Abtak Media Google News

ઝવેરચંદ મેઘાણીની ‘ચારણ ક્ન્યા’ ની યાદ તાજી થઈ

બંદુકધારી તોફાનીએ હવામાં ગોળીબાર કરી ડરાવવા પ્રયાસ કર્યો

દિલ્હીમાં ફાટી નિકળેલા તોફાનોમાં એક પોલીસ જવાનની હિંમત, જોશનો એક વિડીયો બહાર આવ્યો છે જે પોલીસ જવાનના મકકમ મજબુત મનોબળને વ્યકત કરે છે. આ કિસ્સાએ ઝવેરચંદ મેઘાણીની ચારણ ક્ધયાની યાદ તાજી કરાવી દીધી છે. સોરઠમાં પશુ ચરાવતી ચારણ ક્ન્યા પોતાની પાસેની લાઠી વિંઝી ડાલામાથા સાવજને ભગાડી મુકે છે અને પોતાના પશુની રક્ષા કરે છે તેવા જ આ કિસ્સાએ યાદ તાજી કરી છે.

Advertisement

તાજેતરમાં દિલ્હી ખાતે થયેલા તોફાનો વખતે રવિવારે બપોર બાદ એક પોલીસ જવાન પોતાની ફરજ પર રસ્તા વચ્ચે હતો ત્યારે એક તોફાનીએ પોતાના હાથમાં બંદુક લઈ ઘસી આવે છે આ વખતે પોતાની પાસે માત્ર લાઠી ધરાવતા પોલીસ જવાન તોફાનથી જરા પણ ડર્યા વિના પોતાની પાસેની લાઠી ઉંચી કરી તોફાની સામે લાઠી વીંઝી તેને ભગાડવાની હિંમત દર્શાવી હતી. જવાનની આ હિંમત જોઈ તોફાની ડર્યા અને હવામાં ગોળીબાર કર્યો પણ પોલીસ જવાન મકકમ જણાતા તોફાની પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો. પોલીસ તપાસમાં આ શખ્સ આલમપુરનો રહેવાસી અને ૩૩ વર્ષની ઉંમરનો શાહ‚ખ હતો. પોલીસે તેની શોધખોળ આદરી છે.

આ બનાવ બન્યો ત્યારે નજીકના એક મકાનની છત ઉપરથી એક વ્યકિતએ પોતાના મોબાઈલમાં તેનો વિડીયો ઉતાર્યો હતો અને બાદમાં લોકો સમક્ષ આવ્યો હતો. એકમાત્ર લાઠીના સહારે બંદુકધારી તોફાનીને ભગાડતા પોલીસ જવાનની હિંમતથી પોલીસ બેડા સહિત લોકોમાં પ્રશંસા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.