના બીજા ભાગોને સંદેશા પહોંચાડે છે. તેની સંગ્રહ કરવાની શક્તિમાં પાંચ એન્સાઇક્લોપીડિયા જેટલી છે. તે લોહીમાં પ્રવેશતા ઓક્સિજનનો પાંચમો ભાગ જ વાપરે છે. મગજ દિવસ કરતાં રાત્રે વધારે સક્રિય રીતે કાર્ય કરે છે. વૈજ્ઞાનિકોના એક તારણ મુજબ તેનો આઇક્યુ કાઉન્ટ ઊંચો હોય તેને સપના વધારે આવે છે. તેનું વજન અંદાજે 1 કિલોને 360 ગ્રામ જેટલું હોય છે.

આપણાં મગજના વજન કરતાં આપણી ચામડીનું વજન વધારે છે: મગજમાં 100 અબજથી વધુ ન્યુરોન હોય છે: સૌથી મોટું મગજ હાથીનું હોય છે: નાના બાળકનું મગજ પ્રથમ વર્ષે જ ત્રણ ગણું વધી જાય છે મગજ એટલે 80 ટકા પાણી અને તેને ક્યારેય પીડા થતી નથી. ન્યુરોન મગજમાં પાંગરે છે જેની ગતિ એક સરખી હોતા નથી. આપણાં મગજના વજન કરતાં તો આપણી શરીરની ચામડીનું વજન વધારે હોય છે. મગજમાં 100 અબજથી વધુ ન્યુરોન હોય છે. સૌથી મોટુ મગજ હાથીનું હોય છે. શરીરના વજન પ્રમાણે માણસનું 2 ટકા અને હાથીનું 0.15 ટકા હોય છે. મગજની અંદર આવેલી રક્તવાહિનીઓની કુલ લંબાઇ 16 હજાર કિ.મી. હોય છે.

સૌથી અચરજની વાતએ છે કે નવજાત શિશુનું મગજ પહેલા વર્ષે જ ત્રણ ગણું વધી જાય છે. માણસ પુખ્ત થાય પછી તેના વૃધ્ધી અટકી જાય છે. માનસિક સક્રિયતા પ્રમાણે આખી જીંદગી નવા ન્યુરોન બનતા રહે છે. નાના બાળકોનો મગજનો વિકાસ કરવો હોય તો તેની સામે મોટેથી વાંચવું અને તેની સાથે વાત કરો. તમને જાણીને નવાઇ લાગશે કે આનંદ, સુખ, ભય, શરમ જેવી વિવિધ લાગણી જન્મ સાથે વિકસી જાય છે. પાંચ વર્ષની ઉંમરમાં જે બાળકો બે ભાષા શીખે છે તેના મગજમાં ફેરફાર જોવા મળે છે અને જેમ તે મોટો થાય તેમ મગજનો રંગ રખોડી રંગનો વધુ થાય છે.

આપણાં શરીરના ઓક્સિજન સાથે લોહી પણ મગજ વધારે વાપરે છે. ફરતા લોહીનો 20 ટકા ઉપયોગ એકલું મગજ જ કરે છે. જો તેને 8 કે 10 સેક્ધડ જ લોહી ન મળે તો માણસ બેભાન થઇ જાય છે. સુસ્તી લાગે ત્યારે બગાસું આવે જેનાથી મગજને વધારે ઓક્સિજન ન મળે અને તે જાગૃત સાથે સક્રિય થઇ જાય છે. એક માન્યતા એવી છે કે માણસ તેના મગજનો 10 ટકા જ ઉપયોગ કરે છે જે ખોટું છે, આજે વિકસતા વિજ્ઞાનમાં તેના દરેક કામ જાણી શકાયા છે. 4 થી 6 મિનિટ તે ઓક્સિજન વગર જીવી શકે છે, પણ થોડા વધુ સમય મગજને કાયમી નુકશાન પહોંચાડે છે.વધુ પડતું માનસિક દબાણ માનવી ઉપર આવતાં મગજના કોષો, તેની રચના અને કાર્યમાં ફેરફાર કરી નાંખે છે. 115.7 ડિગ્રી આકરા તાવમાં દર્દી જીવતો રહ્યાનો દાખલો નોંધાયો છે. ઓક્સિટોસિન નામનો હોર્મોન મગજમાં પ્રેમની લાગણી પેદા કરે છે.

બ્રેઇન પ્લાસ્ટિસિટી શું છે?

બ્રેઇન પ્લાસ્ટિસિટીનો અર્થ કોઇ વ્યક્તિએ પોતાના હાથ અકસ્માતમાં ગુમાવ્યા હોય અને તેને ચિત્રકામ કે પેઇન્ટિંગ કરવું હોય તો તે પગનો ઉપયોગ મગજની સુષુપ્ત શક્તિથી કરી શકે છે.  તારણમાં એવું જાણવા મળ્યું કે જે બાળકો કૃત્રિમ સ્વાદ અને પ્રીઝર્વેટિવ અને રંગ ઉમેરેલા આહારો વધુ ખાતા હતા તેના કરતાં આવો આહાર ન લેનાર બાળકોમાં આઇક્યું 14 ટકા વધારે જોવા મળ્યો હતો. બાળક સાથે જાતીય દૂરાચાર થવાથી તેમના મગજના વિકાસ પર અવળી અસર પડે છે. જે કાયમી રહે છે. ગર્ભમાં રહેલા બાળક સૌ પ્રથમ સ્પર્શેન્દ્રીયનો વિકાસ થાય છે. 8 વીકનો જીવ એના હોઠ અને ગાલનો સ્પર્શનો અનુભવ કરે છે. 12 વીકમાં તે જીવ  શરીર સ્પર્શને જાણી શકે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.