Abtak Media Google News

પાછલા સાત વર્ષોથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં અલગ-અલગ વિષયો ઉપર યુથ ફિયેસ્ટાનાં નામથી શાળાનાં ૪ વિદ્યાર્થીઓ દ્વારા વર્કિંગ મોડલસના એકઝીબીશનનું આયોજન કરતા જીનીયસ સ્કૂલનાં સંચાલક ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથે જીનીયસ સ્કૂલની જીનીયસ પ્રતિભાઓ વિશે વિસ્તૃત માહિતી આપતી ચર્ચા કરી હતી. ‘અબતક’ દ્વારા પુછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં જીનિયસ સ્કુલની ઉંડાણપૂર્વકની માહિતી આપતા જીનિયસ સ્કૂલ અન્ય સંસ્થાઓ કરતા કઈ રીતે અલગ અને આગવી છે તે જાણવા મળ્યું હતું.

અમો અન્ય કરતા કંઈક અલગ કરવામાં માનીએ છીએ કે જેથી કરીને એક સ્પેશ્લાયઝેશન નિર્માણ પામે એમ જણાવતા ડી.વી.મહેતાએ વાતચીતની શરૂઆતમાં આ વર્ષે આયોજીત યુથ ફિએસ્ટાની માહિતી આપી હતી. આ વર્ષે આયોજીત યુથ ફિયેસ્ટા ૨૦૫૦નું ભારત, ગુજરાત, રાજકોટ કેવું હોવું જોઈએ તે વિષયને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત ૧૬ જેટલા અલગ-અલગ વિષયો પસંદ કરવામાં આવ્યા હતા. આ વિષયો ઉપર આધારીત ૨૦૦થી વધુ પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા ધોરણથી શરૂ કરી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના જીનિયસ સ્કૂલ તેમજ જય ઈન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ અને ગાર્ડી વિદ્યાપીઠના લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેકટો ઉજાગર કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રોજેકટની જાણકારી રાજકોટવાસીઓને મળી રહે તેવા આશયથી રેસકોર્સના ગ્રાઉન્ડમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓએ લાભ લીધો હતો.

આ કૃતિઓ પાછળ વિદ્યાર્થીઓનું કેટલું મગજ કસાયું અને શિક્ષકોનું કેટલું માર્ગદર્શન લેવામાં આવ્યું તેવા ‘અબતક’ના સવાલના જવાબમાં ડી.વી.મહેતાએ જણાવ્યું કે, દર વર્ષે કોઈ એક વિષય પસંદ કરી તેના ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરી આયોજન કરવામાં આવે છે. આ વર્ષનો વિષય ૨૦૫૦ની સાલનું રાજકોટ કેવું હશે ? કેવું હોવું જોઈએ તે દર્શાવવામાં આવ્યું હતું. એગ્રીકલ્ચર, કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, ટુરીઝમ, રોબોટીકસ, ડિફેન્સ, લાઈફ સ્ટાઈલ, મેડીકલ, હેલ્થ એજયુકેશન જેવા કુલ ૧૬ વિષયો પસંદ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રસ-‚ચીનાં વિષયોમાંથી પસંદગીની તક આપવામાં આવી હતી. જેમાંથી બેસ્ટ પ્રોજેકટમાંથી ૧૦.૧૦ પ્રોજેકટ વિષય પ્રમાણે પસંદગી પામ્યા હતા. આ વિદ્યાર્થીઓની ટીમ, એમના શિક્ષકો ઉપરાંત જે-તે વિષયનાં નિષ્ણાંતોને પણ અમે આ પ્રક્રિયામાં સામેલ કર્યા હતા. આ ત્રિ-સ્તરીય વ્યવસ્થા દ્વારા ૨૦૦ જેટલા વિવિધતાભર્યા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાનો ઉદેશ પુસ્તકીયા જ્ઞાન સિવાય પ્રેકટીકલ નોલેજ તેમજ એપ્લીકેશન બેઝ નોલેજ મળે તેવો ખ્યાલ હતો.

આજનાં સમયમાં એવી ફરિયાદ સર્વ સામાન્ય છેકે ૮૦ થી ૮૫% એન્જીનીયરો નોકરી વિહોણા છે જે ખરેખર તો અન એમ્પ્લોય નથી હોતા પણ અન એમ્પ્લોયેબલ હોય છે. કારણકે મોટેભાગે એમનું નોલેજ થિયરીકલ હોય છે, પ્રેકટીકલ નોલેજનો અભાવ હોય છે એટલે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. જીનિયસ સ્કૂલ બહુ સ્પષ્ટપણે માને છે કે ૨૦મી સદી નોલેજની હતી જયારે ૨૧મી સદી સ્કિલની-ટેલેન્ટની છે. યુથ ફિયેસ્ટા જેવી ઈવેન્ટથી બાળકની સંશોધનાત્મક વૃતિ વિકસે છે. બાળક હોવરક્રાફટ અને હોવરબાઈક બનાવી શકે છે. એક વિદ્યાર્થીએ પાણીમાં ચાલતી સાયકલ બનાવી હતી. એક એવું સોફટવેર તૈયાર કર્યું છે કે જેનાથી વ્યકિતનું પૂર્ણ સ્કેનીંગ થઈ જાય કે તેને કયા પ્રકારની બિમારી છે તે બિમારીના નિદાન બાદ તેને જરૂરીયાત મુજબની દવા-મેડિસીન નકકી થઈ જાય, આ પ્રોજેકટ વિદ્યાર્થીએ તૈયાર કર્યો ત્યારે તેની કલ્પના શકિત અને જ્ઞાન વિશે માન ઉપજયા વગર નથી રહી શકાતું.

