Abtak Media Google News

ગુજરાતમાં PSI અને LRDની ભારતીની જવાબદારી બે મોટા અધિકારીઓને સોપવામાં આવી ..

ગુજરાતમાં સરકારી નોકરીના આવકશો તો વ્યાપક છે પરંતુ અમુક લોકોને કારણે ભરતી પ્રક્રિયા અને પરીક્ષાઓમાં અનેકવાર ગેરરીતિ થવાનું અને પેપર ફૂટી જવાનું સામે આવ્યું છે. તેવા સમયે પોલીસ ભારતીને લઈને મોટા સમારો આવવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. પરંતુ આ સમયે ભરતી પ્રક્રિયામાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ કાળજી રાખવામા આવશે.

Advertisement

ગુજરાતમાં પોલીસની ભારતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો મુજબ હસમુખ પટેલ અને પી વી રાઠોડને મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર થોડા સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.

IPS હસમુખ પટેલે હાલમાં જ લીધેલી પરીક્ષાઓથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબિ સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે.તે સિવાય પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પી.વી રાઠોડ હાલમાં CID ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર PSI અને LRDની ભરતી જાહેર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.