Abtak Media Google News

સીઆઇડી આઇબી જવાનના આપઘાતમાં ધડાકો

વડાપ્રધાન મોદીને સંબોધીને લખેલી સ્યુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ: સહકર્મીઓના નામનો પણ ઉલ્લેખ

મૂળી તાલુકાના સરાગામમાં રહેતા અને હાલ ગાંધીનગર સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાને સરા ખાતે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ સામે આવતા આત્મહત્યા કેસમાં ચોકાવનારો વળાંક આવ્યો છે. દેશના પીએમ નરેન્દ્રમોદીને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં પોતાના ઘરમાં સીસીટીવી ગોઠવીને પતિ અને પત્નીની અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હોઈ, પોતે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું હતું.

પોલીસ ખાતાની નોકરી કરવી તે દિવસે ને દિવસે વિકટ બનતી જઇ રહી છે. ત્યારે સરામાં રહેતા અને ગાંધીનગર ખાતે આઇબીમાં ફરજ બજાવતા દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને તા. 9 જાન્યુઆરીએ સરા ખાતેના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમને પિતાએ જણાવ્યું હતું કે દિકરાને નોકરીમાં મુશ્કેલી હોવાનો ફોન આવ્યો હતો. આથી તેઓ ગાંધીનગર જઇને પુત્રને સરા લઇ આવ્યા હતા.

આ બનાવમાં દીપકસિંહનું અકસ્માતે મોત થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ રવિવારે દીપકસિંહ પરમારે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ પોલીસની સામે આવી હતી, જેમાં તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરીને પોતે કરેલી આત્મહત્યાનું કારણ બતાવ્યું છે, જેમાં ખાસ કરીને પોતાની અને પત્નીની અંગત સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.

આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે આઇબીમાં જ ફરજ બજાવતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાનાં નામનો ઉલ્લેખ કર્યો છે. તેમના ત્રાસને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના આધારે મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં અગાઉ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાલ મૃતકની સુસાઇડ નોટ રજૂ કરવામાં આવે છે. સુસાઇડ નોટમાં લખેલી વિગતોને આધારે હાલ તપાસ ચાલુ છે.

નિવેદન અને સુસાઇડ નોટમાં કેટલીક વિસંગતતા છે. છતા આ સુસાઇડ નોટ મૃતકે જ લખી છે કે નહી તથા તેમાં જે નામો લખ્યા છે, તેમની શું ભૂમીકા છે તેની તપાસ ચાલુ છે. તપાસમાં સત્ય જણાશે તો આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે. તેવું મૂળી તાલુકાના પીએસઆઇ એસ.એસ.વરૂએ જણાવ્યું હતું.

મૃતકની સુસાઇડ નોટ અક્ષરસ: જય માતાજી

પ્રતિશ્રી માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો. હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારા અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે, જેનું નામ  D.K.RANA.IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિષા AIOમને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું. – Parmar D.N

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.