Abtak Media Google News

એકબાજુ લોકડાઉન અને બીજીબાજુ કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ રહ્યાં છે. લોકડાઉનને પગલે ઠંડાપીણાની દુકાનો, શેરડીના ચીચોડા વગેરે બંધ હોય લોકો કામ સબબ રસ્તે જતા ગરમીમાં ખુબ હેરાન પરેશાન થઈ જાય છે. આ વખતે જો ઠંડાપીણા-સોડાની દુકાનો ખુલી હોય તો તેનાથી પ્યાસ બુજાવી શકાય છે. આ કાળજાળ ઉનાળાને ધ્યાને લઈ શહેરના જાગનાથ પાસે એક શાકભાજીના લારી ધારક દર્દીઓને તથા રસ્તે નીકળતા લોકોને ઠંડુ-શક્તિપ્રદાન કરતું લીંબુ શરબત પીવડાવી ઠંડક પ્રદાન કરી રહ્યાં છે. લારી લઈને શાકભાજી વહેંચી ગુજરાન ચલાવતા લીલચંદભાઈ દરરોજ અંદાજે ૧૦૦ થી વધુ લીંબુ શરબતના ગ્લાસ લોકોને પીવડાવી તરસ્યા લોકોની તરસ છીપાવી રહ્યાં છે. વેપારની સાથે સાથે છેલ્લા ઘણા દિવસથી લીલાચંદભાઈ આ માનવતા પ્રવૃતિ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.