Abtak Media Google News

૪૦૦ વર્ષ જુના હમિરસર તળાવ પર રસ્તાના નિર્માણથીપાણી વિસ્તારમાં ઘટ અને ઈકો સિસ્ટમ ખોરાવવાનો ભય; હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ

ઐતિહાસીક ધરોહરો અને પ્રાચીન સાંસ્કૃતિક વારસોએ ભારત દેશની આગવી ઓળખ છે. પરંતુ આજના સમયે આ ‘આગવી ઓળખ’ તરફ પૂરતુ ધ્યાન ન દોરાતા ઐતિહાસીક ધરોહરો, ઈમારતો લુપ્ત થઈ રહી છે. ગુજરાતમાં કચ્છ જીલ્લાનાં ભૂજમાં આવેલા ૪૦૦ વર્ષ જૂના હમિરસર તળાવની પણ કંઈક આવી જ હાલત છે. જેને લઈ હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે.

ભુજના અધિકારીઓએ હમીરસર તળાવ પર રસ્તો અને વ્યુ પોઈન્ટસ બાંધવાનું નકકી કર્યું હતુ. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. જેમાંથી એક શ્રીરાજ ગોહિલ નામના વ્યકિતએ અધિકારીઓનાં આ પ્રપોઝલ વિ‚ધ્ધ હાઈકોર્ટમાં પડકાર ફેંકયો હતો.

શ્રી રાજ ગોહિલની પીઆઈએલનાં આધારે હાઈકોર્ટે સરકારને નોટીસ ફટકારી છે. તેમનું કહેવું છે કે જો ભુજમાં હમીરસર તળાવ ઉપર પાથવે બનશે તો તેના પાણીના વિસ્તારમાં ઘટાડો થશે જેનાથક્ષ પર્યાવરણનું અધ:પતન થશે અને ઈકો-સીસ્ટમ ખોરવાશે.હમીરસર તળાવ પર પાથવેના નિર્માણ ન કરવા અને ઉચ્ચ અધિકારીઓનાં આ માટેના પ્રપોઝલને અટકાવવા સ્થાનિક લોકોએ હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી હતી.

પર્યાવરણને પણ નુકશાન તરફ ખાસ ધ્યાન દોરી હાઈકોર્ટે સરકાર અને નામદાર અધિકારીઓને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે. અરજી કરનારે હાઈકોર્ટમાં જણાવ્યું હતુ કે, હમીરસર તળાવનું બ્યુટીફીકેશન એ રીતે થાય કે જેથી પર્યાવરણને નુકશાન ન પહોચે અને પાણીના વિસ્તારમાં ઘટાડો ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.