Abtak Media Google News

ગંદકીને લઇ બિહારને રૂ.4,000 કરોડનો દંડ ફટકારાયો

બિહાર તમામ રીતે હાલ પછાત રાજ્ય તરીકે ઉદ્ભવીત થઈ રહ્યું છે.  ગંદકીમાં પણ બિહાર બીજા રાજ્યોની સરખામણીમાં પાછળ છે ત્યારે રાજ્યમાં સ્વચ્છતા અને સ્વચ્છતા જળવાઈ રહે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કચરાના નિકાલ માં બિહાર નિષ્ફળ નીવડ્યું છે અને પરિણામે તેને 4000 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ અંગે નેશનલ ગ્રીનલને અનેકવિધ વખત રજૂઆતો મળી હતી કે બિહાર સરકાર સોલિડ અને લિક્વિડ વેસ્ટને નિકાલ કરવામાં ઉણા ઉતારી રહ્યા છે. અને એવી કોઈ વ્યવસ્થા હજુ સુધી બની નથી જેનાથી આ પ્રશ્નનું નિવારણ આવી શકે.

આ વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા અને બિહાર સરકારને આની ગંભીરતા આવે તે હેતુસર 4000 કરોડનો ડંડ ફટકારવામાં આવ્યો છે અને ના રકમ જ મુખ્યત્વે એસટીપી પ્લાન્ટ ઉભા કરવા તથા કચરા માટેના ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવામાં ઉપયોગમાં લેવાશે. હાલ બિહારમાં પ્રતિ દિવસ 5437 ટન કચરો બહાર આવી રહ્યો છે અને તેમાંથી માત્ર 1365 ટન પ્રતિ દિવસ કચરો જ પ્રોસેસમાં જઈ રહ્યો છે ત્યારે બાકી રહેતા 4072 ટન કચરો બિહાર માટે ચિંતા નો વિષય છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ હવે બિહાર રાજ્ય સરકાર સાથે મળીને આ કચરાના નિકાલ માટે ઇનોવેટિવ એપ્રોચ રાખશે.

નેશનલ ગ્રીન રિબ્યુનલ માત્ર બિહારમાં જ નહીં પરંતુ જે રાજ્યોમાં કચરાનો યોગ્ય રીતે નિકાલ ન થતો હોય અને જે તે રાજ્ય સરકાર ગંદકીના નિકાલ માં ઉણા ઉતરતા હોય તો તે તમામ રાજ્યોને દંડ ફટકારવામાં આવશે. તેના માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ખાસ ડ્રાઇવ પણ યોજવામાં આવી રહી છે આ પૂર્વે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 1લી સપ્ટેમ્બર 2022ના રોજ પશ્ચિમ બંગાળ સરકારને સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.