Abtak Media Google News

દવાની દુકાનમાંથી હાથ ફરે કરવાનાં ગુનામાં વધુ બે આરોપીઓ હોવાની કબુલાત

ધોરાજીમાં નેશનલ કોર્પોરેશન નામની જંતુનાશક દવાની દુકાનના વેપારી પ્રફુલભાઈ જમનાદાસભાઈ પટેલની નજર ચૂકવી કાઉન્ટર થડામાં થી રોકડા રૂ. ૭૯૦૦૦ની ચોરી થયેલ તેના સીસીટીવી ફૂટેજમાં ત્રણ આરોપીઓ બજાજ કંપનીનું પલ્સર મોટર સાયકલમાં જોવામાં આવેલ આ સીસીટીવી ફૂટેજમાં ત્રણ ઈસમો પૈકીનો એક ઈસમ બજાજ પલસર મોટર સાયકલ લઈને જામનગરથી ખંભાળીયા તરફ આવે છે.

Advertisement

તેવી હકિકત આધારે ખંભાળીયા ટાઉનમાં રેલવે સ્ટેશન પાસે પંચો સાથે વોચ કરી હકિકત વાળા ઈસમને પકડી પાડી તેનું નામ પૂછતા અફ્રીદી કાદરભાઈ માડકીયા જાતે ઘાંચી ઉ.૨૦ ધંધો કટલેરરીનો વેપાર રહે. સેન્ટ્રલ બેંક લુહાર ચાર રસ્તા, ખલીફા, મસ્જીદ પાસે, ઘાચીવાડ જામનગર વાળાએ આ ગુનો કરેલની કબુલાત આપેલ અને તેની સાથેના બે ઈસમો રિજવાન અયુબ ડોચકી તથા ઈમરાને મજીદ દરજાદા રહે.

જામનગર વાળાએ ચોરીમાં સાથે હતા તેમ જણાવેલ હતુ. પકડાયેલ ઈસમના પાસેથી ચોરીમાં ભાગમાં આવેલ રોકડા રૂ.૨૫૦૦૦ તથા મોબાઈલ ફોન ૧ કિ. રૂ.૧૦૦૦ અને આગુનામાં ઉપયોગ કરેલ બજાજ પલસર કિ. રૂ ૪૦,૦૦૦ મળી કુલ રૂ.૬૬૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ અને અન્ય તેના સહ આરોપીઓને પકડવા કાર્યવાહી ચાલુ રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.