બ્રહ્માકુમારી આયોજિત અલવિદા તનાવ કાર્યક્રમના ચોથા અને પાંચમા દિવસે “ગહન ઈશ્વરીય અનુભૂતિ આનંદ ઉત્સવ” “સુખી જીવનનું રહસ્ય પરિવર્તન ઉત્સવ” મનાવતા રાજકોટવાસીઓ
પરમાત્માનો પરિચય મેળવનાર તમામ ભાઈ બહેનો અત્યંત ભાગ્યવાન
બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત અલવિદા તનાવ કાર્યક્રમના ચોથા દિવસે ગહન ઈશ્વરીય અનુભૂતિ આનંદ ઉત્સવ મનાવ્યો હતો.”આજની ઘડી રળિયામણી” ની ઉગતી જાણે આવનાર ભાઈ બહેનોએ અનુભવી હતી તેવા દ્રશ્યો સર્જાયા હતા. પ્રવેશતા ની સાથે બીકે ભાઈ બહેનોએ આવનાર દરેકનું તિલક, વરદાન, સ્મિત અને આત્મિક દ્રષ્ટિભાવ રાખીને સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ બ્રહ્માકુમારી પૂનમબેને શિબિરની ચોથા દિવસની શરૂઆત કરી હતી. અને પ્રારંભમાં જ ઈશ્વર કોણ છે તેનું પરિચય આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે આ છ ગુણો હોય તેને પરમાત્મા કહેવાય જેમાં પ્રથમ અજનમાં, 2 સર્વોચ્ચ,,3 રીયલ, 4 દાતા,5 સાગર, અને 6 સર્વ માન્ય પર વિસ્તારથી સમજાવ્યું હતું. ત્યારબાદ પ્રત્યેક ધર્મની પ્રાર્થના અને તેના ધર્મ પિતા વિશે સમજાવ્યું હતું.
તેમણે પરમાત્માનો પરિચય આપતા વધુમાં જણાવ્યું હતું કે જેને પ્રત્યેક ધર્મની આત્મા સ્વીકારે તેને પરમાત્મા કહેવાય અને આ વાતને તેઓએ વિસ્તારથી દ્રષ્ટાંત આપીને સમજાવી ત્યારે ઉપસ્થિત પ્રત્યેક લોકો પરમાત્મા અનુભૂતિ અને લાગણીમાં લીન બની ગયા હતા.અને અંતમાં બીકે પૂનમ બેને રિસર્ચ ની વાત કરી હતી તેમજ કેટલાક ઉદાહરણો આપીને પરમાત્મા ના હાથ અને સાથની પ્રતિદિન કેવી રીતે અનુભૂતિ કરવી તેને પ્રેક્ટીકલી સમજાવીને સૌને કોમેન્ટ્રી દ્વારા મેડીટેશનની ગહન અનુભૂતિ કરાવી હતી. ત્યારે ઉપસ્થિત સર્વે પર ભગવાન મળવાની ધન્યતાનો અનુભવ કરાવતા તેમજ રાસની રમઝટમાં રાજકોટવાસીઓને તરબોળ કર્યા હતા. ઉપસ્થિત પ્રત્યેક લોકોએ ખુશી અને શાંતિનો અનુભવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નવ દિવસના અલવિદા તનાવ કાર્યક્રમમાં 12 ફેબ્રુઆરીએ પાંચમા દિવસે “સુખી જીવનનું રહસ્ય પરિવર્તન ઉત્સવ”પર પ્રવચન માં આધ્યાત્મિક જ્ઞાન શીખીને શું ફાયદો થાય તેમજ દિવસની એક કલાક એટલે કે અત્યારના જીવન પ્રમાણે એક કલાક ધ્યાન કરી અને શિવ બાબા પરમાત્મા સાથે આપણી જાતને છોડીને આધ્યાત્મિક શક્તિ થી આપણી જાતને સકારાત્મક શક્તિ થી કરી શકીએ છીએ એક કલાકનો સમય ન મળે તો 45 મિનિટ તો દિવસ દરમિયાન આપણી જાત માટે કાઢવો જોઈએ તેવું રાજકોટ વાસીઓ પાસેથી પૂનમ દીદી એ વચન લીધું હતું અને નવી દિશાએ મળવા માટે માર્ગ ચીંધ્યો હતો કરવા માટેના વિવિધ ઉદાહરણ આપી અને સમજાવવામાં આવ્યું હતું શિવ બાબા જ્ઞાન નું ગુજરાતમાં બે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો જેમાં આત્માનો દીવો કરી અને પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ ધર્મના જુદા જુદા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ અંતમાં દસ મિનિટ મેડીટેશન કરાવવામાં આવ્યું હતું
પુનમદીદીને સાંભળ્યા બાદ ખુબ આનંદની અનુભૂતિ થાય છે: ભાવનાબેન જોષીપુરા
અલવિદા તનાવ કાર્યક્રમમાં પાંચમાં દિવસે ઉપસ્થિત ભાવનાબેન જોષીપુરાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહિં પુનમદીદીને સાંભળ્યા બાદ ખરેખર ખૂબ જ આનંદની અનુભુતિ થાય છે અને મનને શાંતિ મળે છે. અહિં એક આધ્યાત્મીક વાતાવરણમાં ખૂબ જ સારૂં જ લાગી રહ્યું છે.
જેથી હજુ ઘણા દિવસ બાકી રહ્યા છે તો તમામ લોકોએ અહિં આવી આ કાર્યક્રમનો લાભ લેવો જોઇએ અને પોતાના મનમાં જે તનાવ છે તેને અલવિદા કહેવું જોઇએ.
સુખી જીવનનું રહસ્ય જાણવા મળ્યું યુસુફભાઇ (જોહરકાર્ડ)
અલવિદા તનાવ કાર્યક્રમમાં ઉપસ્થિત યુસુફભાઇએ જણાવ્યું કે આજનો આ કાર્યક્રમ માણ્યો અને ખુબ જ આનંદનો અનુભવ થયો અહિં આવીને અમને સુખી જીવનનું રહસ્ય શું છે એ જાણવા મળ્યું. લોકો હમેંશા સુખી જીવનનો માર્ગ શોધતા હોય છે. પરંતુ સાચુ સુખી જીવનનું રહસ્ય શું છે એ અહિં અમને જાણવા મળ્યું. લોકોએ આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવો જોઇએ.
ભટકેલા જીવનને રાહ મળે છે ડો.રશ્મિભાઇ ઉપાધ્યાય
અલવિદા તનાવ કાર્યક્રમમાં પાંચમાં દિવસે ઉપસ્થિત ડો.રશ્મિભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભટકેલા જીવનની રાહ મળે છે. પુનમદીદી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે. તે જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. હજુ જે લોકો નથી આવ્યા અહિં તે તમામ લોકોને અપીલ કરૂં છું કે આ કાર્યક્રમમાં જરૂરથી જરૂર જોડાઇ અને પોતાના જીવનના તણાવ દુર કરે.
તનાવભર્યા વાતાવરણમાંથી ખુશી ભર્યા જીવનનો માર્ગ: સ્વસ્તિક દીદી (હરિધામ સોખડા)
અલવિદા તનાવ કાર્યક્રમમાં પાંચમા દિવસે ઉ5સ્થિત રહેલા. સ્વસ્તિક દીદીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અત્યારના કળિયુગના તનાવવાળા વાતાવરણમાંથી કંઇ રીતે નીકળવું તે અહિં આવીને સમજાય છે. અહિં આવીને મનને ખુબ શાંતિ મળે છે. લોકોએ ખરેખર આ કાર્યક્રમનો લાભ લેવો જોઇએ અને તનાવભર્યા વાતાવરણમાંથી ખુશી ભર્યું જીવન જીવવું જોઇએ.