Abtak Media Google News

ધર્મનાથજી જિનાલયમાં યશોવિજય સુરીશ્ર્વરજીની નિશ્રામાં શેત્રુંજય પટ્ટદર્શન કાર્યક્રમ

વિશ્ર્વ બીજાને દુ:ખ આપવાની પ્રવૃતિમાંથી બહાર નીકળે તો હિંસા જગતમાંથી વિદાય લ્યે તેમ ધર્મનાથજી જિનાલયમં શત્રુંજય પટ્ટદર્શન કાર્યક્રમ પ્રસંગે શ્રીમદ્દ વિજય યશોવિજય સુરીશ્ર્વરજી મહારાજે જણાવાયું હતુ.

Advertisement

Vlcsnap 2021 03 26 11H28M08S298

શ્રીમદ્દ વિજય યશોવિજય સુરીશ્ર્વરજી મહારાજે જણાવાયું હતું કે, આજે ફાગળ સુદ તેરસના દિવસે દ્વારકાધીશ કૃષ્ણ મહારાજના દિકરા શ્યામ અને પ્રદયુમ્ન જૈન દિક્ષાનો સ્વીકાર કરી શંત્રુજય મહાતીર્થ ઉપરથી સાડા આઠ કરોડ મહાત્માઓની સાથે અંશન  કરી મુકિતધામની અંદર પધાર્યા હતા. શત્રુંજય તીર્થના પાછળના ભાગમાં ભાળવા ડુંગર છે. ત્યાંથી મહાત્માઓ મોક્ષે પહોચ્યા હતા. તેથી તેનું આજના દિવસે મહત્વ છે આજના દિવસે હજારો જૈન શત્રુંજય અને ભાડવા ડુંગરની યાત્રા કરે છે. જો સઁપૂર્ણ યાત્રા કરવામાં આવે તો છ ગાઉનું અંતર થાય છે. તેથી આજના દિવસે જૈન છ ગાઉની યાત્રા કરે તેમ પણ કહેવાય છે.આજના દિવસે શુભ સંદેશો આપતા તેઓ કહે છે કે જે સાડા આઠ કરોડ મહાત્મા પોતાના જીવનમાંથી અહિંસાને સંપૂર્ણ પણે તિલાંજલીઆપી હતી તેથી પહેલો સંદેશો કે મને દુ:ખ નથી ગમતું તો હું બીજાને પણ નહિ આપું.જેનો મતલબ કે હિંસાએ જગતમાંથી વિદાય લે તે માટે આજના દિવસે વિશ્ર્વ બીજાને દુ:ખ આપવાની પ્રવૃતિમાંથી બહાર નીકળે અને બીજો સંદેશ કે જો મારી કોઇ ભુલ કાઢે એ મને ન ગમતું હોઇ, તો મારી બીજા માટે ખરાબ બોલવાનું ટાળવું જોઇએ.જો આ બે વસ્તુ વિશ્ર્વની અંદર આવી જાય તો વિશ્ર્વમાં અહિંસા અને શાંતિનું વાતાવરણ સ્થપાશે.

રાજકોટ જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે પુજય યશોવિજય સુરીશ્ર્વરજી મહારાજની પાવન દિશામાં કાગળ સુદ તેરસના દિવસે ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં શત્રુંજયનો પટ્ટદર્શન સાંજે ધર્મનાથજી જિનાલયમાં ભવ્ય મહાપૂજાનું આયોજન છે. જેમાં ખાસ અમદાવાદથી આંગીકારો પધાર્યા છે.

જેના ઉપક્રમે સાંજે સાચા ફુલોની આંગીના દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત સાંજે 6.30 કલાકે મુખ્ય કમાન અને જરૂખાની અનાવરણ વિધિ કરવામાં આવશે. બાદમાં સાંજે 6.45 થી 7.15 દરમિયાન પરમાત્માની સંઘ્યાભકિત ત્યારબાદ સામુહિક આરતી અને 9.30 સુધી દર્શન ખુલ્લા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.