Abtak Media Google News

જિલ્લા આરોગ્ય  અધિકારીએ ડીડીઓને પણ જવાબ રજૂ કર્યો નથી

૨૫મીએ કારોબારી બોલાવી રણનીતિ ઘડાશે

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો ૨૪ જૂન સુધીમાં ઉકેલ નહીં આવે તો ૨૫મીથી આરોગ્ય કર્મચારીઓએ આંદોલન છેડવાની ચીમકી આપી છે.

રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી. ડઢાણીયા , મંત્રી આર.ડી.ગોહિલે જણાવ્યું છે કે રાજકોટ જિલ્લા પંચાયતની   આરોગ્ય શાખા હેઠળ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા હેલ્થ ઓફિસ અને ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બજાવતા ૬ કેડરના મજકૂર કર્મચારી જેમ કે ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, મેલ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ફરજ બજાવતા હોય  તેમની સેવાકીય બાબતની સંપૂર્ણ બાબતની જવાબદારી રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની હોવાથી કર્મચારીઓ દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતા તેમના પડતર પ્રશ્ર્નોનું આજદિન સુધી નિરાકરણ કરવામા આવ્યું નથી

કર્મચારીઓના જિલ્લા કક્ષાના પડતર પ્રશ્ર્નોની અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતા આરોગ્યતંત્ર દ્રવારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. કર્મચારી મંડળના પ્રમુખ એન.પી. ડઢાણીયાએ પ્રશ્ર્નોની રજૂઆત કરતા જણાવ્યું  છે કે છેલ્લા પાંચ વર્ષથી ફિમેલ હેલ્થ  સુપરવાઇઝરના પ્રમોશનની જગ્યાઓ ખાલી હોવા છતા  અને  ટ્રેનિંગ લીધેલા ઉમેદવાર હોવા છતા અને સરકારની અવાર નવાર લેખિતમા સુચના આપવા છતા આજદિન સુધી યેનકેન પ્રકારના બહાના આગળ ધરી ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા પૈકી રાજકોટ જિલ્લામાંજ પ્રમોશનની કાર્યવાહી કરવામાં આવતી નથી અને કર્મચારી બહેનો પ્રત્યે એક પ્રકારની કિન્નાખોરી રાખવામાં આવી રહી છે.

ઉપરોક્ત ૬ કેડરના કર્મચારીઓની માંગણી મુજબની બદલી અંગે અવાર નવાર રજૂઆત કરવા છતા છેલ્લા ત્રણ વર્ષથી બદલી કરવામાં આવી નથી પરંતુ જે કર્મચારીઓ રાજકીય પ્રેસર આપે તેવા કર્મચારીની બદલી કરવામાં આવે છે. જેના કારણે ગ્રામ્ય લેવલે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અન્ય  કર્મચારીઓમાં હતાશની લાગણી ફેલાઇ છે.

૬ કેડરના પૈકી એકાદ કેડરને બાદ કરતા તમામ કેડરના સીનીયોરીટી લીસ્ટ પણ ઘણા સમયથી બહાર પાડવામાં આવ્યું નથી જિલ્લામાં ઘણી જગ્યાઓ ખાલી હોવાના કારણે કર્મચારીઓને બીજી જગ્યાઓનો ચાર્જ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કર્મચારીઓના ટી.એ.બીલો મંજૂર કરવામાં આવ્યા નથી. તપાસ કરતા જણાવવામા આવે છે કે ગ્રાન્ટ નથી તો ખરેખર એ જવાબદારી પણ કર્મચારીઓએ નિભાવવી એવું લાગે છે.

ઉપરોક્ત પ્રશ્ર્નો અંગે તા.૪-૬ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્રવારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને બે િેદવસમાં ઉપરોક્ત બાબતે જવાબ આપવા જણાવ્યું છે. પરંતુ આરોગ્યના પ્રશ્ર્નો બાબતે આરોગ્યના અધિકારીઓને કોઇ જાતની ખેવના નથી. તા.૨૫-૬ના રોજ આરોગ્ય કર્મચારી મંડળની કારોબારી બોલાવી ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની રણનીતી તૈયાર કરી કર્મચારીઓના પ્રશ્ર્ને જલ્દી આંદોલન કરવામાં આવશે. આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી.ડઢાણીયા, મંત્રી આર.ડી.ગોહિલ તેમજ માનસીંગ પરમાર, જયદીપભાઇ મારુ, સહદેવભાઇ ડાંગર, કરણ હડીયા એ એક યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.