Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર પંથકમા વીજ તંત્ર પ્રજાને બીલ ભરવામાં જરા પણ વિલંબ થાય તો કનેકશન કાપી નાખવામાં જરાપણ આળસ કરતું નથી. પણ નગરપાલિકાઓના 100 કરોડ થી વધુના ચડત બીલ સામે કોઇ કાર્યવાહી થતું નથી.નગરપાલિકાના 100 કરોડથી વધુના બીલો અંગે અવાર નવાર નોટીસો અપાય છે પણ નકકર કામગીરી થતી નથી બીલ ભરવામાં નગરપાલિકાઓની આળસ સામે આવી છે.પાણી અને વીજળી એ લોકોની જીવન જરૂરિયાત વસ્તુ બની ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી નગરપાલિકાઓ દ્વારા કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને લોકો માટે પાણી અને વીજળીની સુવિધા પૂરી પાડવા તત્પર રહે છે.

આવા સમયે જ પાલિકાઓની આળશ ધ્યાને આવતા અંદાજે 9 વર્ષના સમયગાળા દરમિયાન જિલ્લાની 6 નગરપાલિકા પાસે વીજ કંપનીને રૂ. 100 કરોડથી વધુનાં બિલ બાકી હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે આવી પાલિકાઓમાં અજવાળું છતાં વહીવટી કામગીરીમાં અંધારું જોવા મળી રહ્યું છે.સુરેન્દ્રનગર પીજીવીસીએલ તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાની 6 પાલિકા અંદાજે 155 પાણી કનેક્શન ધરાવે છે. આવા કનેક્શનના રૂ. 74.28 કરોડ બાકી નીકળે છે. આ પાલિકાઓનાં 223 સ્ટ્રીટ લાઈટ કનેક્શનનાં બાકી બિલ ન ભરતા રૂ. 29.65 કરોડ ચૂકવ્યા નથી.

જેમાં ખાસ કરીને પાણી અને સ્ટ્રીટ લાઈટના બિલ ન ભરવાના કારણે સુરેન્દ્રનગર-દૂધરેજ -વઢવાણ સંયુક્ત નગરપાલિક પાસે રૂ. 50.92 કરોડ તેમજ ધ્રાંગધ્રા પાલિકા પાસે 21.07 કરોડ જેટલી જંગી રકમ ભરી નથી. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પાલિકાઓ પાસે બાકી નીકળતી રકમ અંગે ઉચ્ચ કક્ષાએથી મળતા આદેશ મુજબ જાણ તેમજ પાલિકાઓને નોટિસો આપીને પણ કાર્યવાહી કરવામાં આવે છે.સુરેન્દ્રનગર 38 2536 121 2556 5092, થાનગઢ 21 655 16 172 827, ચોટીલા 33 1098 15 114 1212, લીંબડી 7 338 16 120 458, ધ્રાંગધ્રા 39 2105 24 2 2107, પાટડી 17 696 31 1 697, કુલ 155 7428 223 2965 10393  2 વર્ષમાં 17 કરોડ બાકી રકમનો વધારો, સ્ટ્રીટ લાઈટના 19 નવા કનેક્શન વધ્યા છતાં બીલ ભરાયા નથી.સુરેન્દ્રનગર જિલ્લામાં 2019ની સ્થિતિએ જિલ્લાની સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, પાટડી, લીંબડી અને વઢવાણ પાલિકાઓ પાસે પાણી કનેક્શનના રૂ.63.86 કરોડ બાકી નીકળતા હતા.

આ ઉપરાંત તમામ પાલિકાઓ પાસે આ સમયગાળા દરમિયાન રૂ. 19.26 કરોડ બાકી સાથે વીજ તંત્રની રૂ. 83.13 કરોડ જેટલા લેણાં હતા. પરંતુ છેલ્લાં 2 વર્ષના ગાળા દરમિયાન અંદાજે 17 કરોડ જેટલી બાકી રકમ પણ ચડી ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત 2019ની સ્થિતિ સ્ટ્રીટ લાઈટના કનેક્શન 194 હતા. જે હાલની સ્થિતિએ 223 પર પહોંચતા 19 નવા કનેક્શન વધારો થયો હતો.કનેક્શન કાપે તો પાણી અને લાઇટની સમસ્યા ઊભી થાય તેવો  ધર્મ સંકટ વીજ તંત્ર ભોગવી રહ્યું છે. પાણી તેમજ સ્ટ્રીટ લાઇટ કનેક્શનોની આટલી મોટી રકમ પાલિકાઓ પાસે છે. ત્યારે વીજતંત્ર દ્વારા લોકોના હિતને ધ્યાને લઇને કાર્યવાહી કરી રહી છે.

કારણે પાલિકાઓ આ રકમ મોટાભાગે ગ્રાંટ કે અન્યમાંથી બાકી બિલની રકમો ચૂકવે છે. પરંતુ જો વીજતંત્ર દ્વારા તેઓના પાણી કે સ્ટ્રીટ લાઈના કનેક્શનો કટ કરે તો લોકોને પાણી ન મળે. આ ઉપરાંત વિસ્તારોમાં અંધારું રહેવાની પણ સમસ્યા ઊભી થાય તેમ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.