Education Abtak
Education Abtak

પાછલા સાત વર્ષમાં અમે આ પ્રતિભાઓના પ્રત્યક્ષ સાક્ષી છીએ. આપણી કલ્પના બહારની બાબતો અંગે વિદ્યાર્થીઓ ઉંડાણપૂર્વક ચિંતન-મનન કરી તેને વ્યવહારમાં મુકે છે. બાળકોમાં અખાદ્ય શકિત પડેલી છે. આ પ્રકારનાં પ્લેટફોર્મથી બાળકો અદ્વિતીય પ્રોજેકટ બનાવવા માટે પ્રેરાય છે. ‘અબતક’નો એક સવાલ કે દર વર્ષે આયોજીત આવા યુથ ફિયેસ્ટા માટે બાળકો આટલી જલદી કઈ રીતે તૈયારી કરી લ્યે છે ના જવાબમાં ડી.વી.મહેતાએ આયોજન અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. બાળકોથી લઈને શિક્ષકો, પ્રિન્સીપાલ અને સંચાલક સહિતના દરેક લોકો આ પ્રવૃતિને માણે છે, આનંદ ઉઠાવે છે એટલે આનો બોજ નથી લાગતો. કાર્ય કર્યાનો આત્મસંતોષ મળે છે. આ ફિયેસ્ટા માટે અઢીથી ત્રણ મહિનાની પૂર્વ તૈયારી હોય છે. જેમાં પહેલો મહિનો પ્લાનિંગ માટે, સંશોધન અને પ્રોજેકટ પસંદગી માટે હોય છે ત્યારબાદ એકથી દોઢ મહિનો પસંદ થયેલા પ્રોજેકટની તૈયારી કરવા માટે તેમજ નિષ્ણાંતો સાથે મુલાકાત, સલાહ સુચન અને વિશેષ જાણકારી માટે અને ત્યારબાદ છેલ્લો તબકકો પંદર દિવસનો કે જેમાં પ્રેઝન્ટેશન, પ્રમોશન અને ફાયનલ ફિનીસીંગ માટે તેમજ આનુસંગીક તૈયારી માટે ફાળવાય છે.

અત્યારનાં બાળકોને જન્મનાં થોડા મહિનાઓ બાદ જ હાથમાં મોબાઈલ આપીને રમાડવામાં આવે છે અને બાળક તે નાની ઉંમરથી શીખવા પણ લાગે છે એટલા ઈન્ટેલીજન્ટ બાળકો થઈ ગયા છે ત્યારે આપની સંસ્થાઓ ૭માં ધોરણમાં અભ્યાસ કરતો ધ્રુમિલ નામનો ૧૩ વર્ષની ઉંમરનો વિદ્યાર્થી હાલમાં જ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યો હતો. ત્યારે ધ્રુમિલે માહિતી આપી હતી કે તે દેશની સુરક્ષા કરતા સૈનિકો માટે એક એવી એપ બનાવવા માંગે છે કે જેનાથી સૈનિકો વધુ સુરક્ષિત બને. આટલી બુઘ્ધીમતા શું દર્શાવે છે ?નાં ‘અબતક’નાં સવાલના જવાબમાં ડી.વી.મહેતાએ જણાવ્યું કે, એવરી ચાઈલ્ડ ઈઝ યુનિક ઈન હીમ સેલ્ફ હર સેલ્ફ, દરેક વ્યકિત વિશિષ્ઠ છે. જરૂર હોય છે જે-તે બાળકની શકિત પીછાણવાની, એ પીછાણને યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે તો દરેક બાળક જીનિયસ જ છે. આપણે ખરેખર તો બાય ચોઈસ નહીં પણ બાય ચાન્સ પ્રવૃતિ માટે બાળકો ઉપર દબાણ બનાવતા હોઈએ છીએ. ધ્રુમિલનો રસનો વિષય આર્ટિફીસીયલ ઈન્ટેલીજન્સી છે. ધ્રુમિલ દ્વારા અનેકોનેક નવા સંશોધનો થતા રહે છે. ધ્રુમિલે આવી અનેક એપ્લિકેશન તૈયાર કરી છે કે જે અવિશ્ર્વસનીય છે.

ધ્રુમિલ આઈ.આઈ.એમ.માં ડેમો આપવા પણ જાય છે. ઈન્ટરનેશનલ કંપનીઓ સાથે ૧૩ વર્ષની ઉંમરે એ ટાઈઅપ ધરાવે છે. ધ્રુમિલ પોતાની બુઘ્ધી શેર કરે છે.

