Abtak Media Google News

વિવિધ ક્ષેત્રમાં અનોખી સમાજસેવા કરનારા નવ સમાજસેવીઓને ‘પરમ એવોર્ડ’થી સન્માનીત કરવામાં આવ્યા: સૌરાષ્ટ્રની ૪૮ સંસ્થાઓને અનુદાન આપવામાં આવ્યું

સૌરાષ્ટ્રભરમાં ચાલતી જૈન શાળાઓમાં સેવા આપતા શિક્ષકોનું સન્માન કરવામા આવ્યું માનસીક ક્ષતિવાળા રખડતા રઝળતા લોકા માટે ‘સહારો’ મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો

રાષ્ટ્રસંત પૂ.ગૂ‚દેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબના ૪૮મા જન્મદિનના શુભ અવસરે સમગ્ર વિશ્વના માનવમા માનવતા પ્રગટ થાય તે હેતુથક્ષ આઠ દિવસીય માનવતા મહોત્સવ રાજકોટ મુકામે ઉજવાયો હતો. જેમાં તમામ મનુષ્યોમાં, અબાલ વૃધ્ધો, બીમાર, અબોલજીવો, અંધ અપંગ બાળકો, મુંગાપશુઓ વગેરે જેવા અનેક સેવાકીય કાર્યો પ્રત્યે અનુકંપના જગાડીને જનજન નામનામાં માનવતાની સરવાણીને પૂ. ગુરૂદેવે જાગૃત કરી હતી. માનવતા મહોત્સવએ પોતાની પાસે જેટલું છે તેમાંથી હસતા મુખે અન્યને મદદ કરવાની ભાવનાને જગાડવાનો અવસર છે.

સમાજના છેવાડાના મનુષ્ય માટે ચિંતિત એવાં પૂ. ગુરૂદેવે હાજર રહેલ મહિલા ભાવિકોને શાકભાજીવાળા પાસેથી મફતમાં એક પણ વસ્તુન લેવાનો સંકલ્પ કરાવ્યો હતો.પાયાના પરિવર્તનને જ સમાજનું પરિવર્તન માનનારા પૂ. ગુરૂદેવે આજના શુભદિને ‘સહારો’ નામના નવામિશનનો પ્રારંભ કરાવ્યો હતો.

જેના દ્વારા કુટુંબથી છૂટા પડી ગયેલા તરછોડાયેલા યાદશકતિ ગુમાવી બેઠેલા લોકોને શોધી અને તેમની સાર સંભાળ લઈ તેમને કુટુંબ સુધી પહોચાડવા અથવા જીવીનભર સેવા કરવાનો યુવા ગ્રુપનો ધ્યેય રહેશે.પાઈલોટ પ્રોજેકટ તરીકે શરૂ થયેલા આમિશનને પૂર્ણ સમય માટે પૂ. ગુરૂદેવની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું હતુ.2 4શ્રી તીર્થકર દેવોના મુખમાંથી પ્રગટ થયેલ અનો શ્રી ગણધર ભગવંતોએ સુત્ર રૂપે ગૂંથેલા વચનોને આગમ કહેવાય છે. અપૂર્વ શ્રુત આરાધિકા પૂજય શ્રી લીલમબાઈ મહાસતીજીની પ્રેરણાથી અને આશીર્વાદથી પૂ. ડો. શ્રી આરતીબાઈ તથા પૂ. શ્રી સુબોધિકાબાઈ મહાસતીજીના દસ વર્ષના અથાગ પ્રયત્નથી તથા રાષ્ટ્રસંત ગુરૂદેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આગમ ગ્રંથોની ચોથી આવૃત્તિ આજે પ્રકાશિત થઈ હતી જેનું પૂ. ગુરૂદેવની નિશ્રામાં આજે સૌરાષ્ટ્રના સકળ સંઘના હસ્તે વિમોચન થયું હતુ.

જૈન ધર્મના હજારો વર્ષના છૂટાછવાયા ઈતિહાસને આવરી લઈને રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત જૈનવિશ્વકોશ તૈયાર થયો છે. જૈન ધર્મના તમામ સંપ્રદાયો અને ફિરકાઓનો સમાવેશ કરતો સર્વગ્રાહી વિશ્વકોશ પદ્મ શ્રી ડો.કુમારપાળ દેસાઈ તથા ગુણવંતભાઈ બરવાડીયા અને અન્ય ૧૨૫ જેટલા ગુ‚ભગવંતો, સતીજીઓ, વિદ્વાનો અને દેશ વિદેશના અભ્યાસસુઓએ છેલ્લા ૫ વર્ષથી સખત પૂરુંષાર્થને અતે તૈયાર કર્યો છે. જેના ત્રીજા અને ચોથા ભાગનું વિમોચન પણ આજના શુભદિને સંકળસંઘના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતુ. ગુજરાત રત્ન પૂ.ગુરૂદેવ શ્રી સુશાંત મૂનિ મહારાજ સાહેબે આજના માનવતા મહોત્સવનો મંગલ ચરણથી પ્રારંભ કર્યો હતો.

