Abtak Media Google News

માઈલ્ડ કોરોના કેસની સ્થિતિમાં પણ લોકો સિટી સ્કેન તરફ ધસારો કરતા હોવાની બાબત સામે એઈમ્સના ચીફે ચેતવણી આપી છે. સારૂ કરવા જતાં ક્યાંક ગંભીર સાઈડ ઈફેકટનો ભોગ દર્દી બની શકે છે. કોરોના વાયરસનું માઈલ્ડ સંક્રમણ હોય તો સિટી સ્કેનની કોઈ જરૂરીયાત ન હોવાનું એઈમ્સના ડાયરેકટર ડો.રણદીપ ગુલેરીયાનું કહેવું છે. વર્તમાન સમયે પોઝિટિવ આવ્યા બાદ લોકો રિપોર્ટ કરાવવા દોડા દોડી કરે છે. ખાસ કરીને સિટી સ્કેન કરાવવા જાય છે પરંતુ આવી સ્થિતિમાં સિટી સ્કેન ગંભીર તકલીફ ઉભી કરે છે. એક સિટી સ્કેનથી હૃદયમાં 300 થી 400 એક્સરે જાય છે. યુવા વયના લોકોમાં સિટી સ્કેન કેન્સરનું જોખમ ઉભુ કરે છે. આ રેડીએશનના કારણે બીજી તકલીફો પણ થાય છે. માટે માઈલ્ડ સંક્રમણ હોય અને ઓક્સિજન વ્યવસ્થિત લઈ શકાતું હોય તો સિટી સ્કેનની જરૂરીયાત નથી.

ગુલેરીયાએ કેટલીક સ્થિતિમાં બ્લડ ટેસ્ટ કરાવવા સામે પણ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે, ઓક્સિજનની સ્થિતિ સારી હોય અને તાવ પણ ન આવતા હોય અથવા અન્ય લક્ષણો ન દેખાતા હોય તો કેટલાંક બ્લડ ટેસ્ટની પણ જરૂર નથી. આવા ટેસ્ટથી પેનીક ઉભો થાય છે. ઘણા લોકો તો સંક્રમીત થાય તે સાથે જ સ્ટીરોઈડ લેવા લાગે છે. માઈલ્ડ સંક્રમણની સ્થિતિમાં વધુ પ્રમાણમાં ડોઝ લેવાઈ જાય તો જોખમ ઉભુ થઈ શકે છે. વાયરલ ન્યુમોનિયાનો ખતરો રહે છે. માટે સ્ટીરોઈડ ડોકટરની સલાહ મુજબ લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.