Abtak Media Google News

મઘ્યપ્રદેશના તમામ જીલ્લાઓમાં ગૌમાતાને સાચવવા આશ્રય સ્થાનો બનાવવાની કલમનાથે ઇચ્છા વ્યકત કરી

કોંગ્રેસ મુસ્લિમોની પાટી હોવાની વ્યાપક બનેલી લોક માન્યતાના કારણે હિન્દુ મતદારો ધીમે ધીમે કોંગ્રેસથી વિમુખ થવા લાગ્યા હતા. જેનો લાભ લઇને ભાજપે હિન્દુઓની પાર્ટી બનીને દેશભરમાં એક પછી એક સત્તા હાંસલ કરવા લાગી હતી. જેથી, સફાળા જાગેલા કોંગ્રેસી હાઇકમાન્ડએ પાર્ટીની ઇમેજ સુધારવા નરમ હિન્દુ તરફ ઢળવાનો પ્રયાસ કર્યો હતો. જેના ભાગરુપે રાહુલ ગાંધી ચુંટણી પ્રચાર દરમ્યાન એક પછી એક હિન્દુ મંદીરોમાં જઇ પુજન અર્ચના કરવા લાગ્યા હતા. કોંગ્રેસના આ પ્રયત્નોને સફળતા મળતા હવે હિન્દુઓની લાગણીનો મુદ્દો એવા ‘ગૌ માતા’નો મુદ્દા પર કોંગ્રેસે નજર ઠેરવી છે. જેના ભાગરુપે મઘ્યપ્રદેશની કમલનાથ સરકારે ગૌ માતાની સુરક્ષા માટે એક મહત્વની જાહેરાત કરી છે.

મઘ્યપ્રદેશના કોંગ્રેસની સરકાર બન્યા બાદ છીંદવાડામાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં કમલનાથે જણાવ્યું હતું કે તેઓ ગૌમાતાને રાજયની શેરીઓમાં રખડતા જોવા નથી માંગતા તેઓએ રાજયના દરેક જીલ્લાઓમાં ગાયના આશ્રય સ્થાનો બનાવવાની ઇચ્છા વ્યકત કરી હતી. છીંદવારામાંની નવ વખત સાંસદ બનેલા અને તાજેતરમાં ૧૭ ડીસેમ્બરે મુખ્યમંત્રી બનેલા કમલનાથે આ ઇચ્છા દ્વારા ગૌ માતાને લઇને પોતાના ચુંટણી વચનનો પૂર્ણ કરવાની મનોકામના વ્યકત કરી હતી. રાજય વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે રાજયના દરેક પંચાયતમાં ગૌ માતા માટે આશ્રય સ્થાનો બનાવવાનું વચન ચુંટણી ઢંઢેરામાં આપ્યું હતું. જેને પૂર્ણ કરવા કમલનાથે આ ઇચ્છા વ્યકત કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર મઘ્યપ્રદેશમાં ર૦૦૩ થી કાર્યરત શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર દ્વારા રાજયમાં ગૌમાતાની કતલ પર પ્રતિબંધ ના કાયદાનું કડક પાલન કરાવ્યું હતું. જેથી રાજયમાં ગામોની વસ્તીમાં વધારો થવા પામ્યો હતો.  જેના કારણે રાજયભરમાં ઠેર ઠેર મુખ્ય માર્ગો પર ગાયો હરતી ફરતી જોવા મળે છે. આ ગાયો રસ્તા પર બેસી જતી હોવાના કારણે ઘણી વખત ટ્રાફીક જામની સમસ્યા પણ ઉદ્દભવે છે. જયારે રસ્તા પર અચાનક આવી જતી ગાયોના કારણે પણ અનેક વખત અકસ્માતો સર્જાતા હોવાની ફરીયાદો પણ ઉઠતી રહે છે. જેથી આવી ગાયો માટે આશ્રય સ્થાનો બનાવવાની લોક માંગો ઉઠવા પામી હતી. આ ગૌ માતા માટે દરેક જીલ્લામાં આશ્રય સ્થાનો બનાવવાની ઇચ્છા વ્યકત કરીને કમલનાથે એક કાંકરે અનેક પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.