બૃહદ રાજકોટ સ્થાનકવાસી સંઘ વતી ઈશ્વરભાઈ દોશીએ સમગ્ર દેશમાંથી પધારેલા જૈન સંઘોના પદાધિકારીઓ તથા પધારેલા તમામ ભાવિકોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતુ અને પૂ. ગુરૂદેવના જન્મ મહોત્સવના મહામંગલ પર્વ નિમિતે માનવતાના કાર્યો થાય તેવી ભાવનાભાવી હતી.

આજના સમગ્ર રાજકોટના સમસ્ત સ્થાનકવાસી સંઘના સ્વામી વાત્સલ્યનો લાભ મુંબઈના મુખ્યદાતા શ્રી કમલેશભાઈ ઠોસાણી મુંબઈથી પોતાના ૨૦૦૦ કાર્યકર્તાઓની સાથે લીધો હતો. જેમનું અભિવાદન અજયભાઈ શેઠ, જીતુભાઈ બેનાણી, સી.એમ. શેઠ તથા પ્રવિણભાઈ કોઠારીએ કર્યું હતુ.

લુક એન્ડ લર્નના બાળકોએ શ્રી ઉવસ્સગહરંસ્તોત્ર પર ભરતનાટમ આધારીત સુંદર મજાનું સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતુ.પૂ.ગુરૂદેવના શ્રી મુખેથી મહાપ્રભાવક શ્રી ઉવસ્સગહરંસ્ત્રોત્રની જપ સાધનાથી આ મંગલ પર્વનો પ્રારંભ થયો હતો. ભાવિકોએ અત્યંત ઉત્કૃષ્ટ ભાવથી જપ સાધનાનો પ્રારંભ કર્યો હતો.3 4ત્યારબાદ પૂ.ગુરૂદેવે માનવતા મહોત્સવનો અર્થ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને અને લાખોની સંખ્યામાં દેશ વિદેશથી નિહાળી રહેલા ભાવિકોને સમજાવતા તેમના હૃદયમાં અને જીવનમાં માનવતાની મહેક પ્રગટેતેવા આશીર્વાદ આપ્યા હતા.

સર્વેજનોના હૃદયમાં પ્રભુભકિત માનવતા ભકિત સાધના, પ્રેમ, શ્રધ્ધાનો દીપ પ્રગટે જે અન્યના જીવનમાં રહેલા દુ:ખો, વેદના વચ્ચે સુખ શાંતિનો દિપક પ્રજવલીત કરે તેવા આશીર્વચન આપ્યા હતા. પ્રભુએ આપેલા હાથનો ઉપયોગ કોઈને હેટ કરવા નહી પરંતુ હેલ્પ કરવા વપરાય તેવી પ્રેરણા આજના દિવસે ભાવિકોને કરી હતી.

દિવાસળીતો એજ છે પણ કોડીયામાં ઘી હોય તોઅજવાળુ સર્જાય અને કેરોસીન હોય તો ભડકો થાય. કોડિયામાંનું ઘી બની અને અન્યના જીવનમાં અજવાળા પાથરવાની પૂ. ગુરૂદેવે પ્રેરણા કરી હતી.

રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ સી.એમ. શેઠે પ્રાસંગીક ઉદબોધન કરી અને આજના દિવસે પૂ. ગુરૂદેવને આગામી ચાતુર્માસ માટે સમસ્ત સંઘ વતી વિનંતી કરી હતી. તેમજ પ્રસંગોચીતભાવ સભર ઉદબોધન પ્રવિણભાઈ કોઠારીએ કર્યું હતુ.

સમસ્ત દેશમાં જેમણે માનવતાની જયોત પ્રગટાવી છે અને સ્વને બદલે સર્વ માટે કંઈક વિચાર્યું છે તેવા પૂણ્ય શાળી આત્માઓ ને બિરદાવવા તેમજ માનવતા મહોત્સવના સમર્પણ દિને અન્યને પ્રેરણા મળે તે હેતુથી પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં પર એવોર્ડ આપવામાં આવે છે.