૬ અલગ-અલગ દેશોનાં એમ્પ્લોયસ એના હેઠળ કાર્ય કરે છે. આવા બાળકોને બીજા અન્ય બાળકોની માફક જ ફ્રી પ્લેટફોર્મ પુરુ પાડીએ છીએ. જીનિયસ સ્કૂલમાં કોઈ વસ્તુ ડિસ્ક્રાઈલ કે પ્રિસ્ક્રાઈલ નથી. કોઈ બંધીયાર ઢાંચો નથી. અહીં દરેક વિદ્યાર્થીને પુરતી મોકળાશ મળે છે. આવી મોકળાશ જુદા-જુદા પ્રકારની પ્રવૃતિઓ દ્વારા ઈવેન્ટ દ્વારા ઈન્ટરકેશન દ્વારા આપવામાં આવે છે. ધ્રુમિલ જેવા અસંખ્ય વિદ્યાર્થીઓ પોતાની રસ-રૂચી ધરાવતા વિષયોમાં અગ્રેસર છે. આવા સ્પેશિયલ વિદ્યાર્થીઓને ઓળખીને અમો તેમના માટે સ્પેશિયલ વ્યવસ્થા ઉભી કરીએ છીએ. જેનાથી એ એમના રસ-રૂચીના વિકાસમાં આગળ વધી શકે અને તેમનું રેગ્યુલર એજયુકેશન પણ સમાંતર ચાલુ રાખી શકે. અલબત તેના ગૃહકાર્ય માટે કયારેય દબાણ કરવામાં આવતું નથી. ફોર્મલ એજયુકેશનનું પ્રમાણ ૬૦%થી વધુ ના હોવું જોઈએ. ૪૦% સમય પ્રેકટીકલ એપ્લીકેશન આધારીત સ્પોર્ટસ વગેરે પ્રવૃતિ માટે આપવો જોઈએ. તોજ બાળક સાચા અર્થમાં વૈશ્ર્વિક નાગરીક બની શકે.

‘અબતક’ એક સવાલ એજયુકેશન સિસ્ટમ કેવી હોવી જોઈએના જવાબમાં ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, હેડ. હાર્ટ એન્ડ હેન્ડ, આ ત્રણ અવયવોને જે પુરેપુરો ન્યાય આપી શકે કે ટ્રેઈન કરી શકે એ પ્રકારની ભણતરની પઘ્ધતિ હોવી જોઈએ કે જે બાળકનાં સર્વાંગી વિકાસ માટે પ્લેટફોર્મ પુરુ પાડતી હોય. ‘અબતક’ના વધુ એક સવાલ, ભારત અને વિદેશની અભ્યાસ પઘ્ધતિમાં ફેર છે, અહીંની એજયુકેશન સિસ્ટમને લઈને જે અસંતોષ છે જેના વિશેના જવાબમાં ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, ભારત ખુબ વિશાળ દેશ છે. જેમાં પુષ્કર વિવિધતા છે. વિદેશ કરતા ભારતીય સંસ્કૃતિ અલગ છે. અલગ-અલગ સંસ્કૃતિ અલગ-અલગ સ્થળ અને સમય સાથે સંમલીત હોય તે જરૂરી છે. આપણી એજયુકેશન સિસ્ટમ માટે આપણને ગૌરવ હોવું ઘટે. વિશ્ર્વમાં આપણું સ્કૂલ લેવલનું શિક્ષણ પ્રમાણમાં સારું છે. હાયર એજયુકેશનમાં સુધારણા કરવાની જરૂર છે. અલબત સ્કૂલ લેવલનાં શિક્ષણમાં પક્ષ સુધારા-વધારાને અવકાશ છે જ.

ખાસ કરીને એપ્લીકેશન બેઝ, પ્રેકટીકલ બેઝ, રીસર્ચ બેઝ, એજયુકેશન ભારતની જરૂરીયાત છે. ચીન સહિતનાં વિકસિત દેશોમાં ૧૫ થી ૧૭% વિદ્યાર્થીઓ સંશોધનાત્મક અભ્યાસ કરે છે. જયારે ભારતમાં આ પ્રમાણ ૩ થી ૫ ટકા કરતા વધુ નથી. વિશ્ર્વમાં ઝડપી થતા પરિવર્તન સાથે આપણે પણ કદમ મિલાવવા પડશે. આના માટે આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં થોડા ઘણા પરિવર્તનની આવશ્યકતા છે. ખાસ કરીને ભારતમાં પુસ્તકીયા જ્ઞાન આધારીત તેમજ પરીક્ષાલક્ષી કલાસરૂમની શિક્ષણ પઘ્ધતિ વધુ ચલણમાં છે. જેના પરિણામ સ્વરૂપ વિદ્યાર્થી ગોખણપટ્ટીનો શોર્ટ કટ અપનાવે છે. બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકની તુલના અન્યનાં બાળકો સાથે કરે છે. બાળકમાં રહેલી સુષુપ્ત શકિતઓને પીછાણીને તેને પ્રોત્સાહન પુરુ પાડવાના બદલે વાલીઓ પોતાની અધુરી રહી ગયેલી એષણા, અપેક્ષાને બાળકોમાં જબરદસ્તીથી આરોપે છે. સમયની માંગ પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓએ પણ પરિવર્તન અપનાવતા રહેવું જોઈએ. વાલી-વિદ્યાર્થી, શિક્ષક અને શાળા સંચાલક જેવા ચારે ચાર જો સમાંતર રહે તો ભારતના શિક્ષણને યોગ્ય દિશા સાંપડી શકે છે.

