Abtak Media Google News

ઇમેજીન,ઇવેન્ટ,ઈન્સ્પાયર

અદ્યતન ટેકોનોલોજી સાથે વિજ્ઞાન અને ગણિતનું પ્રદર્શન : ૧૫૦થી વધુ પ્રોજેકટ મોડેલો રજુ કરાશે

સેલ્ફી કોર્નર, રાયફલ શુટીંગ, પુસ્તક પ્રદર્શન, મેડિકલ લેબ, રોબોટીકસ લેબ સહિતના આયોજનો આકર્ષણ જમાવશે

વિજ્ઞાન, ટેકનોલોજી અને ગણીતના ૧૫૦થી વધુ મોડેલોની પ્રસ્તુતી કલ્પનાનું નવસર્જન

૨૧મી સદી એ ટેકનોલોજીની સદી છે માટે આજની યુવા પેઢી સંશોધન ક્ષેત્રે ઉંચા આશને બેશે તે માટે ભરાડ વિશ્વ વિદ્યાપીઠ ત્રંબા મુકામે વિદ્યાર્થીઓને પ્રેકટીકલ ફિલ્ડનું નોલેજ મળે તેવા હેતુથી આઈ-૩ સાયન્સ ફેર-૨૦૧૯ ટેકનોલોજી, વિજ્ઞાન અને ગણીત પ્રદર્શનનું આયોજન તા.૨૪, ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ થી ૫ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. જેને લઈ આયોજકોએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલનું ભવિષ્ય ટેકનોલોજી છે તેને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય તેવા હેતુથી વિવિધ ૧૫૦થી વધુ પ્રોજેકટો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન જોવા માટે ભરાડ વિશ્વ વિદ્યાપીઠ ત્રંબા ખાતે પહોંચવા ભરાડ સ્કૂલ ઈન્દ્રપ્રસ્થનગર રાજકોટ ખાતેથી દર કલાકે બસની સુવિધા ગોઠવવામાં આવી છે. જેવી રીતે ૨૦૧૯માં આપણે અમુક લોકો પાસે વાયરલેસ વાયફાય ચાર્જર વિશે સાંભળતા આવ્યા છીએ ત્યારે ૧૦ વર્ષ પહેલા આ પ્રકારની ટેકનોલોજીની કલ્પના પણ કોઈએ નહોતી કરી ત્યારે ૨૦૨૯માં ભારતનું ભવિષ્ય કેવુ રહેશે તેને લઈ વિવિધ પ્રકારના પ્રોજેકટો રજૂ કરવામાં આવ્યા છે જે એક વર્ષ સુધી એવાને એવા જ રહેશે.શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ સંસ્થાના સંચાલકો તેમજ વ્યવસાયિક ભાઈઓને ખાસ વિશિષ્ટ રીતે તૈયાર કરેલ પ્રદર્શન નિહાળવા આમંત્રણ આપવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં વિજ્ઞાન, ટેકનોલોજીના વિશિષ્ટ મોડેલ ઉપરાંત આર્ટ અને ક્રાફટના સુંદરતમ્ નમૂના, ફૂડઝોન, સેલ્ફી તેમજ ટેટુ કોર્નર, રાઈફલ શુટિંગ, પુસ્તક પ્રદર્શન, રોબોટિકસ લેબ, મિકેનિકલ લેબ ઉપરાંત ટિંકરિંગ સ્ટુડિયો, મોર્ડન સાયન્સના મોડેલો, અદ્યતન ગણીતની રમતો સાથેની લેબ સાથે અનેકવિધ મોડેલ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ઈમેજીન ઈવેન્ટ અને ઈન્સ્પાયરના કોન્સેપ્ટ ઉપરથી તૈયાર થયેલ કલ્પનાના નવસર્જન પ્રદર્શન વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ માટે અકલ્પનીય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.