પરમ એવોર્ડ પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી આત્માઓમાં, પરસેવાનો પૈસોભેગોકરી અને પર સેવા કાજે વાપરનારા સવજીભાઈ ધોળકીંયા, માનવતાના ક્ષેથિ અનેક પ્રકલ્પો ઉભા કરનાર રાજકોટના મુકેશભાઈ શેઠ, શેઠ બિલ્ડર્સ, શેલ્બી હોસ્પિટલના ડો. વિક્રમભાઈ શેઠ, લીલાવંતી હોસ્પિટલના ડો. રેખાબેન શેઠ, લુક એન્ડ લર્નના વિદ્યાર્થી તરીકે પ્રેરણાલઈ અને લાખો બળકોને ફટાકડા ફોડતા અટકાવીને અહિંસાનો સંદેશ આપનાર ચેન્નાઈના યુવાન જય અસવાણી સિંધી, જૈન ધર્મનો સમગ્ર વિશ્વમાં ફેલાવો કરવા માટે સોહમ ચેનલ શરૂ કરનાર જસ્મીનભાઈ પૂ. ગુરૂદેવ પ્રેરિત માનવતાના કાર્યો માટે કરોડ રૂપીયાની દાન અનુમોદના કરનાર ચેન્નાઈના ગૂ‚ભકત હિતેનભાઈ કામદાર,લંડનમાં ઉમદા સેવા કાર્યો કરનારા ડો.નટુભાઈ શાહ તથા આદિવાસીઓ માટે ખાસ રાહત આપી અને સેવાના પ્રકલ્પો ખોલનાર ઝારખંડના રાજયસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીને વિવિધ આગેવાનો દ્વારા શાલ ઓઢાડી, પાઘડી પહેરાવીને અને પૂ. ગુરૂદેવના આર્શીવચન સાથે શ્રી યંત્ર ની ભેટ આપવામાં આવી હતી.

પૂ. ગુરૂદેવના અનન્ય ભકતો દ્વારા પૂ. શ્રીના જન્મદિન નિમિતે ગુરૂદેવ શ્રીનામના પરમ ગુરૂમહાગ્રંથને પૂ.ગુરૂદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. પૂ. ગુરૂદેવે ચાર ચરણમાં મહાપ્રભાવક શ્રી ઉવસ્સગહરં મહામંત્રના જાપ કરાવ્યા હતા. અને ભાવિકો શ્રધ્ધાભકિતથી તરબતર થઈ અને ભકિતભાવમાં તલ્લીન થઈ ગયા હતા.4 2અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના હસ્તે પરમ એવોર્ડ અપાયો

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજના ૪૮મા જન્મદિને રાજકોટના અમીન માર્ગ પર બનાવવામાં આવેલા ડુંગર ધામ ખાતે ‘માનવતા મહોત્સવનું’આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવાના વિવિધ ક્ષેત્રે આગવુ પ્રદાન કરનારા નવા સમાજ સેવીઓને ‘પરમ’ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

જેમાં રાજકોટના જાણીતા બીલ્ડર અને નિષ્કામ સમાજ સેવી શેઠ બિલ્ડર્સવાળા મુકેશભાઇ શેઠનું ‘અબતક’ ના મેનેજીંગ તંત્રી સતીષકુકમાર મહેતા, ચંદ્રકાન્તભાઇ શેઠ,પ્રવિણભાઇ પારેખ વગેરે જૈન આગેવાનોના હસ્તે ‘પરમ એવોડ’આપવામાં આવ્યો હતો.

