Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષની શહેર ભાજપના અપેક્ષિત શ્રેણીના કાર્યર્ક્તાઓની બેઠક

અબતક,રાજકોટ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં અને શહર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં ભાજપના અપેક્ષિત શ્રેણીના કાર્યર્ક્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજેશભાઈ ચુડાસમા, મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો.પ્રદીપ ડવ, ધનસુખ ભંડેરી, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, જીતુ મહેતા, રાજુભાઈ ધ્રુવ

સહીતના ની ઉપસ્થિતિમાં આ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેઠકનું સંચાલન મહામંત્રી જીતુ કોઠારીએ, બેઠકની વ્યવસ્થા કીશોર રાઠોડ તથા નરેન્દ્રસિહ ઠાકુરએ સંભાળી હતી. આ બેઠકમાં સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પંમુખ કમલેશ મીરાણીએ જણાવેલ કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપની યોજનાનુસાર પાર્ટીનું મહાપર્વ એવા પ્રાથમીક સદસ્યતા અભિયાનનો પ્રારંભ સમગ્ર ગુજરાતભરમાં થઈ  આ ઉપરાંત પ્રદેશ ભાજપ ની યોજનાનુસાર ચૂંટણી સહયોગ નિધી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના 8 વર્ષ ઉજવણી અંતર્ગત શહેર ભાજપ અને વિવિધ મોરચાઓ ધ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે તેમજ રાજનૈતિક પ્રવાસ પણ શહેરની ચારેય વિધાનસભામાં પૂર્ણ થયેલ છે ત્યારે આગામી દિવસોમાં શહરે ભાજપ ધ્વારા શહેરના 9પ7 બુથ અને 380 શક્તિકેન્દ્રોમાં અલ્પકાલીન વિસ્તારક યોજના યોજાનાર છે.

આ બેઠકમાં કાર્યર્ક્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણી અતંગર્ત વિસ્તૃત માહિતી આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલએ જણાવેલ કે રાજકોટ હંમેશા સંગઠન ક્ષ્ોત્રે આગળ રહયુ છે ત્યારે રાજકોટ ના પાચ હજારથી વધુ કાર્યર્ક્તાઓને સક્રીય કાર્ડ આપવામાં આવ્યા છે આ ઉપરંત રાજકોટ માં અંદાજે દોઢ લાખથી વધુ પેજસમિતિની રચના કરી તમામ સભ્યોને પેજસમિતિના કાર્ડ પણ આપવામાં આવ્યા છે ત્યારે શહેરના અત્યારે ચાર લાખથી વધુ પ્રાથમિક સભ્યો પાર્ટીના બન્યા છે ત્યારે પાર્ટીના સંગઠનને વધુ સુદૃઢ બનાવવા પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજી વધુને વધુ લોકોને પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડવામાં આવશે તેમજ પેઈજસમિતિના સભ્યોને પ્રાથમિક સદસ્ય બનાવી પાર્ટીના સંગઠનને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. ત્યારે અંતમાં સી.આર. પાટીલજીએ આગામી વિધાનસભાની ચૂંટણીને અંતર્ગત પાર્ટી ધ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાનાર હોય પાર્ટીનો પ્રત્યેક કાર્યર્ક્તા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી તમામ કાર્યક્રમોને સફળ બનાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને કેસરીયો લહેરાશે તેવી નિર્ધાર વ્યક્ત ર્ક્યો હતો. ભ્રષ્ટાચાર થતો હોય તો સીધોજ મારો સંપર્ક કરવો તેવી કાર્યકરોને ટકોર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.