Abtak Media Google News

સાયકલ મારી સરરર… જાય ટ્રીન..ટ્રીન… ટોકરી વગાડતી જાય

પર્યાવરણ બચાવતી સાયકલ સમયાંતરે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ

રાજકોટમાં ૧.૫ લાખ સુધીની કિંમતની સાયકલ ઉપલબ્ધ

ઈ.સ.૧૮૩૯ માં સ્કોટલેંડના એક લુહારે સાયકલને પગી વ્યવસ્તિ ચલાવી શકીએ તેનું નિર્માણ કર્યું તેમજ એવું પણ માનવામાં આવે છે કે ઈ.સ.૧૮૧૭માં જર્મનીના બૈરન ફોન ડ્રેવિસે સાયકલની રૂપરેખા તૈયાર કરી હતી.

Vlcsnap 2018 06 02 11H49M17S20

આ એક છોકરીની સાયકલ હતી અને તેનું નામ ડ્રેસિયન રાખવામાં આવ્યું હતું તે સમયે આ સાયકલની ઝડપ એક કલાકમાં પંદર કિલોમીટરની હતી અને તેનો પ્રયોગ ઈ.સ. ૧૮૩૦ થી ૧૮૪૨ની વચ્ચે થયો હતો.

ભારતમાં પણ સાઈકલ એ આર્થિક વિકાસમાં ખૂબજ મહત્વની ભુમિકા ભજવી છે. ૧૯૪૭માં આઝાદી બાદ ઘણાં દશકા સુધી દેશમાં સાઈકલની વ્યવસ યથાવત રહી. ખાસ, તો ઈ.સ. ૧૯૬૦ થી લઈને ૧૯૯૦ સુધી ભારતમાં મોટાભાગના પરિવારો પાસે સાયકલ હતી. તેમજ ગામડાઓમાં શાકભાજી વગેરે જેવા વસ્તુઓ સાયકલ પર જ લઈ જવામાં આવતી હતી.

Vlcsnap 2018 06 02 11H48M58S83

પત્ર વ્યવહારનું તો આખું તંત્ર સાઈકલ પર જ ચાલતું હતું. તેમજ આજે પણ ટપાલી સાયકલ પર જ ચિઠ્ઠીઓ આપે છે. પહેલાનાં સમયમાં સાયકલનું ખૂબ જ મહત્વ હતું. જયારે પહેલા કરતા અત્યારના આધુનિક યુગમાં અમુક અંશે ઘટાડો યો હોય તેવું લાગે છે ત્યારે તા.૦૩-૦૬-૨૦૧૮ને શનિવારે વિશ્ર્વ સાયકલ દિવસ છે. ત્યારે લોકોને સાયકલનું મહત્વ સમજાવવા ‘અબતક’ની ટીમે સાયકલના વેપારીને મળીને સાયકલની મહત્વતા સમજાવવા માટે જહેમત ઉઠાવી હતી. તો જાણીએ કે સાઈકલનું મહત્વ શું છે અને તેનાી શું લાભો થાય છે.

પ્રવિણ પરમાર (પરમાર સાયકલના ઓનર) કહ્યું હતું કે, મારી પેઢી ૬૮ વર્ષથી કાર્યરત છે. ૧૯૪૭ થી મેં ચાલુ કર્યું હતું અને ત્રીજી પેઢી સાયકલના વેંચાણ સો જોડાયેલી છે. અમેં જે અવનવી સાયકલ આપી છીએ અને ખાસ તો શરીરની તંદુરસ્તતા માટે સાયકલ ખુબજ જરૂરી છ.

Vlcsnap 2018 06 02 11H47M20S131

અને ડોકટર પણ છેલ્લી કલમ લખે છે કે સાયકલ ચલાવવી એ સ્ફૂર્તિ માટે ખૂબ જ ફાયદાકારક સાધન છે અને અત્યારે ઈમ્પોર્ટેડ સાયકલ બહારી આવે છે તે પણ સારી, હળવી અને કિંમતી આવે છે, તેમજ ડોકટરો પણ એ સાયકલ ચલાવે છે સવારે રેસકોર્ષ જઈએ તો ઓછામાં ઓછા ૧૫૦ થી ૨૦૦ લોકો સાયકલ લઈને ફરતા જોવા મળે છે. અત્યારે સાયકલને લઈને લોકોમાં ખુબજ જાગૃતતા આવી ગઈ છે અને પહેલાં કહેતા કે સાયકલ લઈને નીકળે તે નાના માણસ હશે. પરંતુ આજે લોકો સારામાં સારી સાયકલની ખરીદી કરે છે અને આજે ગેરવાળી, ઈમ્પોર્ટેડ, હાઈબ્રીડ વગેરે તેમજ જે બીએમડબલ્યુ ગાડી બનાવે છે તે પણ સાયકલ બનાવે છે. નાના બાળકોની સાયકલ ૨૦૦૦ી ચાલુ થઈ ૬૫૦૦ સુધીની છે અને રેગ્યુલર સાઈકલ ૪૫૦૦ રૂપિયા છે અને બધા જમ્પરવાળી સાયકલ ચલાવે તે ૬૦૦૦ થી ૭૫૦૦ અને ગેરવાળી સાયકલ ૮૫૦૦ થી ૫૩૦૦૦ સુધીની આવે છે અને ઈમ્પોર્ટેડ સાયકલ સવા લાખ સુધીની આવે છે. લોકોને એટલું જ કહીશ કે દર અઠવાડિયે એક દિવસ સાયકલ ચલાવી જ જોઈએ.