જૈન ધર્મના એન્સાયકલોપીડિયા સમાન જૈન વિશ્વકોશનાં ૩૫ વોલ્યુમનું વિમોચન

રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન તથા પદ્મશ્રી ડો.કુમારપાળભાઈ દેસાઈ અને ગુણવંતભાઈ બરવાળિયાની મહેનતથી તૈયાર થયેલ જૈન વિશ્વકોશની શરૂઆત સાત વર્ષ પહેલા નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણામાં રહેલી એમની જિન શાસન પ્રત્યેની ભકિત, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, જ્ઞાન પ્રત્યેનો અહોભાવ અને સમાજ ઉત્કર્ષ માટેના ઉત્કૃષ્ટ ભાવોને નિહાળી પદ્મશ્રી ડો.કુમારપાળભાઈ દેસાઈ અને ગુણવંતભાઈ બરવાળિયાએ આ જવાબદારી સ્વીકારી અને ભગીરથ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો હતો. પ્રેરણા અને પુરુષાર્થના સમન્વયથી ઐતિહાસિક ૩૯૨ પાનાનો એક સુંદર ગ્રંથ તૈયાર થયો જેમાં ૨૨૨ રંગીન ચિત્રો, ૪૬૨ જૈન ધર્મના જુદા જુદા લેખો અને ૯૫ વિષયોને ટકાવારી પ્રમાણે આવરી લેવામાં આવ્યા છે.5 2 આ ઉપરાંત જૈન કલા, જૈન ક્રિયાઓ, જૈન વ્રત અને તપ, જૈન શાસ્ત્રકારો, ગ્રંથો, સંશોધન, સંસ્થાઓ, જૈન સિઘ્ધાંતો, તીર્થકરો, શ્રેષ્ઠીવર્યો, સ્વાતંત્ર સેનાનીઓ, ગણધરો, ઉતમ શ્રાવકો અને શ્રાવિકાઓ, પ્રતિકો, જ્ઞાન ભંડારો, જૈન ભૂગોળ, જૈન ગણિત, જૈન જયોતિષ, જૈન ધર્મ અને સમાજ શાસ્ત્ર, જૈન ધર્મ અને માનસશાસ્ત્ર, જૈન ધર્મ અને પર્યાવરણ, જૈન ભાષા સાહિત્ય – જૈન પંડિતો, જૈન વીરપુરુષો, જૈન રાજવીઓ, તીર્થસ્થળો, સામાયિકો, સંપ્રદાયો, ગચ્છો, પત્રકારો, જૈન ખગોળ, જૈન ધર્મ અને શાકાહાર જેવા આશરે ૭૦ જેટલા જુદા જુદા પેટા વિષયો અને ભિન્ન ભિન્ન પાસાઓ વિશે લેખન કરવામાં આવ્યું છે.

જૈન ધર્મના જેટલા પણ પ્રાકૃત શબ્દો છે એનો અંગ્રેજી અને ગુજરાતી ભાવાર્થ, ગૂઢાર્થ, રહસ્યોને આવરિત કરતાં આ વિશ્વકોશના ખંડ ૧ અને ૨નું વિમોચન ગત વર્ષોમાં કરવામાં આવ્યું હતું. ૧૦૦ કરતા વધારે વિદ્ધાનો રાત-દિવસ એક કરીને ભગવાન મહાવીરના શાસનને ચિરંજીવ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે.

જૈન વિશ્વકોશના ખંડ ૩ અને ૪ના વિમોચનનું આયોજન માનવતા મહોત્સવના અવસરે કરવામાં આવતા ધર્મપ્રેમી શ્રાવકો, સંઘનો ઉત્સાહ અનેકગણો થઈ ગયો છે. સાડા બાર વરસની ઘોર તપશ્ચયા પછી પ્રભુ મહાવીરને પ્રગટ થયેલા કેવળ જ્ઞાન પછી તેમણે આપેલા ઉપદેશગ્રંથ આગમ‚પે ઓળખાય છે.

૧૦ વરસની ૨૭ સાઘ્વીજીઓની જહેમત પછી પ્રાકૃત ભાષાના આગમ ગ્રંથોનું ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રગટ કરવામાં આવનારા ૩૫ વોલ્યુમમાં ભગવાન મહાવીરના તત્વજ્ઞાન, વૈરાગ્ય, બગોળ-ભુગોળ, આત્મબાવ ઉપર બોધ આપવામાં આવેલ છે.

રાષ્ટ્રસંત પૂજયશ્રીની ભાવનાથી આવા ૫૦થી વધુ ગ્રંથો ટુંક સમયમાં જ તૈયાર થશે અને એમાં જૈન ધર્મ અને તત્વજ્ઞાનના સુક્ષમમાં સુક્ષમ અને તલસ્પર્શી અંશો આવરી લેવાયા હશે. પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબની આ પ્રેરણાને દેરાવાસી, દીગમ્બર, તેરાપંથી આદિ સર્વ સંપ્રદાયના આચાર્યો, ગુરુ ભગવંતો અને સંત-સતીજીઓની અનુમોદના અને અનુદાન પ્રાપ્ત થયા હતા.

