Abtak Media Google News

Screenshot 9 23 ભાષા જાય તો સંસ્કૃતિ જાય, ભાષા સચવાય તો દેશ હરખાય: ડો.તેજસ શાહ

બાળક જન્મે ત્યારે પોતાના ઘરમાં તેના માટે પા પા પગલીથી શરૂ કરી પોતાની મા દ્વારા સડસડાટ બોલાતી, અન્ય કોઈપણ ભાષાના શબ્દો ઉમેર્યા વગર, ભેળસેળ કર્યા વગર સડસડાટ અને અસ્લલિતપણે બોલાતી વહાલભારી ભાષા એટલે આપણી માતૃભાષા. તારીખ ર1 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી. આ દિવસે જ કેમ કરવામાં આવે છે ? એ ઈતિહાસ જાણવો પણ જરૂરી છે.

વિશ્વમાં પોતાની ભાષા માટે શહિદી વહોરનાર એક માત્ર દેશ એટલે બાંગ્લાદેશ અને તેના યુવાનો. આ વાત છે વર્ષ 195ર ની કે જયારે બાંગ્લાદેશમાં પોતાની બંગાળી ભાષા ટકાવી રાખવા માટે પાકિસ્તાન દ્વારા લદાયેલા ભાષા નીતિનો વિરોધ કરવામાં આવેલ. એ વખતે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અન્ય સામાજીક-ભાષા પ્રેમી લોકોએ પાકિસ્તાનની નીતિનો વિરોધ કરતા થયેલ અંધાધૂંધ ગોળીબારમાં ભાષા બચાવવા માટે શહિદ થયેલ હતા તે દિવસ હતો ર1 ફેબ્રુઆરી 195ર. ત્યારબાદ આ શહિદ થયેલા ભાષાપ્રેમીઓની સ્મૃતિમાં યુનેસ્કો દ્વારા વર્ષ 1999 માં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી અને વર્ષ ર000 થી સમગ્ર વિશ્વમાં અને,સાથે ભારતમાં પણ આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. આમ જોઈએ તો દૂનિયમાં 7000 થી વધુ ભાષાઓ બોલાતી જેમાંથી હાલ આશરે 3000 જેટલી ભાષાઓ લૂપ્ત થયેલ ઘ્યાનમાં આવેલ છે.

આપણે જાણીએ છીએ કે ભારત અને ઈઝરાયલ દેશ લગભગ સાથે જ આઝાદ થયેલ. આઝાદી વખતે આપણા નહેરૂજીએ ઈઝરાયલના પ્રમુખને પૂછયુ કે આપની રાષ્ટ્રભાષા અને શિક્ષણનું માધ્યમ કયું હશે? તેનો જવાબ હતો હિબ્રુ ભાષા કે જે તેઓની માતૃભાષા છે, તો નહેરૂજીએ કહયું કે, અત્યારે તો પુસ્તકો બધા અંગ્રેજી ભાષામાં જ મળે છે તો કઈ રીતે તમે હિબ્રુ ભાષામાં ભણાવશો ? તે વખતે પ્રમુખે કહેલ કે, અમે તૈયાર કરી લઈશું, અને સતત સાત વર્ષ સુધી ઈઝરાયલના બુધ્ધીજીવી લોકોએ પોતાની માતૃભાષામાં પુસ્તકો તૈયાર કર્યા ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય પણ સાત વર્ષ પછી ચાલું થયુ અને પછી હિબ્રુ ભાષામાં જ ભણાવવાનું શરૂ કર્યુ. આ છે માતૃભાષાનો પ્રેમ. નવી શિક્ષણ નીતિમાં એનો અમલ પણ કરવાનું કહેવામાં આવેલ છે જે ખૂબ જ પ્રશંસનિય અને ઉમદા કદમ છે માતૃભાષા બચાવવા માટેનું. કારણકે આપણા મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ પણ કહેલ કે હુ જે કાંઈપણ જ્ઞાન મેળવી શકયો છું તે મારી માતૃભાષામાં શિખવાને કારણે મેળવી શકયો છુ.

તો, માતૃભાષા ને લીધે બાળકના જન્મથી લઈ તેના સમગ્ર ને જીવનમાં જે ઘડતર થાય છે, સર્વાંગી વિકાસ થાય છે તેનો અન્ય ભાષાના ઉપયોગનો કોઈ વિકલ્પ જ નથી. આપણા વડાપ્રધાનનો જ દાખલો જોઈ લો, ગુજરાતી માતૃભાષામાં ફાકંડું બોલે, રાષ્ટ્રભાષા હિન્દી સચોટ બોલે અને જરૂર પડયે અંગ્રેજી પણ ત્રીજી ભાષા તરીકે સારી રીતે બોલી જાણે, વા5રી જાણે. પણ, તેનો વિકાસ તો માતૃભાષા ને કારણે જ થયો છે ને ? અગાઉના આપણા સંતો, મહંતો, ઋષિમુનિઓ કોઈએ પોતાની ભાષા છોડીને આજની જેમ અન્ય ભાષાને રવાડે ચડી ગયા હોત તો કદાચ આપણો આ વૈભવશાળી દેશ અને તેનો વારસો, સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મ ન ટકયા હોત.

આજે તો આપણા બંધારણમાં અંગ્રેજી ભાષાને 14 સપ્ટેમ્બર 1949 થી આપણી પાર્ટ-એ બંધારણ મુજબ મુખ્ય રર ભાષાઓ બોલાય છે. તેમાં એસોસીએટ ઓફિસીયલ લેંગ્વેજ તરીકે સહયોગી સતાવાર ભાષા તરીકે જે જાહેર કરી છે તેને પણ કાશ્મીર કલમ-380 ની જેમ કાઢી તેમ કાઢીને અલગથી મુકી દેવી જોઈએ અને અંગ્રેજી ભાષાને ફકત જાણવા જોગ ભાષા તરીકે જેને ઉપયોગ કરવો હોય તેમણે જ કરવો જોઈએ.