Vlcsnap 2018 04 28 12H40M28S234જીનિયસ સંસ્થામાં શિક્ષણનો પ્રકાર, કેમ્પસ અને શિક્ષકોની નિયુકિતની પ્રક્રિયા વિશે માહિતી આપતા ડી.વી.મહેતાએ જણાવ્યું કે, અમારી સંસ્થા દરેક બાળકને યુનિક માને છે અને એની વિશિષ્ટ શકિત પીછાણી તેને ખીલવવાનું વાતાવરણ પુરુ પાડે છે. બાળકનાં સર્વાંગી વિકાસ માટે ૬૦/૪૦નો રેશિયો હોવો જરૂરી છે. વર્ગખંડનું શિક્ષણ અહીં રસપ્રદ બનાવવામાં આવ્યું છે. આ માટે અમો ડિજીટલાઈઝેશનનો સહારો લઈએ છીએ. જેથી બાળકને ભણવાનો અનેરો આનંદ-ઉત્સાહ રહે છે. આ ઉપરાંત બાકીનાં ૪૦% અભ્યાસ ક્રમમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય તેના માટે વિશ્ર્વકર્મા ટેકનોલોજીકલ લેબોરેટરી કાર્ય કરે છે. આ લેબમાં બાળકની ટેકનીકલ સ્કિલ ડેવલોપ થાય એ માટે એન્જીનીયરોની નિયુકિત કરીએ છીએ. આ લેબ રોબોટીકસ લેબ છે. જેનાથી બાળકની ટેકનીકલ સ્કિલને બળ મળે છે. ત્રીજા ધોરણથી નવમાં ધોરણ સુધીનાં બાળકો રોબોટીકસ લેંગવેજ મેળવે છે, એની સિસ્ટમથી અવગત થાય છે. જેનાથી બાળક જુદા-જુદા પ્રકારનાં રોબર્ટ બનાવવા સક્ષમ થાય છે.

આ ઉપરાંત સ્વીમીંગ, સ્કેટીંગ, ડાન્સીંગ, મ્યુઝીક, રાયફલ શુટીંગ, ફુટબોલ, બાસ્કેટ બોલ તેમજ હોકી સહિતની આઉટડોર પ્રવૃતિ માટેના સ્પેશિયલ કોચ નિયુકત થયેલા છે. છેલ્લા ૨ વર્ષથી રાજકોટ જીલ્લા કક્ષાની રમતમાં જીનિયસ સ્કૂલ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. જીલ્લાની ૧૦૦૦થી વધુ શાળાઓમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવું એ અમારા માટે ગૌરવપ્રદ બાબત છે. શાળા માટેનાં શિક્ષકોની નિયુકિત પ્રક્રિયા દરેક સ્કૂલની કામગીરીનાં મૂલ્યાંકનમાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષકની ભરતી પ્રક્રિયામાં શિક્ષકની શિક્ષણ અંગેની માન્યતાને અમે ખાસ જોઈએ છીએ. અગાઉનો અનુભવ ઓછો હશે તો ચાલશે પણ શિક્ષકમાં શિક્ષણનો જીવ છે કે નહીં તે અમો પહેલા પારખીએ છીએ. શિક્ષકનો લેખિત ટેસ્ટ, એમની અભિરૂચી જાણી અમે એમનો અભિગમ જાણી શકીએ છીએ. ત્યારબાદ મૌખિક ટેસ્ટ લઈને છેલ્લે કલાસરૂમમાં ભરતી કરવામાં આવનાર શિક્ષકનો લાઈવ ડેમો કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત જે-તે વિષયનાં નિષ્ણાંતો પણ એમનાં અભિપ્રાય માટે હાજર રાખીએ છીએ.

