Abtak Media Google News

સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી પી.વી.રાઠોડ પણ ડીઆઈજી રિક્રુટમેન્ટ તરીકે આપશે સેવા

રાજ્યમાં ચાલુ વર્ષમાં 12 હજાર જેટલા પોલીસ મેનની ભરતી કરવાની જાહેરાત સરકાર દ્વારા કરતા પરીક્ષાર્થીઓના ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે અને તેઓ તાડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.ત્યારે આઇપીએસ હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને ફરી નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.

Advertisement

આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.જ્યારે સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ પણ ડીઆઈજી રિક્રુટમેન્ટ તરીકે સેવા આપવાના હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકારી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટના અવાર નવ બનવા પામી હતી.ત્યારે તેને અટકાવવા તેની જવાબદારી હસમુખ પટેલેને આપવામાં આવી હતી જેથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે.

હસમુખ પટેલની છબિ સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે.તે સિવાય પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પી.વી રાઠોડ હાલમાં સીઆઇડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાંસરકાર પી.એસ.આઇ અને એલઆરડી ની ભરતી કરવાના હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.