Abtak Media Google News

મનહર પ્લોટ જૈન સંઘમાં પાવન પધરામણી: પૂ. સુશાંતમૂનિ .સા.ની પ્રેરક ઉપસ્થિતિ

જયવંતા ગોંડલ સંપ્રદાયના ક્ષત્રીયવંશીય જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીનાશિષ્ય શય્યાદાન જ્ઞાનદાન મહાદાનના પ્રણેતા પૂ. ધીરગૂરૂદેવ મનહર પ્લોટ સ્થા. જૈન સંઘની આગ્રહભરી વિનંતી રાખીને પધારેલ હતા. વિરાણી ચોક મધ્ય સમસ્ત રાજકોટના સંઘોના પદાધિકારીઓ જીવદયાપ્રેમી રમેશભાઈ ઠકકર પ્રતિકભાઈ સંઘાણી, બહોળી સંખ્યામાં ઉપસ્થિત સંઘના શ્રાવક ભાઈઓ બહેનો, મસ્તક ઉપર ૩૨ આગમ લઈને તથા હાથમાં અષ્ટમંગલ સાથે મહિલા મંડળના બહેનોએ પૂ. ગૂરૂ ભગવંતનું હેતથી અદકેરૂ સ્વાગત કરેલ હતુ. શેઠ પૌષધશાળાના વિશાળ વ્યાખ્યાન હોલ ખાતે ગાદીપતિ પ. ગૂ‚દેવ ગિરીશમૂનિ મ.સા.ના અંતેવાસી શિષ્ય ગુજરાતરત્ન પૂ. સુશાંતમૂનિ મ.સા. તથા સાધ્વીરત્ના પૂ. ઉષાબાઈ મ.પૂ. ધર્મીલાબાઈ મ.પૂ અવનીબાઈ મ.પૂ. બંસરીબાઈ મ. તથા નૂતન દીક્ષીત પૂ. મૂકતશીલાજી મ.એ પોતાના પૂ. ગૂરૂ પ્રત્યે ભાવ વ્યકત કરવા ખાસ પધારેલ હતા.

સરળતા છે ત્યાં ધર્મનો વાસ છે. આ વિષય ઉપર જિનવાણી ફરમાવતા પૂ. ગૂરૂભગવંતે જીજ્ઞાસુ શ્રાવકોએ શીખ આપતા કહ્યું કે જો જીવનમાં સરળતા હશે તો મોક્ષ તમારી નજીક છે. શાંતીથી અનુભૂતિ થશે અને હા જીવનમાં કયારય નો ઓવર સ્પીક, નો ઓવર ઈટનો ઓવરવાઈઝનો જો અમલ કરશો તો શાંતિ છે.પૂ. ધીરગૂરૂદેવે સંઘના પ્રમુખ ટ્રસ્ટીઓ કારોબારીના સભ્યો બંને મહિલા મંડળના પ્રમુખ યુવા ગ્રુપના સભ્યોને તેમની સંઘ પ્રત્યેની સેવાની સરાહરા કરી આગમ આપી બહુમાન કરેલ હતી.

પૂ.ગૂરૂભગવંત પ્રત્યેની ગૂઉરભકિત માટે રાજકોટના સંઘોનાં હોદેદારો ચંદ્રકાંતભાઈ શેઠ, હિતેશભાઈ બાટવીયા, કૌશીકભાઈ વિરાણી, રાજુભાઈ શેઠ, નવીનભાઈ ઝાટકીયા, ધીરૂભાઈ વોરા, નંદલાલભાઈ, મનોજભાઈ ડેલીવાળા, ભુપતભાઈ શેઠ, અશોકભાઈ દોશી, રમણીકભાઈ જસાણી, રમેશભાઈ ઠકકર પ્રતિક સંઘાણીની ખાસ હાજરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.