Abtak Media Google News

ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલ ટુલકીટ કેસ ફરી ચગ્યો છે. કોંગ્રેસ ટુલકીટના માધ્યમથી ભાજપ સરકાર અને દેશની છબી બગાડતી હોવાનું ભાજપ નેતા સંબીત પાત્રાની ટ્વીટને ટ્વીટરે મેનિપ્યુલેટેડ મીડિયા એટલે કે ગેરમાન્ય ગણાવતા વિવાદ વધુ વકર્યો છે. હવે બાકી કોઈ મુદ્દો હતો તો સોશિયલ મીડિયાને લઈ રાજકારણ ગરમાયું છે.

સંબીત પાત્રાની ટ્વીટને ગેરમાન્ય ગણાવ્યા બાદ આવા હજુ 11 કેન્દ્રીય મંત્રીઓના ટ્વીટને ગેરમાન્ય ગણાવવા કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટરના લીડ ફોર લીગલ, પોલિસી એન્ડ ટ્રસ્ટ એન્ડ સેફ્ટી વિજયા ગડ્ડે અને તેના નાયબ જનરલ કાઉન્સેલ અને વાઇસ પ્રેસિડેન્ટ જિમ બેકરને પત્ર લખીને ખોટા અને બનાવટી દસ્તાવેજો ફેલાવવા બદલ 11 કેન્દ્રીય પ્રધાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અબ આયા ઉંટ પહાડ કે નીચે… સરકારે લાલ આંખ કરતા ફેસબુક, ગુગલ ઝુકયું !!

કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કરતા પત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે ટૂલકીટ દ્વારા ભાજપ નેતાઓ દુષણ ફેલાવી રહ્યા છે. ઘણા ભાજપ નેતાઓ અને મંત્રીઓ દ્વારા દસ્તાવેજો વહેંચવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. તેમજ કોવિડ કટોકટીને લઈને પણ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર પર પત્રમાં શાબ્દિક હુમલો કરવામાં આવ્યો છે.

શું whatsapp બંધ થઇ જશે ? કંપની દ્વારા લેવાયો આવો નિર્ણય, જાણો સમગ્ર મામલો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.