Abtak Media Google News

પૂ.વસુબાઈ મ.સ. સાધનામય જીવનજીવી આદર્શ આપી ગયા: પૂ.સંગીતાબાઈ

સાઘ્વીરત્ના પૂ.વસુબાઈ મહાસતીજી કાળધર્મ પામતા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળાના આંગણે આદર્શ યોગિની પૂ.પ્રભાબાઈ મહાસતીજી એવમ પૂ.જશ-ઉતમ-પ્રાણ સંઘાણી પરિવારના પૂ.મહાસતીજીઓના સાનિઘ્યમાં ગુણાનુવાદ સભા રાખવામાં આવેલ હતી. સાઘ્વીરત્ના પૂ.સંગીતાબાઈ મ.સ., સાઘ્વીરત્ના પૂ.અર્પીતાબાઈ મ.સ., સાઘ્વીરત્ના પૂ.સ્મીતાબાઈ મ.સ., સાઘ્વીરત્ના પૂ.હસ્મીતાબાઈ મ.સ. તથા પૂ.જશ-ઉતમ-પ્રાણ પરિવારના પધારેલા પૂ.મહાસતીજીઓએ ભાવાંજલી અર્પણ કરેલ હતી.

જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, હિતેષભાઈ બાટવીયા, હરેશભાઈ વોરા, કિરીટભાઈ શેઠ, ભરતભાઈ દોશી, મનોજભાઈ ડેલીવાળા, સુશીલભાઈ ગોડા, પરેશભાઈ સંઘાણી, મનોજભાઈ મહેતા વિગેરે સંઘોના હોદેદારોએ સાઘ્વીરત્ન પૂ.વસુબાઈ મહાસતીજીને ભાવાંજલી અર્પણ કરેલ હતી. સંઘપ્રમુખ તથા જૈન અગ્રણીઓએ જણાવ્યું કે થોડા દિવસોમાં ગોંડલ સંપ્રદાયના પાંચ પાંચ સાઘ્વીરત્નાઓના દેવલોક ગમનથી સંપ્રદાયને બહુ મોટી ખોટ પડી છે. તેમજ બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ તથા ભાઈ-બહેનોએ ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત રહી પૂ.મહાસતીજીઓના સદગુણોનું સ્મરણ કરેલ હતું.

સાઘ્વીરત્ના પૂ.વસુબાઈ મહાસતીજીનો ૬૦ વર્ષનો દીક્ષાપર્યાય હતો, તેમજ સાઘ્વીરત્ના પૂ.વસુબાઈ મહાસતીજી સતત સાધનામય રહેતા તથા નિ:સ્પૃહી આત્મા હતા. લગભગ છ દાયકા પૂર્વે સાવરકુંડલામાં એક સાથે ત્રણ હળુ કર્મિ આત્માઓ પૂ.પ્રભાબાઈ મહાસતીજી, પૂ.ઉષાબાઈ મહાસતીજી તથા પૂ.વસુબાઈ મહાસતીજીએ સંયમ અંગીકાર કરેલ. તેઓએ વિ.સં.૨૦૧૫ ચૈત્ર વદ પાંચમાં સાવરકુંડલાની પાવન અને પુણ્યભૂમિ ઉપર તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના શ્રીમુખેથી કરેમિ ભંતેનો દીક્ષા મંત્ર ભણી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.