Abtak Media Google News

ઈન્દોરથી લોકસભાના સ્પીકર મહાજનની ટિકિટ કપાશે?

લોકસભા ચૂંટણી જંગ ચરમસીમાએ ચાલી રહ્યો છે. યુધ્ધના પ્રથમ ચરણ એવી ટીકીટોની ફાળવણીની ધમાસાણ વચ્ચે ઈન્દોર મત વિસ્તારમાંથી સતત ત્રણ દાયકાથી ચૂંટાતા આવતા લોકસભાના સ્પીકર અને સ્થાનિક સાંસદ સુમિત્રા મહાજન નામની જાહેરાત અંગે હજુ સસ્પેન્શ યથાવત રહ્યો છે. અલબત સુમિત્રા મહાજને મંગળવારે જણાવ્યું હતુ કે ત્રણ દાયકાની મારી લોક તાંત્રીક સફરમાં મેં કયારેય પક્ષ પાસેથી ટીકીટની માંગણી કરી જ નથી.

ઈન્દોરની બેઠક પરથી ઉમેદવારી અંગે થઈ રહેલા વિલંબ અંગેના પ્રશ્નના જવાબમાં સતત આઠ વખતથી ઈન્દોરની બેઠક પર સાંસદ તરીકે ચૂંટાઈ આવતા સુમિતા મહાજને જણાવ્યું હતુ કે નકકી ભાજપના નેતાઓનાં મગજમાં કંઈક ચાલી રહ્યું છે. ભાજપે આ વખતે પક્ષના ઘણા જુના જોગીઓને મેદાનમાં નથી ઉતાર્યા પૂર્વ પ્રમુખ એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોષીને બાકાત રાખ્યા છે. એવું લાગી રહ્યું છે. કે કદાચ ૧૨મી એપ્રીલે ૭૬ વર્ષનાં થઈ રહેલા શ્રીમતી મહાજનને પણ હવે ઉમેદવાર તરીકે રીપીટ નહિ કરે. લાલકૃષ્ણ અડવાણી ૯૧ અને મુરલીમનોહર ૮૫ને તેમના ગાંધીનગર અને કાનપૂર મત વિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા નથી. લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહ મેદાનમા ઉતર્યા છે.

સુમિત્રા મહાજન લોકસભાના બીજા મહિલા સ્પીકર છે જે ઈન્દોરની બેઠક પરથી ચૂંટાય આવ્યા છે. મેં જયારે પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારથી ૧૯૮૯થી મેં કયારેય પક્ષ પાસેથી ટિકિટની માંગણી કરી નથી પાર્ટીએ પોતાની ઈચ્છાથીજ મને ઉમેદવાર બનાવી છે. શ્રીમતી મહાજને જણાવ્યું હતુ કે પક્ષ જ કહી શકે છે કે ઈન્દોરમાંથી કોણ ચૂંટણી લડશે.મધ્યપ્રદેશની આર્થિક રાજધાની અને મહાનગર ઈન્દોરની બેઠક પરથી સુમિત્રા મહાજન સતત ચૂંટાતા આવ્યા છે. એવું પણ શકય બને કે ભાજપના નેતાઓનાં મગજમાં કંઈક ચાલતુ હોય જયાં સુધી ભાજપ આ અંગે કંઈ ન બોલે ત્યાં સુધી હું કંઈ જ ન કહી શકું.

ભાજપના વરિષ્ઠ નેતા સુમિત્રા મહાજને જણાવ્યું હતુકે આ અંગે હું ભાજપના નેતાઓ ને કંઈ પણ નહિ કહું અને કહ્યું પણ નથી અને ઈન્દોરના ઉમેદવારની પસંદગીમાં કેમ વિલંબ થાય છે તે અંગે પણ હું વાત નહિ કરૂ આવા પ્રશ્ન અમારા પક્ષમાં પુછાતા નથી કારણ કે ભાજપ સમયને અનુલક્ષીને ઈન્દોર અંગે યોગ્ય નિર્ણય લેશે સ્થાનિક ધોરણે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં કંઈ ખોટુ નથી એ બાબત કુદરતી અને સારી છે કે પક્ષને મજબુત રાખવા માટે ઉમેદવારોની પસંદગીમાં એકથી વધુ વિકલ્પ હોય એનો મતલબ એ છેકે પક્ષ પાસે સારા કાર્યકરો અને નેતાઓની ખૂબજ મોટી સંખ્યા ઉપલબ્ધ છે. અને તેમાં કોઈને પસંદ કરવામાં આવે તો તે ચૂંટણી જીતે જ તેમણે જણાવ્યુ હતુ કે મને એ વાતનું ગૌરવ થશે જો અન્ય સારા ઉમેદવારોના નામની ચર્ચા થાય કારણ કે હું પણ પક્ષનો એક ભાગ જ છું ચૂંટણી પક્ષ લડે છે. કયારેય વ્યકિતગત રૂપે લડાતી નથી. વ્યકિત માત્ર સરકાર રચવામાં મદદરૂપ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતીથી સરકાર રચવા જઈ રહ્યા છે. વ્યકિત માત્ર તેમાં નિમિત બને છે.

ઈન્દોરના મેયર અને ધારાસભ્ય માલિન ગોડ અને અન્ય ધારાસભ્ય ઉષા ઠાકુર, મહાસચિવ કૈલાશ વિજય વરગ્યા, પૂર્વ ધારાસભ્ય ભંવરસિંહ શેખાવત અને ઈન્દોર વિકાસ સમિતિના પૂર્વ પ્રમુખ શંકર લાલવાણી ઈન્દોર મત ક્ષેત્રના સંભવિત ઉમેદવારોની યાદીમાં સામેલ છે. ઈન્દોરની બેઠક પર ૧૦મીમેએ મતદાન થશે.ભાજપ સીનીયર નેતાઓને વિરામ આપી નવા ચહેરાઓને તક અને રાજકારણમાં બુઝુગોને નિશ્ચિત સમયે વિરામ આપવાના સિધ્ધાંતમાં માનનારો પક્ષ બની રહ્યો છે. સુમિત્રા મહાજન ૧૯૮૯થી સતત વિજેતા બનતા ઉમેદવાર તરીકે દેશના રાજકીય મંચ પર જાણીતા છે. ભાજપે ૧૬મી લોકસભામાં સુમિત્રા મહાજનને સ્પીકરની જવાબદારીને ગૃહાધ્યક્ષની ગરીમા પૂર્વકની જવાબદારી સોંપી હતી. સંસદના સ્પીકર તરીકે સુમિત્રા મહાજનને ખૂબજ સારી કામગીરી કરી છે. આ વખતે કદાચ તેમને રાજકીય રીતે વિરામ મળે તેવું દેખાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.