Abtak Media Google News

વાઇન પર એકસાઇઝ ડયુટીમાં ૧૦૦ ટકાનો વધારો બુટલેગરોને બખ્ખા કરાવશે

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેર કાયદે દારૂનું બેરોકટોક વેચાણ થઇ રહ્યું હોવાથી દારૂબંધી વધુ અસરકારક બનાવવા સરકાર દ્વારા એકસાઇઝ ડ્યુટી વધારી દારૂ મોંઘો બનાવ્યો છે.

ગુજરાતમાં ગેર કાયદે દારૂનો મોટો કારાબાર ધમધમી રહ્યો છે ત્યારે સરકારે દારૂ પર એકસાઇઝ ડ્યુટી ૫૦ ટકાથી ૧૦૦ ટકા કરવાનો નિર્ણય કરતા દારૂના ધંધાથીઓને દારૂના ભાવમાં વધારો કરવાનો મોકો મળી ગયો છે. સરકાર દ્વારા સોનાની આયાત પર ડ્યુટી વધારી તેની આડઅસર સ્વરૂપે સોનાની દાણચોરી વધી છે તેમ વાઇન સોપ પરથી વેચાતા દારૂની કિંમતમાં વધારો થશે એટલે બુટલેગરોને પણ દારૂની કિંમત વધારવાનું બહાનું મળી રહેશે અને ગેર કાયદે વેચાતા દારૂની કિંમતમાં પણ મોટો ઉછાળો આવી જશે દારૂના ધંધામાં કાળી કમાણી બમણી થઇ જશે તેમ જાણકારો કહી રહ્યા છે.

દારૂ બંધીનો કડક અમલ કરાવવા માટે સરકાર દ્વારા પ્રોહિબીશનના કાયદામાં ધરખમ ફેરફાર કરી કાયદો કડક બનાવ્યો છે. તેમ છતાં દારૂનું બેરોકટોક વેચાણ થતું હોવાથી ગુજરાત સરકારે કાયદેસરની વાઇન સોપમાંથી વેચાતા દારૂ પર એકસાઇઝ ડ્યુટીનો ધરખમ વધારો કરતા દારૂની કિંમતમાં ભાવ વધારો થયો છે.

દારૂ પર અત્યારે આયાતી સ્પીરીટ ઉપર પ્રતિ લિટર રૂ.૧૦૦ એકસાઇઝ ડ્યુટી છે. ૧૭ ટકાથી વધુ આલ્કોહલ ધરાવતા વાઇન પર પણ રૂ.૧૦૦ વેરો લેવામાં આવે છે. જ્યારે ૧૭ ટકાથી ઓછા આલ્કોહલવાળા વાઇન પર અને બીયર પર ડયુટી ૨૫-૨૫ રૂપિયા છે. હવે તેમાં સરકાર દ્વારા બમણો વધારો કરવામાં આવતા દારૂની કિંમત પણ ડબલ થઇ જશે. વાઇન સોપમાં દારૂની કિંમતમાં વધારો થશે તેની સાથે ગેર કાયદે દારૂનું વેચાણ કરતા બુટલેગરો પણ મોંઘા ભાવે દારૂનું વેચાણ કરી કાળી કમાણી કરવાની વેતરણમાં હોવાથી દારૂની કિંમત ટૂંક સમયમાં જ ડબલ થઇ જશે તેમ જાણવા મળી રહ્યું છે.

ગુજરાત સરકારે અત્યારે ૫૮ લિકરશોપને કાયદેસર દારૂ વેચવાની છુટ આપી છે. તેના થકી ૨૦૧૫-૧૬માં ૩૨.૫ કરોડ અને ૨૦૧૬-૧૭માં ૩૩.૯ કરોડ એકસાઇઝ ડયુટી સરકારને મળી હતી. હવે વેરામાં વધારો થતા સરકારી આવકમાં પણ વધારો થશે તેમ જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.