આ સમગ્ર પ્રક્રિયાનું તટસ્થ મુલ્યાંકન કરીને શિક્ષકોની નિમણુક કરવામાં આવે છે. નિમણુક બાદ પણ જે-તે શિક્ષકનો ઉતરોતર સર્વાંગી વિકાસ થાય તેની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે છે. આજનો વિદ્યાર્થી ખુબ જ સ્માર્ટ બની ગયો છે માટે પરિવર્તનની સાથે નહીં ચાલનાર શિક્ષકનો વિદ્યાર્થી સ્વિકાર કરશે નહીં. આ સ્થિતિ નિર્માણ ન પામે એ માટે જીનિયસ સ્કૂલમાં દર વર્ષે દરેક શિક્ષક વચ્ચે એક સંશોધનાત્મક પાયા પર આધારીત કાર્યક્રમનું આયોજન થતું હોય છે. ત્યારબાદ લેખિત/ મૌખિક ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ઉચ્ચતમ પ્રદર્શન કરનાર શિક્ષકને ઈનામ-સર્ટીફીકેટ આપી કદર-સન્માન આપી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત દર ચોથા શનિવારે શાળાકીય અભ્યાસ કાર્ય બંધ રાખીને સ્ટાફનાં તમામ મેમ્બરો માટે વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાંતો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. ઉનાળાનાં વેકેશન દરમિયાન ૧૦ દિવસની વિશેષ તાલીમ તેમજ દિવાળી વેકેશનમાં સાત દિવસની વિશેષ તાલીમ આપવામાં આવે છે.

દરેક શિક્ષકે આ તાલીમ શિબિર કરીને તેનું સર્ટી લેવું ફરજીયાત હોય છે. આ સિવાય દરેક શિક્ષકને તેના ક્ષેત્ર અંગેનો અકે ઓન લાઈન કોર્ષ સૂચિત કરીએ છીએ જેનું સર્ટીફીકેટ લેવું પણ ફરજીયાત બનાવીએ છીએ આમ વિદ્યાર્થી, શિક્ષક સંચાલક જો પ્રોગ્રેસીવ વિચાર કરે તોજ સાચી અને આદર્શ શિક્ષણ વ્યવસ્થા નિર્મિત થઈ શકે એમ ડી.વી. મહેતાએ ઉમેર્યું હતુ.

‘અબતકે’ જયારે જાણવા માંગ્યું કે બાળકનાં જન્મથીજ વાલી નકકી કરી નાખે છે કે બાળકને કઈ લાઈનમાં મુકવો, એવા સંજોગોમાં બાળકની પ્રકૃતિ જોતા, ટેલેન્ટ જોતા, શાળા સંચાલકો અને શિક્ષકોની ભૂમિકા કેવી હોવી જોઈએ? આ અંગે વાલીઓને માર્ગદર્શન આપવા વાલીઓ અને મિટીંગો યોજાય છે? ત્યારે ડી.વી. મહેતાએ માહિતી આપી કે.

અંડર ૧૬ની સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં જીનીયસ સ્કુલનાં ૫ વિદ્યાર્થીઓ છે જે પાંચે પાંચ દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ છે જે અમારા માટે પડકારજનક પણ છે. અમુક સંજોગોમાં વાલીની અપેક્ષા જુદી હોય બાળકની ટેલેન્ટ અલગ હોય શિક્ષકની અપેક્ષા જુદી હોય ત્યારે સંચાલક તરીકે બેલેન્સ જાળવવાની કપરી ભૂમિકા અમો બખૂબી નિભાવીએ છીએ. બાળકનું કાઉન્સેલીંગ કરીએ છીઅ. જેમાં રમત અને અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃત્તિ પાછળ સમયનો વ્યયના થાય તેનું અંગત માર્ગદર્શન આપીએ છીએ.

સૌરાષ્ટ્ર અંડર ૧૬ ક્રિકેટ ટીમનાં કેપ્ટન રક્ષીત મહેતાએ નવમાં ધોરણમાં ૮૫% મેળવેલા જયારે બાકીનાં ચાર ખેલાડીઓએ ૭૫% થી વધુ માર્ક મેળવલે છે.જેના પરથી એવું ફલીત થાય છે કે વિદ્યાર્થી ભણે તો રમીના શકે અને રમે તો ભણીના શકે એવી ભ્રમણા ખોટી છે. આવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવા માટે વર્ષ દરમિયાન પહેલી ટર્મની શરૂઆતમાં ટર્મનાં અંતમાં તેમજ બીજી ટર્મની શરૂઆત અને અંતમાં કુલ મળીને ચાર ઓફીસીયલી ઓરિયેન્ટન રાખવામાં આવે છે. જેમાં તમામ વિદ્યાર્થીઓનાં વાલીઓને આવનારા મિશન, વિઝન અને આયોજીત થનારા કે થઈ ચૂકેલા કાર્યો અંગે માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત અઠવાડીયામાં એક દિવસ વાલી આવીને પ્રિન્સીપાલને મળી શકે છે. અઠવાડીયે એક દિવસ જયારે રમત ગમત માટે ખાસ દિવસ હોય ત્યારે શૈક્ષણીક કાર્ય બંધ હોય છે.જેથી પ્રિન્સીપાલ અને શિક્ષકોને વાલીઓ સાથે મળવાનો અવકાશ મળી રહે છે. અને કોઈ પણ બાબતે ખૂલ્લા મને ચર્ચા કરી શકે છે.

