Abtak Media Google News

ગુજરાતમાં આવનારા તાઉતે વાવાઝોડાને સીએમ રૂપાણી આજે મહત્વની જાહેકત કરી છે. રાજ્યમાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને પ્રતિબંધોને આગામી 18, 19 અને 20મે 2021 એમ 3 દિવસ સુધી લંબાવાયા છે.. CM રૂપાણીએ જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાંને પગલે હાલ આ નિર્ણય લેવાયો છે. 20 મે બાદ આ પ્રતિબંધો અને રાત્રિ કર્ફ્યૂ વિશે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાશે.

સીએમ રૂપાણી આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે,ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને હાલની સંભવિત વાવાઝોડા સહિતની પરિસ્થિતિમાં તેમજ કોરોનાની સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૮ મે-ર૦ર૧ થી તા.૨૦ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.આ ૩૬ શહેરોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે પણ તા. ૧૮મી મે સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મે સવારે ૬ વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યા છે.આ ૩૬ શહેરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે તા. ૧૮મી મે ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મેના સવારે ૬ વાગ્યા સુધી અમલી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.