Abtak Media Google News

વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.10 અને 12 પછી પણ ઉજ્જવળ કારકિર્દીની તકો રહેલી છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે.  રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા નિર્ણયો લઇએ છીએ પણ ધો.10-12 પૂરું કર્યા પછી બાળકો ને ભવિષ્યમા શું કરવાનું છે તે નક્કી કરવાનો નિર્ણય ઘણો અઘરો હોય છે. તો ધોરણ 10 પછી આગળ અભ્યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્યાનમાં લઇને જે પણ વિકલ્પ પસંદ કરો, તેમાં આપ જો ઝજ્ઞા પર રહેશો તો  એટલે કે પ્રથમ પાટલીના વિદ્યાર્થી રહેશો તો તમારા માટે સમગ્ર આકાશ ખુલ્લું છે.

Img 0658Cb Scaled

ધો.12 પછીના ઇનોવેટીવ કોર્ષ

  1. પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (રાયસન) પેટ્રોલીયમ એન્ડ પેટ્રોકેમિકલ્સ
  2. રક્ષા શક્તિ યુનિવર્સિટી (અમદાવાદ) પોલી સાયન્સ
  3. સરદાર પટેલ યુનિવર્સિટી (આણંદ) મેડિકલ, ટેકનોલોજી, થેરાપી, ફીઝીશ્યન, નર્સિંગ
  4. ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ) ફાયર, ફોરેન્સીક સાયન્સ, ઓડિયો-સ્પીચ, થેરાપી
  5. વીર નર્મદ યુનિવર્સિટી (સુરત) એકોટીક બાયોલોજી
  6. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (પાટણ) પર્યાવરણ વિજ્ઞાન
  7. જીએસએફસી યુનિવર્સિટી (બરોડા) ફાયર, એન્વાયરમેન્ટ, હેલ્થ, સેફ્ટી ઇન્ડ., કેમેસ્ટ્રી
  8. પારૂલ યુનિવર્સિટી (બરોડા) રેડિયોલોજી, જીનેટીક્સ, એન્વાયરમેન્ટ, ફૂડ ટેકનોલોજી
  9. નિરમા યુનિવર્સિટી (અમદાવાદ) એગ્રી કલ્ચર એન્ડ પ્લાનીંગ
  10. રાઇ યુનિવર્સિટી (અમદાવાદ) ડેટા સાયન્સ
  11. ઓરો યુનિવર્સિટી (સુરત) હોસ્પિટાલીટી મેનેજમેન્ટ, ડીઝાઇન કોમ્યુનીકેશન,ડીઝાઇન ફેશન એન્ડ ટેક્સ ટાઇલ (ચાર વર્ષ)
  12. વિનોબા ભાવે યુનિવર્સિટી (સેલવાસ) બી.વોક
  13. સ્વામી વિવેકાનંદ યોગા (અમદાવાદ) યોગા
  14. શ્રી શ્રી યુનિવર્સિટી (ઓડીસા) ડેટા સાયન્સ, એન્વાયરમેન્ટ સાયન્સ
  15. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ) નેનો સાયન્સ
  16. આત્મીય યુનિવર્સિટી (રાજકોટ) ઇન્ડસ્ટ્રીયલ, કેમેસ્ટ્રી, લોજીસ્ટીક
  17. કામધેનુ યુનિવર્સિટી (ગાંધીનગર) ડેરી સાયન્સ
  18. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-હરિવંદના કોલેજ (રાજકોટ) ઇન્ડસ્ટ્રીયલ, કેમેસ્ટ્રી
  19. સેન્ટ્રલ યુનિવર્સિટી (ગાંધીનગર) એપ્લાય મટીરીયલ્સ સાયન્સ
  20. ઇંગ્લીશ એન્ડ ફોર્જીન યુનિવર્સિટી (બરોડા) લેગ્વેંજ પ્રોગ્રામ
  21. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (સોમનાથ) સંસ્કૃત એન્ડ વૈદિક સાયન્સ
  22. વિશ્ર્વકર્મા સ્કીલ યુનિવર્સિટી (હરિયાણા) એગ્રી કલ્ચર

ધો.10 પછી 28 પ્રકારના ડિપ્લોમા કોર્સ કરી શકાય

ધોરણ 10 પછી મહદંશે વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવી સામાન્ય, વિજ્ઞાન પ્રવાહ, ઉ. બુ. પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ ઉપલબ્ધ છે..ધોરણ 10 પછી શું? તમને આ પ્રશ્ન સતાવતો હશે કદાચ.વિજ્ઞાન પ્રવાહમાં એ, બી કે એબી ગ્રુપ પસંદ કરીને ઇજનેરી, તબીબી શાખાઓ તરફનું લક્ષ્ય નક્કી થાય છે. પ્રવાહમાં બીએસસી પણ કરી શકાય છે.

રીતે બાકીના પ્રવાહોમાં સામાન્ય પ્રવાહ, ઉ. બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ ધોરણ 12 પૂર્ણ કરીને બીએ, બીકોમ, બીઆરએસ (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ)માં સ્નાતક થઈને માસ્ટર ડિગ્રી મેળવી શકે છે. ધોરણ 10 પછી 28 પ્રકારના ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે. 6 કે 8 સેમેસ્ટરના ડિપ્લોમા કોર્સના અંતે વિદ્યાર્થીઓ કોર્સમાં ડિગ્રી મેળવી શકે છે. અંગે ઍડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ, સરકારી પોલિટેક્નિક, આંબાવાડી, અમદાવાદ ફોન નંબર:079-26855444 તથા www.cducgujarat.org તથા www.gujacpc.nic.in પરથી માહિતી મળી શકશેે. આઇટીઆઇમાં એનસીવીટી (નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ) તથા જીસીવીટી (ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ)ના વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવી નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ તથા સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ મેળવી શકાય છે. કૃષિ ડિપ્લોમાના વિવિધ કોર્સમાં ડિપ્લોમા ઇન એગ્રિકલ્ચર, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર (પશુ નિરીક્ષક), ડિપ્લોમા ઇન હોમ સાયન્સ-ટ્રેનિંગ, બાગાયત ડિપ્લોમા વગેરેમાં પ્રવેશ મળે છે. ગુજરાતમાં આઇટીઆઇની 200 જેવી સંસ્થામાં કોર્સ ચાલે છે. અંગે વધુ માહિતી રોજગાર તાલીમ નિયામકની કચેરી, બ્લોક નંબર 1, ત્રીજો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરwww.talimrojgar.org, www.iyiadmission.guj.nic.im  ઉપરથી મેળવી શકાય છે.

ધોરણ 10 પછી શું ?

(1) ધોરણ 11 અને ધોરણ 12 માં અભ્યાસ.

(2) ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.

(3) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ.

(4) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ.

(5) ફાઇન આર્ટ ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ.

(6) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ.

(7) કેટલાક પ્રોફેશનલ્સ કોર્સમાં અભ્યાાસ.

(8) આગળ અભ્યાસ છોડી દઇને ધંધામા અથવા નોકરીમા જોડાઇ જવું.

અન્ય મહત્વપૂર્ણ કોર્ષ

6 7 Middle

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.