Abtak Media Google News

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઇ કરવામાં આવી છે. જેની અમલવારી માત્ર ચૂંટણી પુરતી કરવાના બદલે ગુજરાતમાં સરકારી નોકરીઓમાં પણ લાગુ કરવા કોંગ્રેસ દ્વારા માંગણી બુલંદ કરવામાં આવી છે.

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે હંમેશા, કચડાયેલ વર્ગના સામાજીક ન્યાયની લડત માટે હંમેશા મક્કમતાથી કામગીરી કરી છે. કમ નસીબે ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના કાયદાકીય અધિકારને છીનવી રહી છે.

જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસ દ્વારા લડત ચલાવાશે

આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ જાતિગત ગણના થાય તે માટે પ્રતિબધ્ધ છે. જે રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર આવશે તો કોંગ્રેસ પાર્ટી કાસ્ટ સેન્સર (જાતિજનગણના) માટે પ્રતિબધ્ધ છે અને જે લડાઈ લડવી પડે તે લડશે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જાતિ જનગણના દ્વારા જ ઓ.બી.સી. સમાજ, કેટલીક ટકાવારીમાં છે તે સુનિશ્ર્ચિત કરી શકાય અને તે પ્રમાણે સત્તામા તેમની ભાગીદારી હોવી જોઈએ. જાતિજનગણના અને ઓ.બી.સી. માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભાના પટલ પર અને બહાર પણ લડત આપશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીએ આજના દિવસે ભૂતકાળમાં ગુજરાતમાં ઓ.બી.સી. મુદ્દે પૂર્વ માધવસિંહજીની સરકારે સત્તાનાં બદલે સામાજિક ન્યાયને પ્રધાન્ય આપી સરકારનું બલિદાન આપેલ, તેમનું બલિદાન ઓ.બી.સી.ની જ્ઞાતિઓએ હંમેશા યાદ રાખશે. આવનારા સમયમાં ઓ.બી.સી. સમાજ એક થઈ ભારતીય જનતા પાર્ટીની ખોખલી હિન્દુત્વની નીતિ, આર.એસ.એસ.ની વિચારધારા સામે લડત લડવાનું આહવાન કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય માટે જન ગણના અતિ મહત્વની છે. ભાજપ સરકાર એસટી, એસસી અને બક્ષીપંચના નાગરિકોને લાંબા સમય સુધી અન્યાય કરી રહી છે ભાજપ સરકારને મત જોતા છે પણ સામાજિક ન્યાય આપવો નથી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે તાત્કાલિક જન ગણના અમલમાં મૂકવામાં આવે, વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી કરવામાં આવે તો જ સાચી રીતે દરેક વર્ગ અને સમાજનું સામાજિક કલ્યાણ થશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરે ઓ.બી.સી. અનામત અને મહિલા અનામત મુદ્દે જાતિગત ગણના થાય અને તે પ્રમાણે મહિલાઓનું નેતૃત્વ વધે અને તે માટે લડત આપવાની વાત કરી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીએ ચાર ઠરાવને કાર્યકરો અને પક્ષના મોભીઓ સમક્ષ યથાર્થ કર્યો. જેમાં પ્રદેશ અને દેશમાં 33 ટકા મહિલા અનામતમાં ઓ.બી.સી. મહિલાઓની સત્તાની ભાગીદારી વસ્તી ગણતરી પ્રમાણે હોવી જોઈએ. જાતિ આધારિત વસતિ જનગણના થાય તથા જનગણના સાથે આર્થિક સર્વે પણ થાય અને આર્થિક સર્વેના આધારે તથા ડીલીમીટેશન પ્રમાણે સત્તામાં મહિલાઓની ભાગીદારી ફરજિયાત થવી જોઈએ. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારના રાજમાં કહેવાતા તત્કાલીન ઓ.બી.સી. મુખ્યમંત્રી (નરેન્દ્ર મોદી) તથા નાણામંત્રી (વજુભાઈ વાળા) હોવા છતાં બજેટમાં પુરા એક ટકા પણ ઓ.બી.સી. જ્ઞાતિઓને ફાળવણી કરવામાં આવતી નહોતી ત્યારે આ ઠરાવ મુદ્દા મુજબ 50 ટકા ઓ.બી.સી. વસતિ પ્રમાણે બજેટમાં ફાળવણી થવી જોઈએ અને રાજ્યમાં નોકરીઓ બહાર પડે ત્યારે ઓ.બી.સી. અનામતની 27 ટકા સીટો કરાર આધારિત અનામત લાગુ કરી ભરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.