Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં આંબેડકરજી ચોકથી રતનપર-જોરાવરનગરને નદી ઉપરનો પુલ છેલ્લા ઘણા વર્ષથી તુટેલો છે. દરરોજ હજારો નાગરિકોને નદીના કાચા રસ્તામાંથી પોતાના વાહનો તથા પગપાળા દ્વારા ચાલવું પડે છે. તદઉપરાંત સૌરાષ્ટ્ર તરફથી આવતી જતી ગુજરાત રાજયની સેંકડોની સંખ્યામાં બસો પસાર થાય છે. નદી ઉપર સુવ્યવસ્થિત પુલ બનાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રાજય સરકાર તથા સુરેન્દ્રનગર પાલિકા સામે જાહેર હીતની અરજી કરેલ છે. નગરપાલિકા નદી કિનારે રસ્તો બનાવવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે

Advertisement

પરંતુ આંબેડકર ચોકથી જોરાવરનગર જવા માટે તાત્કાલિક ધોરણે અદ્યતન પુલ બનાવતી નથી પુલ ન બને ત્યાં સુધી નદીમાં નાગરિકોને આવવા જવા માટે પાકુ તાત્કાલિક ડાયવર્ઝન બનાવવા, તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નગરપાલિકા કચેરી સામે અહિંસક ધરણા કરીશું તેવી ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.