ભાવેશભાઈ રાજદેવ-રાજદેવ બ્રધર્સ એન્ડ કંપની પરાબજારમાં અમારી શોપ આવેલી છે અને અમે ૭૦ વર્ષથી આ બિઝનેસ સો સંકળાયેલા છીએ. પહેલાંના સમયમાં લોકો જરૂરિયાત માટે સાયકલ ચલાવતા પરંતુ અત્યારે લોકો હેલ્થ માટે સાયકલ ચલાવતા થઈ ગયા છે. લોકો સાયકલ જીત્યે જાગૃત થયા છે. નાના બાળકોની ૨૦૦૦ થી ૫૦૦૦ સુધીની સાયકલ આવે છે અને મોટા લોકો માટે ૫૦૦૦ી લાખ, દોઢ લાખ સુધીની સાયકલો આવે છે.

Vlcsnap 2018 06 02 11H47M34S16

પહેલાં સાયકલના મોડેલ વધારે ન આવતા અને અત્યારે સાયકલની એટલી બધી રેન્જ આવે છે અને ઘણી કંપની આવી ગઈ છે. ઈન્ડિયન છે અને ઈમ્પોર્ટેડ છે, લોકોને સાયકલ જોઈને જ ચલાવવાનું મન થાય છે. લોકો હેલ્ને લઈને સવારે અડધો કલાક સાયકલ ચલાવતા થઈ ગયા છે. અત્યારે ઈન્ડિયન સાયકલ હિરો, એટલાસ, એવન, હરક્યુલસ, બીએસએસ તેમજ બહારની મોન્ટ્રા, બિટવીન, રેલે વગેરે કંપની આવે છે. સાયકલ લુધીયાણા અને પંજાબમાં બને છે.

આજે હું લોકોને એટલું જ કહીશ કે અત્યારે ભલે ગાડી તો હાયે જ છે, પરંતુ દરેક ઘરમાં સાયકલ હોવી ફરજીયાત છે અને બધા સાયકલ ચલાવે તેવી હું દરેક લોકોને અપીલ કરું છું.

જીતેન્દ્રભાઈ (ગ્રાહક) હું રાજદેવ સાયકલમાં સાયકલ ખરીદવા આવ્યો છું અને અત્યારના સમયમાં કોઈને સાયકલ ચલાવવી ગમતી ની પરંતુ સાયકલ હેલ્થ માટે ખૂબજ સારૂ સાધન છે અને દરેક ઘરમાં એક સાયકલ રાખવી જ જોઈએ જેથી બાળકોથી લઈ મોટા લોકો પણ ચલાવી શકે છે. બાળકોને ખોટી આદત ન પડે કે બાઈક જોઈએ તેી મેં આજે સાયકલ ખરીદી છે અને સાયકલ ચલાવવી એ સ્નાયુ શરીર માટે સારૂ છે. સાયકલ માટે લોકોને જાગૃતતા આવે તે માટે ગવર્મેન્ટ જાગૃતતા લાવે અને વિદેશોમાં એક દિવસ સાયકલ દિવસ છે તે રીતે ઈન્ડિયામાં પણ સારું આપે તો લોકોને જાગૃતતા આવે.

Vlcsnap 2018 06 02 11H48M02S45

રમણીકભાઈ પરમાર (સાયકલ ચલાવનાર) હું ૭-૮ વર્ષી સાયકલ ચલાવું છું અને મને ગોઠણનો દુ:ખાવો હતો તો ડોકટરે કહ્યું કે સાયકલ ચલાવો તે માટે હું સાયકલ ચલાવું છું અને તેનાથી મને રાહત રહે છે અને થોડીક કસરત પણ થાય છે. સાયકલી શરીરને સારુ રહે છે લોકોને એટલું જ કહીશ કે સાયકલ ચલાવવી જોઈએ.

Vlcsnap 2018 06 02 11H48M11S132Vlcsnap 2018 06 02 11H48M22S252

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.