Abtak Media Google News

108 ઈમરજન્સી સેવા માત્ર જીવન જ નથી બચાવતી પણ જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે .

Screenshot 15 6

જુનાગઢ જિલ્લાની 108 ઈમરજન્સી સેવા માત્ર જીવન જ નથી બચાવતી પણ જીવન જીવવાના પાઠ પણ શીખવાડે છે . 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ અવાર-નવાર પ્રમાણિકતાની મિસાલ પૂરી પાડતા હોય છે. 108 ઈમરજન્સી સેવા આકસ્મિક સમયમાં પ્રાણ રક્ષક બનીને સેકડો લોકોનો જીવન બચાવવા માટે પ્રખ્યાત છે અને 108 ઈમરજન્સી સેવા એ પ્રજાના હૃદયમાં પણ આગવું  સ્થાન પ્રાપ્ત કર્યું છે .તેમની આ પ્રીતમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પ્રણેતા  છે 108 ઈમરજન્સી સેવા  કર્મચારીઓની આવી કર્તવ્ય  અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જુનાગઢ જિલ્લાની કેશોદ 108 ઈમરજન્સી સેવાના કર્મચારીએ 4 લાખ 52 હજાર જેટલી માતબર રકમ ઇજાગ્રસ્તના પરિવારને સાભાર પરત કરી ઈમાનદારી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી અજાબ રોડ એટલે કરેણી ફાટક પાસે બાઈક અકસ્માતની જાણ 108 ને થતા ની ગણતરી ની મિનિટોમાં જ કેશોદ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દર્દીને સારવાર સહિત નજીકની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પર હાજર 108 ઇમરજન્સી સેવાના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સબીરભાઈ જેઠવા અને પાયલોટ ભરતભાઈ નંદાણીયા દર્દી નો કિંમતી સામાન તેના સગા સંબંધીને પરત કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે 4, લાખ 52 હજાર રોકડ રકમ અને મોબાઈલ વગેરે જેવો કીમતી સામાન પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતુ.

આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનો ઈમાન એકવાર ડગતા વાર ન લાગે પણ 108 ઈમરજન્સી ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સેવાના બંને કર્મચારીની ઈમાનદારી ટસ ની મસ ન થઈ અને દર્દીના સગાને ₹4,52000 રોકડ રકમ અને એક મોબાઇલ પરત કરી ઈમાનદારીનો ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દર્દીના સગા સંબંધીએ 108 ઈમરજન્સી સેવા ના કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો તથા જુનાગઢ 108 જિલ્લા અધિકારીએ પણ ફરજ પર હાજર 108 એમ્બ્યુલન્સ સ્ટાફની પ્રમાણિકતા અને નિષ્ઠાને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.

 

જય વિરાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.