Abtak Media Google News

કુદરતે જીવમાત્રના નિર્વાહ માટે અમૂલ્ય ખજાનો આપ્યો છે. જેમાં અસ્તિત્વના પાંચ તત્વોથી લઈ સોના, હીરા જેવા ઘણાબધા ખજાનાઓ આપ્યા છે. આ બધા ખજાના આપણે નવું નિર્માણ કરતા જમીનમાંથી મળી આવે છે. કિંમતી ખજાનાના ખોળે ઝુલતું ‘કોંગો’ વિશ્વભરમાં તેના અમૂલ્ય ખજાનાના કારણે પ્રચલિત છે.

થોડા દિવસો પહેલા કોંગોમાં એવી વાત બહાર આવી હતી કે, લુહિહિમ ગામમાં એક પહાડમાં 60 થી 90 ટકા ભાગમાં સોનુ હોય શકે છે. આ વાત બહાર આવતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પોતાના ઓજારો લઈ ખોદકામ કરવા પોહચી ગયા હતા. આ વાતની ખબર કોંગોની સરકારને પડતાં પહાડ પર ખોદકામ કરવાને લઈ બેન લગાવી દીધો હતો. જ્યાં સુધી ખનીજ તત્વોની ઓળખ અને રજીસ્ટ્રેશન નહીં થાય ત્યાં સુધી માઇનિંગ થઈ શકશે નહીં.


આતો થોડા સમય પહેલાનો બનાવ છે, આવા તો અનેક કિસ્સાઓ કોંગોમાં જોવા મળે છે. જ્યાં સરકારના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિને પોતાના ફળિયામાં 3 ફૂટથી ઊંડું ખોદવાની મનાઈ છે, અને જો તે ખોદે તો તેની પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

કોંગોને એક રીતે સૌથી ધનવાન ગણવામાં આવે છે. કોંગોમાં તેલ, હીરા, ખનીજતેલ, અને સોના જેવા કિંમતી પદાર્થો મળી આવે છે. આટલી બધી સમૃદ્ધિના ખોળે ઝુલતું કોંગોમાં ગોલ્ડ માઈનિંગ સામાન્ય વાત છે. વિચારવા જેવી બાબતએ છે કે, આટલું બધું સમૃદ્ધ હોવા છતાં પણ, કોંગોમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ જોવા મળે છે.

બેકારી અને ગરીબી પાછળનું એક અહેવાલમાં મુખ્ય કારણએ આંકવામાં આવ્યું છે કે, ‘કોંગોમાં જે સોનાનું ઉત્પાદન થાય છે તેની કિંમત ચોપડે ઓછી આંકવામાં આવે છે. આ સાથે તેના પૂર્વી પડોશી દેશોમાં ટન મોઢે આ બધી કિંમતી ધાતુની સપ્લાયમાં દાણચોરી કરવામાં આવે છે. આના કારણે ત્યાંના સ્થાનિક લોકોને પૂરતી માત્રમાં વળતર મળતું નથી.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.