ફી નિયમનનાં કાયદા વિશે ઘણા વાલીઓમાં પ્રવર્તી રહેલી અસમંજસની સ્થિતિ વિશે ‘અબતકે’ પુછેલા સવાલનાં જવાબમાં સ્પષ્ટતા કરતા ડી.વી. મહેતાએ પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો કે આ બહુ પેચીદો પ્રશ્ર્ન છે. જૈન શાસ્ત્રમાં ‘અનેકાંત’ એવો એક શબ્દ છે. અનેકાંત એટલે મલ્ટિડાયમેન્શન ફિ નિયમનનો આ પ્રશ્ર્ન મલ્ટિડાયમેન્શનલ છે. જેમાં વિદ્યાર્થી, વાલી, શાળા સંચાલક, શિક્ષક, સરકાર, મીડીયા જેવા અલગ અલગ તમામ પરિબળો સામેલ છે. આ તમામ આ પ્રશ્ર્નને અલગ અલગ દ્રષ્ટીકોણથી મુલવે છે. આ બધા વચ્ચે આ પ્રશ્ર્ન અંગે મત મતાંતર અને ગેરસમજણ છે. જો એ દૂર કરી શકાય તો આ પ્રશ્ર્ન ઉકેલવો અધરો નથી. હાયર એજયુકેશન ઈન્સ્ટીટયુટ જેવા કે એન્જીનીયરીંગ, એમ.બી.એ, આયુર્વેદ કે પછી મેડીકલ એ તમામની ફી સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવતી જ હોય છે. અને તેમાં કશુ અજુગતુ પણ નથી પણ જે બાબત છે એ મીસ ક્ધસેપ્સન ડેવલપ થવાથી ઉદભવી છે.જેમાં ૧૫-૨૫ કે ૩૦ હજારથી વધુ ફીના હોવી જોઈએ જે કાયદા મુજબ તો ખરેખર ૧૫-૧૫ કે ૩૦ હજારની એક કેપ છે,એક સીલીંગ છે. આ ફી બાંધણાથી વધારે ફી કોઈ સ્કુલને વસુલવી હોય તો એ સ્કુલને પોતાની બેલેન્સસીટ, ઈતર પ્રવૃત્તિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, અને સ્કુલની સ્પેશીયાલીટી એ તમામ પ્રકારની રજૂઆત ફી નિર્ધારણ કમિટી કે જે ગુજરાત સ્તરે ચાર ઝોનમાં વહેંચાયેલી છે એની સમક્ષ રજૂઆત કરવાનું પ્રાવધાન છે. જો કમિટીને એ રજૂઆતમાં તથ્ય જણાય તો કમિટી જેતે સ્કુલની ફી વસુલવાની મર્યાદા નકકી કરે છે. પરંતુ દરેક વ્યકિત પોતાના દ્રષ્ટીકોણથી વિચારે છે. વાલીઓ વિચારે છે કે હું ૧૫ હજારથી વધુ ભરી જના શકુ. સંચાલક એવું વિચારે છે કે હું મારે વસુલવાની થતી ફી ઓછીના કરૂ. આ પરિસ્થિતિ બંને વચ્ચેનાં ધર્ષણનું માધ્યમ બને છે. આ પરિસ્થિતિમાં શાળા સંચાલકો, વાલીઓ તેમજ સમાજમાં રહેલા આ વિષયને સ્પર્શતા તમામ લોકોએ એક મંચ પર આવીને સંવાદિતા સાધે તો આવનારી પેઢીનો જ ઉત્કર્ષ થવાનો છે. અત્યાર સુધી શિક્ષણને પવિત્ર વ્યવસાય મનાતો આવ્યો છે. જેને કલુષિત કરવામાં આવશે જાણ્યે અજાણ્યે નિમિત બન્યા છીએ, જો આપણે સમજદારીપૂર્વકના વર્તીયે તો નકારાત્મક બીજારોપણ કરી રહ્યા છીએ જેના માટે આપણા સહુની જવાબદારી બને છે.

શાળા પરિસરની વ્યવસ્થા પ્રાકૃતિક હોય તેની અસરો અંગે મંતવ્ય આપતા ડી.વી. મહેતાએ વિષયાંતર કરતા જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે માનસીકની સાથોસાથ શારીરીક મોકળાશની પણ આવશ્યકતા જરૂરી છે. કુદરતની વિશિષ્ટા એ છે કે પ્રકૃતિની નજીક રહેવાથી કુદરતી રીતે દરેક પ્રકારનું જ્ઞાન લભ્ય બને છે. જીનીયસ સ્કુલ પાસે એક પ્રાકૃતિક ઉધાન છે.

એ ઉધાનમાં આશરે એકસોથી વધુ વૃક્ષો છે. આ વૃક્ષોનાં ઉપવન વચ્ચેક લીલીછમ્મ કુટીર બનાવેલી છે. જેની મુળ વિભાવના પૌરાણીક પરંપરા જ છે. અમુક પ્રકારનાં વિષયો કે જેમાં કુદરતી વાતાવરણ સહાયક ભૂમિકામાં હોય ત્યારે શિક્ષક્અને વિદ્યાર્થી વચ્ચેનાં પરિસંવાદ આવા પ્રાકૃતિક વાતાવરણમાં યોજવામાં આવે છે. ચાર દિવસ વચ્ચે મળતા શિક્ષણ કરતા અમુક વિષયનું શિક્ષણ મોકળાશ ભર્યા વાતાવરણમાં મળે તો એ શિક્ષણ ગુણવતાસભર બને છે. એવું હું સ્પષ્ટ પણે માનું છું.