પહેલા ભગવદ ગૌ મંડળની રચના કરી હતી. ગુજરાતી વિશ્વકોશ, ગુજરાતી લેકસીકન અને હવે તો ઈન્ટરનેટ અને મોબાઈલમાં પણ ગુજરાતી ભાષા વાપરી શકાય છે ત્યારે આપણી માતૃભાષાના મૂલ્યને ઓછું ન આંકીએ. કહેયાવ છે ને કે અમુક લોકો ભણી ગણીને ઈન્ટેલીજન્ટ બનતા હોય છે જયારે હું તો જન્મથી જ ગુજરાતી છુ.

આવી જ રીતે, નવી શિક્ષણ નિતિમાં પણ કહયુ છે કે, બાળકો ર થી 8 વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે શરૂઆતના વર્ષોમાં વાંચવા અને ત્યારબાદ માતૃભાષામાં લખવાની સાથે ધોરણ 3 અને આગળની કક્ષાઓમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટે કૌશલ્યો વિકસિત કરવામાં આવશે. એ સર્વવિદિત છે કે નાના બાળકો તેમના ઘરમાં બોલાતી ભાષા એટલેકે માતૃભાષામાં મહત્વના મૂર્ત કે અમૂર્ત ખ્યાલોને વધુ ઝડપથી શીખે છે અને ગ્રહણ કરે છે.જયાં સુધી શકય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા ધોરણ 4 સુધી, પણ વધુ યોગ્ય હોય તો ધોરણ 8 સુધી, શિક્ષણનું માધ્યમ ઘરની ભાષા/માતૃભાષા/સ્થાનિકભાષા પ્રાદેશિક ભાષા હશે. આ ધોરણો પછી પણ ઘર/સ્થાનિક ભાષાને શકય હોય ત્યાં સુધી શાળામાં એક વિષય તરીકે શીખવવામાં આવશે.

સરકારી અને ખાનગી બંને પ્રકારની શાળાઓએ આ સુચનાનું પાલન કરવાનું રહેશે. વિજ્ઞાન સહિત દરેક વિષયોનાઉચ્ચ ગુણવતાયુકત પાઠ્યપુસ્તકોને ઘરમાં બોલાતી ભાષા કે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાળક દવારા બોલાતી ભાષા અને શિક્ષણના માઘ્યમવચ્ચે કોઈપણ અંતર હોય તો તેને સમાપ્ત કરવાના તમામ પ્રયાસો તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. જયાં ઘરની ભાષા/ માતૃભાષામાં પાઠયપુસ્તક સામગ્રી ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓવચ્ચે વ્યવહારની ભાષા શકય હોય ત્યાં ઘરેલું ભાષા માતૃભાષા રહેશે. બધી જ ભાષાઓ તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવતા સાથે શીખવવામાં આવશે: એક ભાષાને સારી રીતે શીખવવા અને શિખવા માટે તેને શિક્ષણનું માધ્યમ બનાવવું જ પુરતું નથી તેને એક વિષય તરીકે ઉંડાણપુર્વક શીખવવા જોઈએ.

સંશોધનો સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો ર થી 8 વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે શરૂઆતના વર્ષોમાં વાંચવા અને ત્યારબાદમાતૃભાષામાં લખવાની સાથે ધોરણ 3 અને આગળની કક્ષાઓમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટે કૌશલ્યો વિકસિત કરવામાં આવશે. ભાષા શિક્ષણને લોકપ્રિય બનાવવા માટે તકનીકીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.સમગ્ર દેશની તમામ પ્રાદેશિક ભાષાઓમાં અને વિશેષરૂપે બંધારણની આઠમી અનુસુચિમાં વર્ણિત તમામ ભાષાઓમાં મોટી સંખ્યામાં ભાષાશિક્ષકોની ભરતી કરીને ભાષાશિક્ષણને વધુ સુદૃઢ બનાવવાનો એક મહાપ્રયાસ થાશે. વિજ્ઞાન અને ગણિતના અઘ્યયન અને અઘ્યાપન માટે ઉચ્ચ ગુણવતાયુકત દિભાષિક પાઠયપુસ્તકો અને અઘ્યયન-અઘ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ બંને વિષયો વિશે વિચારવા અને અભિવ્યકત કરવા માટે તેમની ઘરની ભાષા/માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં સક્ષમ બની શકે.

આપણો દેશનો એક એક નાગરિક વધી રહેલી 5ર ભાષાની ગુલામીમાંથી આઝાદ બની, સ્વભાષા, સ્વભૂષા, સ્વદેશી વિચારધારા, સંસ્કૃતિ અપવનાવતો થાય, પરભષાને ગૌણ ગણી અને માતૃભાષાને મુખ્ય ગણતો થાય એ દિવસ વિશ્વ માતૃભાષાનું સૌથી મોટુ ગૌરવ ગણાશે અને તે માટે, આજના યુવાનો, માતા-પિતાઓને વિનંતી કે, અંગ્રેજી માધ્યમને સ્ટેટસ સીમ્બોલ, ખોટી ખૂબ જ જરૂરીયાત વાળી ભાષા ગણવાને બદલે એક અન્ય શીખવાની ભાષાની જેમ હિન્દી, સંસ્કૃત શીખીએ-બાળકને શીખવાડીએ. જેટલું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.