Abtak Media Google News

કરોનાની બીજી લહેરમાં વકરતા વાયરસને નાથવા સમગ્ર દેશની રાજ્ય સરકારો મથામણમાં જુટાઈ છે. છેલ્લા દોઢેક માસના સમયથી જે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે એનો ડર પણ લોકોમાં પેસ્યો છે. પરંતુ હવે ડરને હરાવી કોરોનાને હરાવવાનો સમય આવી ગયો છે. લોકો સ્વયમ જાગૃત થાય અને સ્વકાળજી લઈને નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેમજ કોરોનાની નકારાત્મકતા છોડી પોઝિટિવ નહિ પરંતુ “બી પોઝિટિવ” બને એ હેતુસર “અબતક”દ્વારા “ગુજરાત જાગ્યુ, કરોના ભાગ્યુ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવું જ અભિયાન રૂપાણી સરકાર દ્વારા પણ “મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન છેડાયું છે. શનિવારના રોજથી શરૂ થયેલ આ અભિયાનમાં માત્ર બે જ દિવસમાં 10 હજારથી વધુ કોવિડ કેર સેન્ટર ગામડાઓમાં ઉભા થઇ ગયા છે. એટલે કે 10,000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ચુક્યા છે.

“મારુ ગામ કોરોના મુક્ત ગામ” મુહિમ શરૂ કરાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ રાજ્યભરની 14,246 ગ્રામ પંચાયતોને અપીલ કરી હતી કે તેઓ આ મુહિમમાં જોડાય. ગ્રામ્ય સ્તરે 10 લોકોની કમિટી બનાવે અને આ કમિટી કોરોનાગ્રસ્ત દર્દીઓની જમવા સહિતની મેડીકલ સેવા પૂરી પાડવાની જવાબદારી ઉપાડે. મુખ્યમંત્રીની અપીલ ની ગામડા ઓ એ ઝીલી લીધી હોય તેમ અભિયાન વેગવંતુ બની ગયું છે. જેના પરિણામસર 248 તાલુકાની 14,246 ગામડાઓમા 1,06,000 જેટલા બેડ તૈયાર થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.