Abtak Media Google News

ભાદરવી સાતમથી પૂનમ સુધી ભાવિકો માટે ભંડારામાં મોહનથાળ, મીઠી બુંદી, ગાંઠિયા, પુરી, શાક, ખીચડી, કઢી અને છાસનો પ્રસાદ

અરવલ્લીના ડુંગરોમાં બિરાજમાન રાજ રાજેશ્ર્વરી જગતજનની માં અંબાના ભાદરવી પૂનમના મેળામાં આશરે 35 લાખ લોકો પગે ચાલીને મા અંબાના દર્શન કરવા આવે છે.

સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી મા ના દર્શને આવતા લાખો પદયાત્રીકો માટે અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 21 વર્ષ પૂર્ણ કરી આ વર્ષે 22માં વર્ષે પણ ભાદરવી પૂનમે સાતમથી પૂનમ સુધી એટલે કે તા.23 થી 29 સપ્ટેમ્બર એમ સાત દિવસના ભવ્યાતી ભવ્ય ભંડારાનું આયોજન કરેલ છે.

દર્શને આવતા પદયાત્રીકો માટે ત્યાં અનેક ભંડારાઓ થાય છે પરંતુ ફૂલ પ્લેટ ભોજન સાથે પ્રસાદ વિતરણ કરતું હોય અને એ પણ 24 કલાક સતત ચાલુ હોય તેવો આ એકમાત્ર ભંડારો છે.

આ ભંડારામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપરાંત 150 થી 200 કાર્યકર્તાઓ દિવસ-રાત અવિરતપણે ફક્ત મા અંબાની ભક્તિના ભાવ સ્વરૂપ સેવા આપતા હોય છે.આ ભંડારામાં મોહનથાળ મીઠી બુંદી ગાંઠિયા પૂરી શાક ખીચડી કઢી અને છાશ મા ના પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે.

શ્રી અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પગે ચાલીને આવતા પદયાત્રીઓ માટે ડોક્ટરો તેમજ દવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે ચાલવાથી પગમાં થતી તકલીફોના નિવારણ માટે મસાજ કરનારા સ્વયંસેવકોની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત તેઓ માટે આરામ કરવા અલગથી ટેન્ટ ઉભો કરી ત્યાં ગાદલા તકિયા ચાર્જર વગેરેની વ્યવસ્થાઓ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

આવનારા દિવસોમાં ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજી મંદિર થી 5 કિલોમીટર પહેલા પાનસા ગામમાં 1 એકર જગ્યા ટ્રસ્ટના નામથી ખરીદ કરવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ભવ્યાતી ભવ્ય અંબા ધામનું નિર્માણ કરવાનો પણ ટ્રસ્ટનો સંકલ્પ છે.

આ અંબા ધામમાં ટ્રસ્ટ દ્વારા ફક્ત સાત દિવસ ભંડારો કરવો એવું નહીં પરંતુ બારેમાસ માના દર્શન આવતા દર્શનાર્થીઓ પ્રસાદી લઈ શકે તે માટે વિશાળ ભોજન ગૃહ તેમજ આધુનિક સુવિધા સભર અતિથિ ભવનનું નિર્માણ કાર્ય કરવાનું છે.

શ્રી અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ 22 મા વર્ષના ભંડારાને મા અંબાના આશીર્વાદથી ભવ્યાતી ભવ્ય રીતે સફળ થાય તે માટે માઈ ભક્તો સર્વ યોગેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભલાણી, જગદીશભાઈ વાગડિયા, દિનેશભાઈ રાણપરા, સુરેશભાઈ નાગપર, દીપકભાઈ પાટડીયા, કુમારભાઇ શાહ, મેહુલભાઇ ભગત તેમજ અનેક માઇ ભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.

પદયાત્રિઓ માટે વિશેષ સેવાઓ

અગણીત મુશ્કેલીઓનો સામનો કરી, ર્માં દ્વારે ચાલીને આવતા યાત્રાળુઓને વેરાન રસ્તામાં ભરપેટ ભોજન, શુધ્ધ ઠંડુ પાણી તથા છાસ, પ્રાથમીક તબીબી સારવાર, મોબાઇલ ફોન, ચાર્જીંગ, સુવા-બેસવા-આરામની સગવડતા તેમજ સાંસ્કૃત્તિક કાર્યક્રમોની રમઝટ સાથેની વિવિધ સુવિધાઓ પદયાત્રિકોને નિ:શુલ્ક, નિ:સ્વાર્થ ભાવે સમર્પિત કરવા માટે સતત 24 કલાક કાર્યરત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.