Abtak Media Google News

પાલિતાણા, ગિરનાર, ઇડર, સોનગઢ તેમજ અન્ય જૈન સ્થાનકોનો વિકાસ કરાશે

‘જૈન ટુરીઝમ’ ઊભુ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની નેમ છે. તેના માટે સરકારે ૭ કરોડનું બજેટ ફાળવ્યું છે.અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બિહારમાં મહત્વના જૈન ધાર્મિક સ્થળો છે. ગુજરાત ભારતનું પ્રથમ જૈન ટુરીસ્ટ સરકીટ બનશે.

ટુરીઝમ ડીપાર્ટમેન્ટના સીનીયર ઓફીસરે જણાવ્યું કે, અહીં પાલિતાણા, ગીરનાર, નલીયા, કાઠારા,, ઇડર, તારાંગા, સોનગઢ, અમદાવાદ તથા અન્ય સ્થળો જૈન ધર્મ સ્થાનકો છે. આ તમામ સ્થાનકોએ એક તાતણે સાકળીને જૈન ટુરીઝમ ઊભુ કરાશે. આ સિવાય ઇન્ટરનેશનલ  જૈન સેન્ટર પણ ઊભું કરાશે.

Palitana Jain Templeઘણાં જૈનો જયાં ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ થયો હતો તે સ્થળના દર્શન કરવા માટે બિહાર જાય છે.ગુજરાતમાંથી પણ ઘણાં જૈન શ્રાવકો વૈશાલી (પટના નજીક) જાય છે. આથી ઘર આંગણે જૈન ટુરીઝમઊભું કરવા સહયોગ લેવામાં આવશે.

માત્ર ‘ જૈન ટુરીઝમ’જ નહી બલ્કે ગુજરાત સરકાર તો બુઘ્ઘિસ્ટ ટુરીસ્ટ સરકીટનો વિકાસ કરવા માટે પણ વિચારણા કરી રહી છે. આથી બુઘ્ધમ શરણમ ગચ્છામિ નો મંત્ર ગુંજશે. સરકારનું આ આવકારદાયક પગલું છે.

જૈન ટુરીઝમ ઊભું કરવાની નેમ સાકાર થાય એટલે દેશ-દુનિયાભરમાંથી જૈન શ્રાવકો ધાર્મિક સ્થાનકોની મુલાકાત લઇને તેને પાવન કરવા ઊમટી પડશે. હવે તો બૌઘ્ધ ધર્મીઓ પણ ઊમટી પડશે કેમ કે સરકારની એમાં પણ નેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.