Abtak Media Google News

શ્લોક

વિષ્ણુરેકાદશી ગંગા તુલસીવિપ્રઘેવન:।
અસારે દુર્ગસંસારે ષટપદી મુક્તિદાયિની ।।

ભગવાન વિષ્ણુ

ગરૂડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના તમામ દુખો દૂર કરે છે. તેમના જીવનમાં સુખ-શાંતિ અર્પે છે. જે મનુષ્ય રોજ પોતાના દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને કરે છે તેને પોતાના કામમાં સફળતા મળે છે. ધ્યાન રાખો, ભગવાનની પૂજા કરતા પહેલા સ્નાન કરી શુદ્ધ થઈ જવુ ખુબજ જરૂરી છે.

ગાય

ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયના શરીરમાં અલગ અલગ ભાગો પર દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જે મનુષ્ય ગાયને દેવતુલ્ય માની તેની પૂજા અર્ચના કરે છે, તેની તમામ પરેશાનીઓનો અંત આવી જાય છે. ગાયની પૂજા કરવાથી અને તેને ભોજન કરાવવાથી મનુષ્ય પોતાના જીવનમાં જાણતા અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

ગંગા નદી

ગંગા નદીને તમામ નદીઓમાં સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગંગા નદીમાં નહાવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ગંગા નદીને દેવતુલ્ય માની તેની હંમેશા પૂજા અર્ચના કરવામાં આવે છે. કોઈ પણ રૂપમાં ગંગા નદીનું અપમાન ન કરો. આ વાતનું ધ્યાન રાખો કે ગંગા સાક્ષાત સ્વર્ગથી સાક્ષાત સ્વરૂપે અવતર્યા છે.

તુલસી

તુલસી ભગવાનનું એક રૂપ છે. તુલસીજીને તમારા ઘરમાં લગાવવા જોઈએ. રોજ તેને જળ ચઢાવવું જોઈએ. પૂજા કરવી જોઈએ. વિષ્ણુનો પ્રસાદ ધરાવતી વખતે તુલસીજીના દલ જો થાળમાં ન રાખવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

પંડિતજી કે જ્ઞાની

પંડિત કે જ્ઞાની મનુષ્યનું સન્માન કરવુ જોઈએ. કેટલાક લોકો તેમની મજાક કરે છે તે ખુબજ ખરાબ વાત છે. જે મનુષ્ય જ્ઞાની લોકોનું સન્માન કરે છે તેમણે દર્શાવેલ રસ્તાઓ પર ચાલતા નથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક કામમાં સફળતા મળે છે જે જ્ઞાની પુરૂષોની વાતો માને છે.

એકાદશીનું વ્રત

ગ્રંથો અને પુરાણોમાં એકાદશી વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુરાણો અનુસાર મનુષ્ય પ્રત્યેક એકાદશીને પુરી શ્રદ્ધા અને વિશ્વાસથી વ્રત રાખવામાં આવે છે. આનું નિશ્ચિત શુભ ફળ મળે છે. વ્રત કરવાની સાથે એકાદશીના દિવસે જુગાર રમવો, શરાબ પીવી કે હિંસા કરવી જોઈએ નહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.