Abtak Media Google News
  • બુથ કાર્યકર્તાઓની તાકાત પર મને વિશ્ર્વાસ છે એટલે જ વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કરૂ છું: ભાજપ અધ્યક્ષ

પેજ સમિતિના પ્રણેતા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા, પાટણ પછી કર્ણાવતી મહાનગર ખાતે બૂથ સંમેલન રિવરફ્રન્ટ ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હરહમેંશા જનતાની વચ્ચે રહેતો હોય છે. કાર્યકર્તાઓના આઘારે ચૂંટણીમા સારુ પરિણામ મેળવી શકાય છે. ભાજપનો કાર્યકર ચૂંટણી માટે હમેંશા તૈયાર હોય છે. લોકસભાની ચૂંટણીમા પહેલા દેશના અર્થતંત્ર અંગે ચર્ચા થતી પરંતુ આ વખતની ચૂંટણીમા દેશનુ અર્થતંત્ર પાંચમા સ્થાનેથી ત્રીજા નંબર આવવાની ચર્ચા થઇ રહી છે. મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદ પર બિરાજશે એટલે ભારત ટુંક સમયમા ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. આજે મોદીના નેતૃત્વમા નાનામા નાના વ્યકિત પાસે વિકાસના કાર્યો પહોચ્યા છે તેના કારણે મોદી સાહેબ પર સૌને વિશ્ર્વાસ છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોને સંબોધન કરતા જણાવ્યું કે, બૂથ પ્રમુખો સાથેની બેઠક એટલા માટે મહત્વની છે કે ભાજપના કાર્યકર્તાઓની તાકાત કઇ દિશામા જઇ રહી છે અને કઇ દિશામા જવુ જોઇએ તેના માટે છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ 182 બેઠોકમાંથી 182 જીતશે તેમ કહ્યુ હતું કારણ કે મને કાર્યકર્તાઓ પર વિશ્ર્વાસ હતો. વિધાનસભામા 26 બેઠકો આપણે હારી ગયા હવે ફરી ચૂંટણી આવી રહી છે ગયા વખતની ભૂલ ફરી ન થાય તેની તકેદારી રાખવાની છે. આપણે નજીવા મતના તફાવતને કારણે 26 બેઠકો હારી ગયા.

પાટીલે વધુમા જણાવ્યું કે, મને કાર્યકર્તાઓની તાકાતનો અંદાજ હોય છે એટલે ચૂંટણીમા વિજયનો વિશ્ર્વાસ વ્યકત કરુ છું. મારી પાસે કોઇ જાદુઇ લાકડી નથી પણ કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણીમા વિજય મળે છે. કાર્યકર્તાઓ પક્ષના આયોજન પ્રમાણે કાર્ય કરશે તો ચોક્કસ પણ સફળતા મળશે. બૂથ પ્રમુખ ચૂંટણી સમયે તેમના સભ્યોનુ મતદાન થઇ જાય તેની તકેદારી રાખે. મોદીને સતત ત્રીજી વખતે આપણે વડાપ્રધાન બનાવવાના છે. કોંગ્રેસના કોઇ નેતા તેમની તાકાત પર વડાપ્રધાન  નથી બન્યા તેમને પાર્ટીએ મુક્યા હતા પરંતુ મોદી ડંકાની ચોટ પર કહ્યુ કે મારે વડાપ્રધાન બનવુ છે અને 2014મા વડાપ્રધાન બન્યા. આ વખતે 400 થી વધુ બેઠકો એનડીએને મળશે તેવો વિશ્ર્વાસ છે.

આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઇ મકવાણાએ સંબોધન કરતા જણાવ્યું કે, કર્ણાવતી મહાગનરમા નરેન્દ્રભાઇ મોદીએ વર્ષો સુધી સંગઠનનુ કામ કર્યુ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા આજે ભારત કોંગ્રેસ મુકત થઇ રહ્યુ છે. ગુજરાતની દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા પ્રદેશ અધ્યક્ષનો સંકલ્પ છે. તેને કાર્યકર્તાઓની પરિશ્રમથી ચોક્કસ સફળતા મળશે.

અમદાવાદ પુર્વના લોકસભાના ઉમેદવાર હસમુખભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કોંગ્રેસ દિશા હિન છે નેતૃત્વ હિન પાર્ટી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા ભાજપ દેશને વિકસીત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આ વખતે જનતાએ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનુ મન બનાવી લીધુ છે. આવનાર એક મહિનો મોદી ઐતિહાસીક બેઠકો સાથે ફરી વડાપ્રધાન બને તે દિશામાં કામ કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.