Abtak Media Google News

પાંચ દિવસ પહેલા બાજુની વાડીના શ્રમિક સાથે માતા ભાગી જતાં બંને પુત્રીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ’

વાંકાનેર તાલુકાના ઘીયાવાડ ગામે માતા લાંછનરૂપ બનતા બે પુત્રી હોય ઝેર પી લેતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાંચ દિવસ પહેલા માતા બાજુની વાડીમાં કામ કરતા શ્રમિક સાથે ભાગી જતાં બંને પુત્રીઓએ આપઘાતનો પ્રયાસ કર્યાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે રહેતી હિના દુરસિંગ રાઠવા (ઉ.વ.11) અને તેની નાની બેન રશ્મિકા દૂરસિંગ રાઠવા (ઉ.વ.9) બંનેએ નરેન્દ્રસિંહની વાડીએ એકસાથે ઝેર પી લેતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

બનાવ અંગે બંને બહેનોના પિતા દુરસિંગે જણાવ્યું હતું કે ગત તા.25મી સપ્ટેમ્બરના તેની પત્ની લખ્ખી બાજુની વાડીમાં કામ કરતા બીજલ નામના શખ્સ સાથે ભાગી ગઈ હતી. જેથી સમાજમાં લાંછન લાગતા બંને પુત્રીઓએ વખ ઘોળ્યું હતું.હિના અને રશ્મિકાએ માતા અંગે પોલીસ મથકમાં જાણ કરી માતાને પરત બોલાવવા માટે માંગણી કરી હતી. પરંતુ પોલીસે સંતુષ્ઠકારક જવાબ ન આપતાં બંને પુત્રીઓએ ઝેરી દવા પી લીધું હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.