Abtak Media Google News

ઘરમાં ઘણી વખત શાપિત વસ્તુઓ આવી જાય તો વાસ્તુદોષ થઇ શકે છે. પરંતુ તમે ક્યારેય કોઇ એવી પેઇન્ટિંગ  જોઇ છે જેને ઘરમાં રાખવાથી ઘરમાં આગ લાગી જાય ? ધ ક્રાઇંગ બોય પેઇન્ટીગનું કંઇક આવુ જ છે. આ પેઇન્ટિંગ પર એવો આરોપ છે કે તેને ઘરમાં રાખવાથી ઘર બળી જાય છે. તેને જ્યાં પણ ટાંગવામાં આવે ત્યાં આગ લાગી જાય છે. આ પેઇન્ટિંગ  કોઇ સામાન્ય તસ્વીરકારે નહીં પરંતુ ઇટલીના મશહૂર ચિત્રકાર જિયોવની બ્રાગોલિલની છે. તેણે વર્ષ ૧૯૮૫માં રડતા બાળકની ક્રાઇંગ બોય નામની પેઇન્ટિંગ બનાવી હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. તો આ પેઇન્ટિંગ પ્રખ્યાત થઇ જતા તેની ઉપર પેઇન્ટીગની આખી સીરીઝ તૈયાર કરવામાં આવી હતી.

Advertisement

પરંતુ તેને જેટલી ખ્યાતી મળી તેટલી જ બદનામી પણ મળી કહેવાય છે કે જ્યારે લોકોએ આ પેઇન્ટિંગ ખરીદીને ઘરમાં લગાવી તો તેમનું જીવન બરબાદ થઇ ગયું તો ઘણાના ઘરોમાં આગ પણ લાગી હતી. આ પેઇન્ટિંગની ૫૦ હજારથી પણ વધુ કોપી બનાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડરોના હિસાબે તેવા ૧૫ ઘરોમાંથી તેમણે આગ બુજાવી હતી જેનું કારણ ધ ક્રાઇંગ બોય રહ્યું હતું. પછી તો આ સિલસિલો જારી જ રહ્યો એક પછી એક એવી ઘટના બનતી જ ગઇ જ્યારે લોકોએ આ પેઇન્ટિંગ ઘરમાં રાખવાનું બંધ કરી દીધી જ્યારે આ પ્રકારની ઘટના બનતી પણ બંધ થઇ ગઇ હતી માટે લોકોએ માની લીધું કે જિયોવની બ્રાગોલિલની ‘ધ ક્રાઇંગ બોય’ એ શ્રાપિત પેઇન્ટીગ છે જેને ઘરમાં રાખવાથી આગ લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.