Abtak Media Google News

મન મંદિર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના લાર્ભો અનેક સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક હેલ ચેકઅપ કેમ્પ, હરતુ ફરતુ અન્ન ક્ષેત્ર, બહેનો માટે ફ્રિ સમર ટ્રેનીંગ કલાસ, કેન્સર હોસ્પિટલમાં ટીફીન સેવા, સમર કેમ્પ અને છાશ વિતરણ સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

મન મંદિર એજયુકેશન ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોી માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્ર હેઠળ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારો માટે હંમેશા કાર્યરત રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. મન મંદિર ટ્રસ્ટ દ્વારા બહેનો માટે પ્રિ સમર ટ્રેનીંગ કલાસનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેમાં બહેનોને કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવે છે. ગુજરાતના ખ્યાતનામ નિષ્ણાંતો દ્વારા મહેંદી બ્યુટી પાર્લર, સિલાઈ કામ વગેરે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે.

Img 20180428 Wa0008 1ટ્રસ્ટ દ્વારા દર ઉનાળે છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજીડેમ ચોકડીી ગ્રીનલેન્ડ સુધીના વિસ્તારમાં સમયાંતરે છાશ વિતરણ કેન્દ્રનો સ્ટોલ ઉભો કરી જરૂરીયાતમંદ તેમજ ગરીબ લોકોને છાશ પીવડાવી ગરમીમાં રાહત આપવામાં આવે છે. આ સો ટ્રસ્ટ દ્વારા સમયાંતરે નિશુલ્ક હેલ ચેકઅપ કેમ્પ પણ યોજાતા રહે છે. દરેક કેમ્પમાં ૭૦૦ દર્દીઓનું નિદાન, સારવાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે. આ કેમ્પમાં ચા-પાણી સહિતની વ્યવસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત દર્દીના સચોટ નિદાન માટે નિષ્ણાંત તબીબોની ટીમો બોલાવવામાં આવે છે.

સંસ દ્વારા ચાલતુ હરતુ-ફરતુ અન્નક્ષેત્ર અનેક ગરીબ અને દર્દીઓની જઠરાગ્ની ઠારે છે. આ સો સંસ દ્વારા કેન્સર હોસ્પિટલમાં દરરોજ ૬૦ થી ૭૦ જેટલા દર્દીઓને ટિફિન સેવા પણ પૂરી પાડવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.