હાઈફાઈ એરકંડીશનર કલાસ રૂમ કે ફકત સારા ઈન્ફ્રાસ્ટ્રકચરથી સર્વાંગી સંપૂર્ણતા નથી આવતી આ બધી એડીશનલ ફેસેલીટી છે. જે શિક્ષકને વધુ સારો બનાવી શકે છે. પણ ટેકનોલોજી કે ઈન્ફ્રાસ્ટ્રકચર કયારેય શિક્ષકનું સ્થાન લઈ શકતુ નથી. આવનારા વર્ષોનાં વર્ષો સુધી શિક્ષકનું સ્થાન કોઈ ટેકનોલોજી લઈ શકે એવું હું નથી માની શકતો. હાર્ડવેર કરતા સોફટવેર વધારે મહત્વનું છે. જીનીયસ સ્કુલમાં અમો સોફટવેરનાં જ વધુ ઉપયોગ કરીએ છીએ.

દસમં અને બારમાં ધોરણ પછી કયાં પ્રવાહમાં જવુ એ વિશે વિદ્યાર્થી તથા વાલી ગડમથલમાં હોય છે. ૮૫% કે એનાથી વધુ માર્ક આવે ત્યારે વાલીઓ સાયન્સ પ્રવાહમાં બાળકનો લઈ જવાનો આગ્રહ રાખે છે.ત્યારે આપનું શું માર્ગદર્શન છે. એવા ‘અબતક’ના સવાલનાં જવાબમાં ડી.વી. મહેતાએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે હંમેશા તમારૂ દિલ શું કહે છેકે તેને અનુસરવું જોઈએ બાળકને જેમાં રસ રૂચી હોય જે વિષય પરત્વે તેનો આત્મવિશ્ર્વાસ બુલંદ હોય, જે ગોલ બાળકે પસંદ કરેલો હોય તેમાં જ એને આગળ વધવા દેવો જોઈએ. એવું જરૂરી નથી કે જે હોશીયાર હોય તે બધા એન્જીનીયર કે ડોકટર જ હોય, પત્રકારો પણ બ્રિલીયન્ટ હોય, ક્રિકેટરો, ફૂટબોલર, પણ બ્રિલીયન્ટ હોય જ છે. અમિતાભ બચ્ચન, તેંડુલકર, મેરીકોમ, સાયના નેહવાલ જેવી જે તે ક્ષેત્રની મહાનવિભૂતિઓને જો એમના વાલીઓએ એમને ડોકટર કે એન્જીનીયર બનવા દબાણ કર્યું હોત તો આ વિભૂતિઓને આપણે તેમને આજના સ્થાને ન જોઈ શકત.

ગુજરાત વાલીઓ બાળકની સીકયુરીટીને નજર સમગ્ર રાખીને ખાસ કરીને નિર્ણય લ્યે છે. જે વ્યાજબી નથી ભવિષ્યની ખોટી આશંકા કુશંકાઓથી દૂર રહીને વર્તમાનમાં જીવતા શીખીયે તો જ સાચા અર્થમાં વર્તમાનને માણી શકાશે. બાળક પણ પોતાનું વર્તન સાચા અર્થમાં માણી શકશે.

ગણીત અને ભૂમિતી જેવા વિષયોને જીનીયસ સ્કુલમાં કઈ રીતે શિખવવામાં આવે છે તે અંગે ડીવી મેતાએ જણાવ્યું કે શું ભણવું કરતા કેમ ભણવું તે વધુ મહત્વનું છે. જ્ઞાન એટલે અજ્ઞાનતા ઉપરથી આવરણ હટાવવું ફીજીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે એસ્ટ્રો સાયન્સનાં કેટલા વિષયો છે જે તમામની ટેકનાલીટી છે.એના દરેક પરિણામો અને પરીક્ષામાં પહેલાથી નકકી થયેલા છે જે કુદરતી રીતે નકકી થયેલી થિયરી છે. પણ એ બાળકને કઈ રીતે શિખવાડાય છે. એ ખાસ મહત્વનું છે. એપ્લીકેશન બેઝ ટીચીંગ, રમતા રમતા બાળકને ખરેખર જ્ઞાન મળી જાય , જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન આપવાથી બહુ સારા પરિણામ મેળવી શકાય છે.

Education Abtak
Education Abtak

પ્રેકટીકલ શિક્ષણ બાળકને જીંદગીભર યાદ રહે છે.ઝડપથી શીખી શકાય છે. જીનીયસ સ્કુલમાં વિશ્ર્વકર્મા સાયન્ટીફીક લેબ છે.જેમાં એન્જીનીયરીંગના જુદા જુદા પ્રકારનાં લગભગ દસથી બાર હજાર મોડયુઅલ્સ છે. જુદી જુદી સાઈઝ અને પ્રકારનાં એંગલ્સ છે.