જૈન વિશ્વકોશનું વિમોચન માત્ર પરમધામમાં જ નહીં પણ વિવિધ ક્ષેત્રના ૨૫ ઉપાશ્રયો, દેરાસરો, દીગમ્બર મંદિર અને તેરાપંથ ભવનોમાં થયું હતું. સહુએ આ ગ્રંથને આવકાર્યો હતો અને સત્કાર્યો હતો. રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આ ગ્રંથની અનુમોદના કરનાર સર્વ આચાર્ય, ગુરુ ભગવંતો આદિને ભાવ વંદના કરી ઉપકાર ભાવ વ્યકત કર્યો હતો તથા ગ્રંથના સર્જનમાં સહાયક સર્વ દેશ-વિદેશના જ્ઞાની વિદ્ધાનો, સંત-સતીજીઓ, ઉદાર દિલા દાતાઓ આદિની સદભાવનાની પ્રશસ્તિ કરી હતી.

પૂ.નમ્રમુનિ દ્વારા ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના સંત-સતીજીઓના આગામી ચાતુર્માસ જાહેર કર્યા

રાજકોટના રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે, ડુંગર દરબારના પ્રાંગણે ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવમ્ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે માનવતા મહોત્સવના અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને ઉપસ્થિત રહેનારા ૬૦ સંઘોએ ભાવભરી વિનંતી કરતા તેમાંથી ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરીવારના સંત-સતીજીઓના ૨૦૧૯ના આગામી ચાતુર્માસની રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ઉદઘોષણા કરતા લાભાર્થી ભાગ્યશાળી સંઘો દ્વારા સર્વત્ર જય-જયકાર છવાઈ ગયો હતો.

ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ ઠાણા-૧ શ્રી મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ, રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ઠાણા-૫ શ્રી પારસધામ-કોલકતા, પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી, પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજી શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-રાજકોટ, પૂજય શ્રી ત‚લતાબાઈ મહાસતીજી, પૂજય શ્રી જશુબાઈ મહાસતીજી, શ્રી બોરિવલી સ્થાનકવાસી જૈન સંઘ, મુંબઈ, પૂજય શ્રી ભદ્રાબાઈ મહાસતીજી, શ્રી બેંક કોલોની સ્થાનકવાસી જૈન સંઘ, જામનગર, પૂજય શ્રી સરલાબાઈ મહાસતીજી, શ્રી વડિયા સ્થાનકવાસી જૈન સંઘ અને પૂજય શ્રી વીરમતિબાઈ મહાસતીજી, શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ કરે છે.

જયારે પૂજયશ્રી મિનળબાઈ મહાસતીજી શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન સ્થાનકવાસી જૈન સંઘ, પૂજય શ્રી મનિષાબાઈ મહાસતીજી શ્રી ધારી સ્થાનકવાસી જૈન સંઘ, પૂજય શ્રી હસ્મિતાબાઈ મહાસતીજી શ્રી સાવરકુંડલા સ્થાનકવાસી જૈન સંઘ, પૂજય શ્રી કિરણબાઈ મહાસતીજી શ્રી યોગીનગર સ્થાનકવાસી જૈન સંઘ, પૂજય શ્રી ‚પાબાઈ મહાસતીજી શ્રી વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘ, પૂજય શ્રી પૂર્વીબાઈ મહાસતીજી શ્રી મીરા રોડ સ્થાનકવાસી જૈન સંઘ, પૂજય શ્રી પુનિતાબાઈ મહાસતીજી શ્રી કોલકતા સ્થાનકવાસી જૈન સંઘ, નવદીક્ષિત મહાસતીજીઓ, શ્રી કોલકતા સ્થાનકવાસી જૈન સંઘ આદિ સંત-સતીજીઓના ચાતુર્માસ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના આગાર સાથે સર્વ ઉપકારી ગુરુદેવોના ભાવ સ્મરણ સાથે સર્વ ક્ષેત્રના ભાવિકોમાં ધર્મની અભિવૃદ્ધિ થાય તેવા આશિર્વાદની યાચના અને ભાવિકોના હર્ષોલ્લાસથી જય-જય કારના ગુંજતા નાદ સાથે જાહેર થયા હતા.

ચાતુર્માસની ઉદઘોષણા સાથે દરેક સંઘના અગ્રણીઓએ પોતાના સંઘમાં પધારનાર સર્વ સંત-સતીજીઓની સંપૂર્ણ સેવા અને વૈયાવચ્ય ભકિતભાવ પૂર્વક કરવાની શપથવિધિ કરી હતી. શપથ ગ્રહણ કર્યા બાદ શપથપત્રને સંઘમાં અગ્રણીઓએ અહોભાવપૂર્વક રાષ્ટ્રસંત પૂજયશ્રીના કરકમલમાં અર્પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.