Abtak Media Google News

અબતક, રાજકોટ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આજે રાજકોટની મુલાકાત દરમિયાન ઇમપિરિયલ પેલેસ ખાતે ઉદ્યોગકારો સાથે સ્નેહમિલન યોજયું હતું. જેમાં અંદાજે વિવિધ 44 જેટલા એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલનમાં પાટીલે ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. .

ઇમ્પિરિયલ પેલેસ ખાતે સી.આર. પાટીલનું ઉદ્યોગકારો સાથે
સ્નેહ મિલન, 44 જેટલા એસો.ના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

આ સ્નેહ મિલનમાં પાટીલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંજુર કરાવેલ રાજકોટના જેટલા પ્રોજેકટ છે તે તમામ પુરા કરાશે. એકેય પ્રોજેકટને અટકાવવામાં આવશે નહિ. આ ઉપરાંત તેઓએ જીઆઈડીસીમાં ડબલ ટેક્ષેસન બંધ કરવા અંગે પણ કહ્યું હતું. તેઓએ ઉદ્યોગકારોને કહ્યું કે ઉદ્યોગોના જે પ્રશ્નો હોય તમારી કમિટીના સભ્યો ગાંધીનગર આવે, આપણે અધિકારીઓને હાજર રાખી મુખ્યમંત્રીને મળીશું. પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. તેઓએ કહ્યું કે પાણીની સમસ્યા ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. ઈન્ડસ્ટ્રીઝને આપવામાં આવતા પાણીનો ભાવ ઘટાડવા માટે સરકારને સૂચન પણ કર્યું છે.

પ્રદેશ ભાજપ પ્રમુખનું ઉદ્યોગકારોને ખુલ્લું આમંત્રણ, પ્રશ્નો લઈને ગાંધીનગર આવો એટલે અધિકારીઓને હાજર રાખીને મુખ્યમંત્રીને મળીશું

Img 20211120 Wa0311 1

સ્નેહમિલનમાં પાટીલે ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે, મારી એક મૂંઝવણ છે જેનો તમે લોકો જ ઉકેલ આપી શકો છો. તમે બધા ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ છો. ઉદ્યોગોના પ્રશ્નો આવતા જ હોય છે. પરંતુ તેનો ઉકેલ થયા પછી નવા પ્રશ્નો આવતા નથી. ઉદ્યોગોને 750 કરોડની સબસીડી 1 મહિનાની અંદર પહોંચી ગઈ છે. આથી તમારા તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. નાના ઉદ્યોગોને સૂચિતમાંથી રેગ્યુલાઈઝ કરવા કામગીરી ચાલુ છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી આગળ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરશે.

વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે 11 લોકોની કમિટી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નો શક્ય હશે તે તત્કાલમાં હલ કરી દઇશું. પ્રથમ વખત મળ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના જ હતા. હવે તમારા મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટના છે. આથી પ્રશ્નોનો ઉકેલ આવશે જ.

જણાવ્યું હતું કે, પ્રદુષણને તમે પ્રશ્ન ગણતા નથી પણ પ્રશ્ન હશે તો જરૂર જીપીસીબીમાં પણ ફેરફાર કરવામાં આવશે. પ્રદૂષણ કેમ ઘટી શકે આ અંગે કામ કરવા જીપીસીબીને કહેવામાં આવશે. નવી ટેક્નોલોજી સાથે આગળ વધે તો પ્રદૂષણ ઘટાડી શકાય. ઇન્ડસ્ટ્રી એ પ્રશ્ન નહિ એની સાથે સજેશન પણ આપે એવું હું માનું છું. વિજયભાઈએ ખૂબ કામો કર્યા છે, હું ખાતરી આપું છું. વિજયભાઈના કાર્યકાળમાં નક્કી થયેલા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવશે અને નવા પ્રોજેક્ટમાં સમયસર ગ્રાન્ટ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.