આ બધાને એકઠા કરીને જેસીબી, ટ્રક, બસ, કાર વગેરે બનાવી શકાય છે.લંડન આઈ જેવો પ્રોજેકટ પણ બનાવી શકાય છે. ખાસ કરીને આના કલાસરૂમમાં જવા માટે દરેક વિદ્યાર્થી ખૂબ આતુર અને ઉત્સાહી હોય છે.

અગાઉનાં સમયમાં ૫ વર્ષનાં બાળકને સ્કુલમાં મૂકવામાં આવતા અત્યારે ૩ વર્ષનાં બાળકને સ્કુલમાં મૂકવાનો ટ્રેન્ડ છે. જીનીયસ સ્કુલમાં કઈ ઉંમરનાં બાળકને પ્રવેશ અપાય છે અને શા માટે ? અબતકનાં પુછાયેલા આ પ્રશ્ર્નનાં જવાબમાં ડી.વી. મહેતાએ જાણકારી આપી કે સાંપ્રત સમયને ધ્યાને રાખીને કરવામાં આવતા નિર્ણયો હંમેશા વ્યાજબી હોય છે. અગાઉનું વાતાવરણ બાળકનાં પ્રાથમિક વિકાસમાં થોડો વધુ સમય મંગી લ્યે તેવું હતુ. જયારે અત્યારની પરિસ્થિતિમાં બાળકો જૂની પેઢીનાં બાળકો કરતા વધુ સ્માર્ટ બન્યા છે. ત્યારે દરેક વાલી પોતાનો વ્યકિતગત નિર્ણય લઈ શકે છે. પાંચ વર્ષ સુધી બાળકને સ્કુલમાં દાખલ ન કરાવવું હોય તો વાલી ત્યાં સુધીનું શિક્ષણ ઘેર બેઠા પણ આપી શકે છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. ત્યારે પ્રાથમિક જ્ઞાન માતા પણ આપી જ શકે છે. અલબત પાંચ વર્ષની ઉંમર સુધી બાળકને ઘરમાં જ ગોંધી રાખવું એ પણ વ્યાજબી નથી.

જોકે બે કે ત્રણ વર્ષની ઉંમરનાં બાળકને કોઈ પ્રકારની રેસમાં સામેલ ન કરાવવા જોઈએ એ પણ એટલી જાચી હકિકત છે. એક માતા હંમેશા પડોશીનાં બાળક સાથે પોતાના બાળકની સરખામણી કરતી હોય છે. જે સરાસર પોતાના બાળકને અન્યાયકર્તા છે.કેમકે દરેક બાળકન જન્મજાત પ્રતિભા વિશિષ્ટ અને અલગ હોય છે. પોતાની આકાંક્ષા અપેક્ષાઓનો બોજ વાલીઓએ બાળક ઉપર ન થોપવો જોઈએ.

જીનીયસ અને જય ઈન્ટરનેશનલ સ્કુલનાં પ્રિપાઈમરી વિભાગો ખાસ અલગ પ્રકારે ડિઝાઈન કરેલો કોર્ષ ચલાવે છે. જેમાં બાળકને સંપૂર્ણ સ્વાયતા, સ્વતંત્રતા, આપવામાં આવે છે. નાના બાળકોની નિરીક્ષણ દ્રષ્ટિ ખૂબ સારી હોય છે. ખાસ કરીને ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષ સુધીનાં બાળકની નિરીક્ષણ દ્રષ્ટી ખૂબ સારી હોય છે. ત્યારે અમારી સંસ્થા પણ બાળક ઉપર નિરીક્ષણ રાખીને તેની અંદર પડેલી સુષૂપ્ત શકિતઓને ખીલવવાની તક પુરી પાડીયે છીએ ‘જીનીયસ ક્રિડ્સ કિંગડમ’માં અમે બાળકોને પૂરી સ્વયત્તા આપીએ છીએ જેથી એમનામાં પડે સુષુપ્ત શકિતઓને સતેજ કરવામાં સરળતા રહે છે.

જયાં એમની મૂળભૂત આવડત, ભાષાકીય જ્ઞાન, સર્વાંગી વિકાસ પામે એ બાબતનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. જયાં બાળક રમતા રમતા શીખે છે. આમાટેના શિક્ષકો પણ વિવિધ પ્રકારનાં બાળ મનોવિજ્ઞાનના જાણકાર હોય છે. અને ચાઈલ્ડ સાયકોલોજીનાં કોર્ષ કરેલા હોય છે. ‘અબતક’ સાથેની ગોષ્ઠી પુરી કરતા પહેલા જીનીયસ સ્કુલનાં ડી.વી. મહેતાએ અંતમાં જણાવ્યું કે આપણે સહુ સાથે મળીને સમાજ અને રાષ્ટ્રનાં વિકાસ કરીયે અને આવનારી પેઢીને ખરા અર્થમાં જીનીયસ બનાવીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.