Abtak Media Google News

વોકણામાં તણાયેલા બકરાને બચવા જતા બંને કાળનો કોળિયો બનતા પરિવારમાં અરેરાટી વ્યાપી

બિપરજોય વાવાઝોડાને કારણે ભાવનગરમાં સમી સાંજે કલો કહેર વરસાવ્યો હોય તેમ બે લોકોના જીવ લીધા છે. ધોધમાર વરસાદને કારણે વરતેજના સોડવદરા ગામે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘોઘમાર વરસાદના પગલે બકરા ચરાવતા હતા તે વેળાએ વોકણામાં બકરાં તણાયા હતા. આ બકરાઓને બચાવવા જતા પિતા-પુત્ર બંને મોતને ભેટ્યા હતા.

આ આ બનાવની મળતી માહિતી મુજબ વરતેજના સોડવદરા ગામે બકરા ચલાવતા હતા તે દરમિયાન બકરાઓ વોકળામાં તણાયા હતા, જેને બચાવવા જતા પિતા રામાભાઈ મેઘાભાઈ પરમાર ઉ.મ.55 અને પુત્ર રાજેશભાઈ રામાભાઈ પરમાર ઉ.મ.22 બંને મોતને ભેટ્યા હતા તથા સાથે 20થી વધુ બકરાના પણ પાણીમાં તણાયને મોતની ભેટ્યા હતા.

વિગતો મુજબ ભાવનગરમાં નદી નાળાનાં પાણીમાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા હતા. જેમાં વરસાદનાં કારણે ભંડાર અને સોડવદરા ગામ નજીક વરસાદનાં વહેણમાં ગરકાવ થયો છે. ભંડાર અને સોડવદરા ગામ નજીક આવેલ ફાર્મહાઉસમાંથી પાણી નિકાલ માટે રાખવામાં આવેલ વોકણામાં પશુઓ તણાઈ જતા તેને બચાવવા પિતા-પુત્રે જતા બંને વોકણામાં તણાયા હતા અને પાણીમાં ગૂંગળાઈ જવાથી પિતા-પુત્રનું મોત થયું હતું, બંને મૃતક સોડવદરા ગામના હોવાની જાણકારી મળી રહી છે, મૃતક પિતા-પુત્રનાં દેહને પોસ્ટમોર્ટમ માટે વરતેજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવથી મૃતકરના પરિવારમાં અરેરાતી પ્રસરી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.